SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ દુખવિપાકના દશે અધ્યયનમાં પાપનું કટુ પરિણામ બતાવ્યું છે અને એવો સંદેશ આપ્યો છે કે પાપના પરિણામને સમજીને તેનાથી બચવાનો પ્રયત્ન કરવું જોઈએ. બીજા શ્રતસ્કધમાં સુખના વિપાકનું સુમધુર ફળ બતાવ્યું છે. આના પ્રથમ અધ્યયનમાં સુબાહકુમારનું વર્ણન છે. હસ્તિ શીર્ષ નામનું નગર હતું, ત્યારે રાજા અદીનશત્રુ હતો. તેની ધારણી નામની રાણીથી સુબાહકુમારનો જન્મ થયો હતો. ભ. મહાવીરનો ઉપદેશ શ્રવણ કરીને સુબાહુકુમારે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. સુબાહુનું દિવ્ય-ભવ્યરૂપ અને ઋદ્ધિ-સમૃદ્ધિ જોઈને ગણધર શૈતમે ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે સુબાહુએ એવું કયું દાનાદિ સત્કૃત્ય કર્યું છે કે જેને લીધે ૨ ઋદ્ધિ તેને પ્રાપ્ત થઈ છે? ભગવાને કહ્યું- પૂર્વભવમાં એક માસની તપસ્યાના પારણામાં અત્યન્ત ઉદા૨ ભાવનાથી દાન કર્યું હતું. જેને કારણે આવી ઋધિ તેને પ્રાપ્ત થઈ છે. કેટલાક વર્ષો પછી સુબાહુકુમારે ભ. મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી દેવ થયા. ત્યાંથી એવી મનુષ્યભવ ધારણ કરીને મુકત થશે. 'આજ પ્રમાણે બીજા અધ્યયનમાં ભદ્રનંદી, ત્રીજા અધ્યયનમાં સુજાતકુમાર, ચોથા અધ્યયનમાં સુવાસવકુમાર, પાંચમા અધ્યયનમાં જિનદાસ, છઠા અધ્યયનમાં ધનપતિ વૈશ્રમણકુમાર, સાતમા માં મહાબલ, આઠમામાં ભદ્રનન્દીકુમાર, નવમામાં મહાચંદ્રિકુમાર અને દસમામાં વરદાકુમારનું વર્ણન છે. આ બધા રાજકુમાર હતા. આ બધાએ તપસ્વી મુનિને પવિત્ર ભાવનાથી નિર્દોષ આહારદાન આપ્યું હતું. તે કારણે તેમને અપાર સુખ, ઐશ્વર્ય, રૂપ વગેરે પ્રાપ્ત થયા હતા. આ બધા અન્તમાં ઉત્તમ કુળમાં જન્મ ગ્રહણ કરી સાધના દ્વારા મુકિતને પ્રાપ્ત કરશે. આ દશ અધ્યયનમાંથી સુબાહુકુમાર વગેરે કેટલાક જીવો તો ૧૫ ભવ કરીને મોક્ષે જશે અને કેટલાક જીએ તો તેજ ભવે મોક્ષ પ્રાપ્ત કર્યું. - વિપકસૂત્રમાં આવેલા બધા પાત્ર ઐતિહાસિક હોય એવી વાત નથી. તેમાં કેટલાક પૌરાણિક અને પ્રાગૈતિહાસિક છે. દુખવિપાકના બધા કથાનકમાં હિંસા, ચોરી અને અબ્રહ્મના કટુ પરિણામેનું દિગ્દર્શન કરાવ્યું છે. પરન્ત અસત્ય અને મહાપરિગ્રહના પરિણામોની કથા આમાં આવી નથી. એ જ પ્રમાણે સુખવિપાકમાં દાનના ફળનું દિગ્દર્શન છે પરંતુ અન્ય શીલાદિ ધર્મોના આરાધનના ફળનો આમાં નિર્દેશ નથી, જ્યારે નંદી અને સમવાયમાં ઉલ્લેખ છે કે પ્રસ્તુત (વિપાક) આગમમાં અસત્ય અને પરિગ્રહ વૃત્તિના પરિણામની પણ ચર્ચા છે. ૧૨ – દૃષ્ટિવાદ દૃષ્ટિવાદ બારમું અંગ છે. તેમાં જગતના બધા દર્શને તથા નનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમાં સમ્યકત્વ આદિ દષ્ટિએ-દર્શનનું વિવેચન કરવામાં આવ્યું હોય તે દૃષ્ટિવાદ છે. ૨ દષ્ટિવાદને લેપ થઈ ગયેલ છે. તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. એમ માનવામાં આવે છે કે ભગવાન મહાવીરના ૧૭૦ વર્ષ પછી શ્રુતકેવલી ભદ્રબાહ થયા. તેમના સ્વર્ગગમન પછી દષ્ટિવાદને ધીમે ધીમે લેપ થવા લાગે અને વિરનિવણ સંવત ૧૦૦૦ માં તે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયે. એમ કહેવાય છે કે દેવદ્ધિગણી ક્ષમા-શ્રમણના સ્વર્ગ ગમન પછી તે શબ્દરૂપે તે પૂર્ણતયા નષ્ટ થઈ ગયે પરંતુ અર્થરૂપે કેટલેક અંશ સુરક્ષિત રહી ગયો. કાણુગમાં દષ્ટિવાદ, હેતુવાદ; ભૂતવાદ, તથ્યવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિચય અથવા ભાષાવિજય, પૂર્વગત, અનુગગત અને સર્વ પ્રાણ-ભૂત-જીવ-સર્વ સુખાવહ એમ દશ નામ દષ્ટિવાદના ઉપલબ્ધ થાય છે.* ૧. દષ્ટયો દર્શનાનિ નયા વા ઉચ્ચને, અભિધીયને પન્તિ વા અવતરન્તિ યત્રાસી દષ્ટિવાદો, દષ્ટિપાતો વા! પ્રવચન પુરુષસ્ય દ્વાદશાંગે - સ્થાનાંગ વૃત્તિ ઠા. ૪, ઉ. ૧ ૨. દષ્ટિદર્શન સમ્યકત્વાદિ, વદન વાદો. દષ્ટિનાં વાદો દષ્ટિવાદ: –પ્રવચન સારોદ્ધાર દ્વારા ૧૪૪. ૩. ગેયમા! બુદીર્ણ ભારહે વાસે ઇમીસે એસસ્પિણીએ મર્મ એગે વાસસહસ્સ પુવષ્ણુએ અણુસજિસઇ. – ભગવતીસૂત્ર શતક ૨૦ ઉ. ૮ સૂ. ૬૭૭, સુત્તાગમ પૃ. ૮૦૪ ૪. દિટિવાયરસર્ણ દસ નામધિજજા પણત્તા! તંજહા, દિટિઠવાએઇવા, હેતુવાએઇ વા, ભૂયવાયેઇવા, તાવાએઇવા, સમ્માવાએઇવા, ધમ્માવાએઇવા, ભાસાવિયેઇવા, પુવંગએઇવા, અણુ ઓગણએઇવા, સવ્વ પાણભૂયજીવસ સુહાવહેઇ વા - સ્થાનાંગ સૂત્ર ઠા. ૧૦. ૨૨૬ તત્ત્વદર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy