________________
bપૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એવી ધારિણી નામની રાણી હતી. એક વખત ભગવાન મહાવીર અનેક શ્રમણની સાથે તે નગરીમાં પધાયાં. વૃતાન્ત નિવેક પાસેથી સમાચાર સાંભળી કૃણિક અત્યન્ત પ્રમુદિત થએ અને તેને પ્રીતિદાન આપી તેને સત્કાર કર્યો.
ભ. મહાવીરના સંતોમાં ઉગ્ર, ભગ, રાજન્ય, જ્ઞાત અને કૌરવ કુળના ક્ષત્રિય, ભટ, દ્ધા, સેનાપતિ, શ્રેષ્ઠી તથા ઇભ્યપુત્ર હતા. તે સન્તના મળ, મૂત્ર, થુંક અને હસ્તાદિના સ્પર્શ માત્રથી પણ રોગી પૂર્ણ સ્વસ્થ-નીરોગી થઈ જતા હતા. અનેક શમણે મેધાવી, પ્રતિભાસંપન્ન, કુશલ વકતા અને આકાશગામી વિદ્યામાં પારંગત હતા. તેઓ કનકાવલી, એકાવલી, ક્ષુદ્રસિંહ નિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સર્વતોભદ્રપ્રતિમા, આયંબિલવર્ધમાન, માસિકભિક્ષુપ્રતિમા, ક્ષુદ્રમેકપ્રતિમા, મહામુકપ્રતિમા, યવમધ્યચન્દ્રપ્રતિમા, અને વજયચન્દ્રપ્રતિમા વિ. ૫ વિશેષનું આચરણ કરતા હતા. તેઓ વિદ્યામંત્રમાં કુશળ, પરવાદીઓનું માનમર્દન કરવામાં ૫૯, દ્વાદશાંગવેત્તા અને વિવિધ ભાષાઓના જ્ઞાતા હતા. બાર પ્રકારના તપ-સંયમમાં સદા સંલગ્ન રહેતા હતા.
ભગવાનના આગમનના સમાચાર સાંભળી રાજા કૃણિકે ચંપા નગરીને સુંદર રીતે શણગારવાને આદેશ આપે. તે પ્રમાણે સંપૂર્ણ નગરી અલકાપુરીની જેમ સુશેભિત કરવામાં આવી. રાજા કૃણિક પણ નાન વિ. કરી બહુમૂલ્ય વચ્ચે અને આભૂષણે ધારણ કરી હાથી પર સવાર થઈ ચાતુરંગિણી સેના સાથે દર્શનાર્થે પ્રભુ પાસે પહોંચે. ભગવાને ઉપદેશ આપે. ત્યારપછી ગણધર ગૌતમસ્વામીએ ભગવાનને જીવ અને કર્મ સંબંધી પ્રશ્નો પૂછયા.
પ્રસ્તુત આગમમાં ભ. મહાવીરના સંપૂર્ણ સુંદર શરીરનું શબ્દચિત્રણ પણ આપ્યું છે. શરીરના અંગે પાંગનું સવિસ્તૃત વર્ણન-નિરૂપણ કર્યા બાદ તેમના ૩૪ પ્રબુદ્ધ અતિશય, ૩પ સત્યવાણી વચનાતિશય, અશોકવૃક્ષ આદિ પ્રતિહાર્યોનું વર્ણન છે. ભગવાનના સમવસરણમાં ભવનપતિ, વાણવ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક ચારે પ્રકારના દેવ તથા દેવીઓ આર્ય અને અનાર્ય બધા પ્રકારના લોકો ઉપસ્થિત રહેતા હતા. ભગવાન અર્ધમાગધી ભાષામાં જે ઉપદેશ આપતા હતા તે બધી આર્ય-અનાર્ય ભાષાઓમાં રૂપાંતર-અનુવાદિત થઈને સંભળાતે હતો. ભગવાનના ધર્મોપદેશના મુખ્ય વિષયો આ પ્રમાણે હતા. લોક, અલક, જીવાદિ નવતત્વ, ઉત્તમ, પુરુષ, ચારગતિ, માતા-પિતા તથા ગુરુજનેની ભકિત, નિર્વાણ સાધના, ૧૮ પાપ પ્રવૃત્તિયોનો પરિચય અને તેમનાથી નિવૃત્તિ, અસ્તિ-નાસ્તિત્વવાદ, શુભાશુભકર્મફળ તથા સર્વથા કર્મક્ષય થવાથી મુક્તિ થાય છે. વિગેરે. નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવગતિના ચાર-ચાર કારણે, આગાર તથા અનગાર ધર્મને પરિચય શ્રવણ કરીને કેટલાકનું આગાર ધર્મનું (પ્રવજ્યા) ગ્રહણ કરવું અને ત્યારબાદ કૃણિક વિ.નું સ્વસ્થાન ગમન કરવું વિ. આ પ્રમાણે સમવસરણનું વર્ણન આપેલ છે.
તત્પશ્ચાત્ ગણધર ગૌતમને શારીરિક તેમજ આધ્યાત્મિક પરિચય આપે છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યા છે. અસંચન યાવત્ એકાંત સુપ્ત જીવોને પાપકર્મોનું આગમન, મેહબંધની સાથે વેદનાને બંધ, અસંયતની દેવગતિ, વ્યતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ વિ. વિ. નું પ્રતિપાદન છે–તેમજ અનિચ્છાએ પણ બ્રહ્મચર્યનું પાલન કરનાર સ્ત્રીઓની વ્યન્તર દેવોમાં ઉત્પત્તિ, અગ્નિહોત્રી યાવત કંÇત્યાગીઓ (શરીરે ચળ આવે છતાં નહિ ખંજવાળનારાઓ)ની તિષી દેમાં ઉત્પત્તિ અને તેમની સ્થિતિ, કાન્દપિક યાવત્ નૃત્યરુચિવાળા શ્રમણોની વૈમાનિકમાં ઉત્પત્તિ અને તેમની સ્થિતિ. પરિવ્રાજકની બ્રહ્મલોકમાં ઉત્પત્તિ, આઠ બ્રાહ્મણ પરિવ્રાજકના નામ, ષટશાસ્ત્રોના નામ, સાંખ્યશાસ્ત્ર તથા અન્યગ્રંથ, પરિવ્રાજકની સંક્ષેપમાં આચારસંહિતા આદિનું વર્ણન છે.
અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય કંપિલપુરથી પુરિમતાલ નગર તરફ જઈ રહ્યા હતા. ભયંકર અટવી (જંગલ) માં રસ્તો ભૂલી જવાથી રખડી પડ્યા. બધા પરિવ્રાજકને તૃષાતુર બની વ્યાકુળ થઈ ગયા. પાણીનું જળાશય હોવા છતાં પાછું આપનાર નહિ હોવાથી અને અદત્તાદાનની (વણદીધેલું નહિ લેવાની) પ્રતિજ્ઞા હોવાથી પાણી ગ્રહણ કર્યું નહિ અને ગંગાનદીની ધગધગતી રેતી પર પાદપોપગમન સંલેખના કરી સમાધિમરણ પ્રાપ્ત કર્યું. અંબડ પરિવ્રાજકની સાધના, તેમણે કરેલ કપિલપુરમાં વક્રિય લક્વિનું પ્રદર્શન, અવધિજ્ઞાન, આગરધર્મની આરાધના, અબડનું દઢ સમ્યકત્વ, અને અંતે સમાધિમરણ દ્વારા બ્રહ્મલેક (પાંચમા દેવલોક)માં ઉ૫રિ ત્યાંથી ચવીને મહાવિદેહમાં જન્મ થશે. ત્યાં તેનું નામ
૨૩૦.
તત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org