________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નિશીથ ચૂર્ણ અનુસાર દષ્ટિવાદમાં દ્રવ્યાનુયેગ, ચરણાનુયોગ, ધમનુગ અને ગણિતાનુયોગનું કથન હોવાથી છેદસૂત્રોની જેમ આને પણ ઉત્તમ શ્રત કહેવામાં આવ્યું છે. ત્રણ વર્ષના પ્રજિત સાધુને નિશીથ, પાંચ વર્ષના પ્રત્રજિત સાધુને કહ૫ અને વ્યવહારને ઉપદેશ આપવો એમ બતાવ્યું છે. પરંતુ દષ્ટિવાદના ઉપદેશ માટે તે વીસ વર્ષની પ્રવજ્યા આવશ્યક માનવામાં આવી છે. બૃહત્ક૯૫ નિર્યુકિતમાં લખ્યું છે કે તુચ્છ સ્વભાવવાળી, અત્યન્ત અભિમાની, ચંચળ ઇન્દ્રિવાળી અને મન્દ બદ્વિવાળી બધી સ્ત્રીઓને દષ્ટિવાદ ભણવાન નિષેધ છે. * આ કથનનું શું રહસ્ય છે તે ચિન્તકે માટે વિચારણીય છે.
ઉપાંગ-સૂત્ર
૧-ઔપપાતિક સૂત્ર પપાતિક સત્ર નવાડમયનું પ્રથમ ઉપાંગ છે. અગમાં જે સ્થાન આચારાંગનું છે તે જ સ્થાન ઉપાંગમાં પપાતિકનું છે. તેના ૨ અધ્યાય છે. પહેલાનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉ૫પાત છે. બીજા અધ્યાયમાં ઉપપાત સંબંધી અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે તેથી એવું અનુમાન થાય છે કે ઉપપાત જન્મ દેવ અને નારકીઓના જન્મ અથવા સિદ્ધિગમનનું પ્રસ્તુત આગમમાં વર્ણન હોવાથી આનું નામ "પાતિક પડયું હોવું જોઈએ. વિન્ટરનીજે ( અંગ્રેજ લેખક) ઔપપાતિકની જગ્યાએ ઉપપાદિક અને પ્રવેશ કર્યો છે.
આ અંગમાં પ્રારંભ અંશ ગદ્યરૂપે અને અન્તિમ અંશ પધરૂપે છે. મધ્યભાગમાં ગદ્ય-પદ્યનું સમિશ્રણ છે. પરંતુ સળંગ જોતાં આ સૂત્રને અધિકાંશ ગદ્યાત્મક છે. આમાં ૪૩ સુત્રો છે. આમાં એક બાજુ રાજનૈતિક, સામાજિક તથા નાગરિક તો (ઘટનાઓ ) વર્ણવ્યા છે તે બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક તથ્થાનું પણ પ્રતિપાદન
આગમની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં જે વિષયે ચર્ચવામાં આવ્યા છે તે વિષયનું પૂર્ણ વિવેચન કરવામાં આવ્યું છે. અન્ય આગમોમાં– અંગસૂત્રોમાં પણ આમાં આપેલ વર્ણનનો હવાલો આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના પગના અંગુઠાથી તે મસ્તકની શિખા સુધી સમસ્ત અંગોપાંગનું આટલું વિશદ સ્પષ્ટ વર્ણન અન્ય કઈ પણ આગમમાં નથી. ભગવાન મહાવીરની શરીર - સંપદાને સમજવા માટે આ જ એકમાત્ર આધારભૂત આગમ છે. ભગવાનના સમવસરણનું સજીવ ચિત્રણ આમાં કર્યું છે અને ભગવાની મહત્વપૂર્ણ ઉપદેશ વિધિ પણ આમાં સુરક્ષિત છે.
ચંપા તે યુગની એક પ્રસિદ્ધ નગરી હતી. તે ધનધાન્ય આદિથી સમૃદ્ધ અને મનુષ્યથી આકીર્ણ (વ્યાપ્ત) હતી. તે નગરીનું આમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાંના રાજમાર્ગો સુંદર જ નહિ, અતિસુન્દર હતા. અને તે હાથી, ઘોડા, રથ અને પાલખીઓથી ધમધમતા રહેતા હતા. તેની ઉત્તર-પૂર્વમાં પુરાતન અને સુપ્રસિદ્ધ એવું એક પ્રભદ્ર નામનું ચૈત્ય હતું. જેમાં અનેક પ્રકારના વૃક્ષે પત્ર-પુષ્પ અને ફળથી લચેલાં હતા, અને તેમની ઉપર અનેક પ્રકારના પક્ષીઓ ક્રીડા કરતાં હતાં. વિવિધ લતાઓથી તે વૃક્ષો પરિવેષ્ટિત હતાં.
તે ચંપાનગરીમાં બંસારનો પુત્ર રાજા કૃણિક રાજ્ય કરતો હતો. તે કુલીન, રાજલક્ષણથી સંપન્ન, રાજ્યારૂઢ થયેલ, વિપુલ ભવન-શયન-આસન-યાન-વાહન, કોઠાગાર-રાજ્યભંડાર વિ. ને અધિપતિ હતો. તેને સર્વાગ સુંદર ૧. બૃહત્કલ્પ ભાષ્ય પૃ. ૪૦૪ ૨. બૃહત્કલ્પ નિર્યુકિતે પુ. ૧૪૬. ૩. આ ચંપાનગરી હાલમાં ભાગલપુર (બિહાર)ની સમીપે અવસ્થિત હોવાનું મનાય છે. કનિઘમે (અંગ્રેજ લેખક) લખ્યું છે કે ભાગલપુરથી ઠીક ૨૪ : માઇલ ઉપર પત્થરઘાટ છે. તેની આસપાસ ચંપાની અવસ્થિતિ હોવી જોઇએ. તેની પાસે પશ્ચિમ તરફ એક મેટુ' ગામ છે જેને ચંપાનગ કહે છે અને એક નાનું ગામ છે જેને ચંપાપુર કહે છે. સંભવ છે કે આ બન્ને પ્રાચીન રાજધાની ચંપાનું સ્થાન હોય. કલ્યાણવિજયજીના મતે
આ સ્થાને ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. વિશેષ માટે જુઓ ભગવાન મહાવીર : એક અનુશીલન (લેખક કૃત) ૪. કુણિક અને પ્રેણિકના તુલનાત્મક પરિચય માટે જુઓ ‘ભગવાન મહાવીર : એક અનુશીલન'
આગમસાર દોહન Jain Education International
૨૨૯ www.jainelibrary.org
For Private & Personal Use Only