SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જમાહિદ સમૃતિગ્રંથ ? સમવાયાંગ તથા નંદીમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા એમ દષ્ટિવાદના પાંચ વિભાગ બતાવ્યા છે. તેમના વિભિન્ન ભેદ-પ્રભેદનું વિવરણ પ્રસ્તુત કરતાં બતાવ્યું છે કે પ્રથમ વિભાગમાં લિપિવિજ્ઞાન અને સર્વાગપૂર્ણ ગણિતવિદ્યાનું વિવેચન હતું. બીજા વિભાગમાં છિન્ન છેદય, અછિન્નઇનય, ત્રિકનય, ચતુર્નયની પરિપાટીઓનું વિસ્તારથી વિવેચન હતું. તેમાં એમ પણ બતાવ્યું છે કે પ્રથમ અને એથી આ બે પરિપાટી નિગ્રંથોની હતી અને અછિન્ન છેદનય તેમજ ત્રિકનયની પરિપાટીએ આજીવિકા મતવાદીઓની હતી. ત્રીજા વિભાગમાં ૧૪ પૂની વિસ્તારથી ચર્ચા વિચારણા હતી. પ્રથમ ઉત્પાદપૂર્વમાં સંપૂર્ણ દ્રવ્ય અને પયાની પ્રરૂપણું ઉત્પાદની દષ્ટિએ કરવામાં આવી હતી. આ પૂર્વનું પદ પરિમાણ એક કેટી પદનું હતું. બીજા અગ્રાયણીય પૂર્વમાં બધા દ્રવ્ય, પર્યાય અને જીવવિશેષના અગ્ર-પરિમાણનું વર્ણન હતું. આનું પદ પરિમાણ ૬૯ લાખ પદનું હતું. ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં સકમ અને નિષ્કર્મ, જીવ અને અજીવની વીર્યશકિત વિશેષનું વર્ણન હતું. આની પદસંખ્યા ૭૦ લાખની હતી. ચોથા અરિતનાસ્તિ પ્રવાદ પૂર્વમાં વસ્તુઓના અસ્તિત્વ અને નાસ્તિત્વના વર્ણનની સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનું અસ્તિત્વ અને આકાશપુષ્પ વગેરેના નાસ્તિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રત્યેક દ્રવ્યના સ્વસ્વરૂપથી અસ્તિત્વ અને પરસ્વરૂપથી નાસ્તિત્વનું પણ પ્રતિપાદન હતું. આનું પદ પરિમાણ ૬૦ લાખનું હતું. પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વમાં મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવળના ભેદ-પ્રભેદનું વિસ્તારથી વિવેચન હતું. આની ૫દ-સંખ્યા એક કરોડની હતી. છઠા સત્યપ્રવાદ પૂર્વમાં સત્યવચનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હતું. તેમજ તેના પ્રતિપક્ષી રૂપ ઉપર પણ સવિસ્તર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આમાં ૧ કરોડ અને છ હજાર ૫દ હતા. સાતમાં આત્મપ્રવાદ પૂર્વમાં આત્માનું સ્વરૂપ તથા તેની વ્યાપકતા, જ્ઞાતૃત્વ અને ભકતૃત્વ સંબંધી વિવેચન અનેક નાની દષ્ટિએ કરવામાં આવ્યું હતું. આ પૂર્વમાં ૨૬ કરેડ પદ હતા. આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આદિ આઠ કર્મોની પ્રકૃતિઓ, સ્થિતિઓ તેમજ તેમના પરિણામ તથા બંધના ભેદ-પ્રભેદનું વિસ્તારથી નિરૂપણ હતું. આ પૂર્વમાં એક કરોડ એંસી હજાર પદ હતા. નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાં પ્રત્યાખ્યાન અને તેમના ભેદ-પ્રભેદનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેમાં આચાર સંબંધી નિયમે પણ હતા. આમાં ૮૪ લાખ પદ હતા. દસમા વિઘાનપ્રવાદ પૂર્વમાં અતિશય શકિતસંપન્ન વિદ્યાઓ, ઉપવિદ્યાઓ અને તેમની સાધનાની વિધિનું નિરૂપણ હતું. આમાં અંગુષ્ઠ પ્રશ્નાદિ ૭૦૦ લઘુવિદ્યાઓ, રોહિણી વગેરે ૫૦૦ મહાવિદ્યાઓ, અન્તરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, સ્વપ્ન, લક્ષણ, વ્યંજન અને છિન્ન આ આઠ મહાન નિમિત્તો વડે ભવિષ્યને જાણવાની વિધિનું વર્ણન હતું. આ પૂર્વમાં ૧ કરેડ અને ૮૦ લાખ પદ હતા. અગિયારમા અવશ્યપૂર્વમાં જ્ઞાન, તપ વગેરે સહૂને શુભ ફળ આપનારા અને પ્રમાદ-કષાય આદિ અસત્કૃત્યોને અશુભ ફળ આપનારા બતાવી શુભાશુભ કર્મોના ફળ નિશ્ચિત રૂપથી મળે છે, તે કદી નિષ્ફળ જતા નથી એમ પ્રતિપાદન કર્યું છે. તેથી આ પૂર્વનું નામ અવધ્યપૂર્વ હતું. આની પદસંખ્યા ૨૬ કરોડની હતી. દિગંબર મતાનુસાર આ અગિયારમા પૂર્વનું નામ કલ્યાણવાદ પૂર્વ હતું, જેમાં તીર્થકર, ચક્રવતી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના ગભવતરણનો ઉત્સવ, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરનારી ૧૬ ભાવનાઓ તથા તપનું વર્ણન અને ચન્દ્ર- સૂર્યના ગ્રહણ તથા ગ્રહ-નક્ષત્રના પ્રભાવ, શકુન અને તેમના શુભાશુભ ફળનું વર્ણન હતું. આ પૂર્વની પદસંખ્યા ૨૬ કરોડ હતી. બારમાં પ્રાણાયુ પૂર્વમાં આયુષ્ય અને પ્રાણના ભેદ-પ્રભેદનું વિસ્તારથી નિરૂપણ હતું. આની પદસંખ્યા ૧ કરોડ ૫૬ લાખ હતી. દિગંબર મતાનુસાર આ પૂર્વમાં કાયચિકિત્સા આદિ અષ્ટાંગ આયુર્વેદ, ભૂતિકર્મ, જાંગુલિ, પ્રક્રમ, સાધક વગેરે આયુર્વેદના ભેદ, ઈડા, પિંગલા, સુષુમ્મા આદિ પ્રાણ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના ભેદ-પ્રભેદ, દશ પ્રાણ, દ્રવ્ય, દ્રવ્યના ઉપકાર અને અપકાર આદિનું વર્ણન કરવામાં આવ્યું હતું. આની પદસંખ્યા ૧૩ કરોડ હતી. તેરમા ક્રિયાવિશાલપૂર્વમાં સંગીત -શાસ્ત્ર, છન્દ, અલંકાર, પુરુષની ૭૨ કળાઓ, સ્ત્રીઓની ૬૪ કળાઓ, ૮૪ પ્રકારના શિલ્પ, વિજ્ઞાન, ગર્ભ અવધારણુ આદિ ક્રિયાઓનું સમ્યગ્દર્શન, મુનિચંદન, નિત્યનિયમ તથા આધ્યાત્મિક ચિન્તન આદિ લૌકિક તથા લેકોત્તર બધી ક્રિયાઓનું વિસ્તારથી વિલેષણ હતું. શ્વેતાંબર અને દિગંબર બને ૧. દિટ્ટિવાએ? સે સમાસ પંચવિહે પણતે. સંજહા પરિકમ્મ, સુત્તાઇ, વગએ, આણુગે, ચૂલિયા. (નંદીસૂત્ર) ૨. પઢમં ઉપાયપુ, તન્થ સબૂદવાણે પજજવાણું ય ઉપાયભાવમંગીકાઉં પર્ણવણા કયા! (નંદીચૂણિ) આગમસાર દેહન Jain Education International ૨૨૭ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy