________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
જેના ફળસ્વરૂપે તે ચોથી નરકમાં ગયા અને ત્યાંથી નીકળી વૈશ્ય સુભદ્રની પત્ની ભદ્રાની કૂખે ઉત્પન્ન થયે. માટે થતાં સપ્ત વ્યસન સેવવા લાગ્યા. સુદર્શના નામક વેશ્યા સાથે તે પ્રેમ કરતો હતો. પ્રધાનમંત્રી સુષેણું પણ તે વેશ્યા. ઉપર અનુરકત હતા તેથી સુષેણે એક વખત તેને વેશ્યા સાથે જોતાં કૃપિત થયે તેથી તેની આજ્ઞાથી પૂર્વકૃત કને કારણે તે બંનેની આ સ્થિતિ થઈ છે. આવી જ રીતે હિંસકવૃત્તિ તેમજ દુરાચારને કારણે તે અનેક જન્મમાં દુઃખ પામશે.
પાંચમા અધ્યયનમાં બૃહસ્પતિની કથા છે. બૃહસ્પતિદત્ત કેસાબીના સોમદત્ત પુરેડિતનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહેશ્વરદત્ત નામને પુરોહિત હતા. તે રાજાના બળવૃદ્ધિ હેતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને શુદ્રાના બાળકોને મારી નરમેધ યજ્ઞ કરતો હતું, જેથી તે મરીને પાંચમી નરકમાં ગયા અને ત્યાંથી નીકળીને આ બૃહસ્પતિદત્ત થયો છે. રાજકુમારને તેના ઉપર ઘણે અનુરાગ હતો તેથી રાજાના મૃત્યુ પછી તે રાજપુરહિત બન્યું. રાજાની રાણી ઉપર આ અનુરકત થયે જેથી રાજાએ તેને મૃત્યુદંડ આપે. આ પ્રમાણે પૂર્વકૃત પાપોને કારણે તે અનેક જન્મે સુધી દુઃખ પામશે.
- છઠા અધ્યયનમાં નંદીવર્ધનની કથા છે. તે શ્રીરામ રાજાને પુત્ર હતો. પૂર્વભવમાં તે કઈ રાજાને ત્યાં કોટવાલ (નગરરક્ષક) હતું. તે અપરાધીઓને અત્યધિક ક્રૂર દંડ આપી આનંદને અનુભવ કરતો હતો. ત્યાંથી મરીને તે છઠી નરકમાં ગયા અને ત્યાંથી નીકળીને રાજાનો પુત્ર નંદીવર્ધન થયો. નંદીવર્ધને પોતાના પિતાને મારી રાજ્ય લેવા ઈચ્છયું અને આ ષડયંત્રમાં તેણે એક હજામને સહયોગ લીધે. પરંતુ કામ પૂરું થવાના સમય પહેલાં જ રહસ્ય ખુલ્લું પડી જવાથી રાજાએ કેપિત થઈને નંદીવર્ધનને પ્રાણુદંડની સજા કરી. પૂર્વકૃત કર્મોને કારણે અનેક જન્મ સુધી આને દુઃખ ભેગવવું પડશે. તેથી અપરાધીને પણ કઠેર ચિત્તથી દંડ ન આપવું જોઈએ.
સાતમા અધ્યયનમાં ઉંબરદત્તની કથા છે. તે સાગરદત્ત સાર્થવાહનો પુત્ર હતો. પૂર્વભવમાં તે એક કુશળ વૈદ્ય હતે. આયુર્વેદ ચિકિત્સામાં નિષ્ણાત હતે. તે રોગી માણસોને મઘ, માંસ, મત્સ્યલક્ષણને ઉપદેશ આપતા હતા. જેના ફળસ્વરૂપે તે છઠી નરકમાં ઉત્પન્ન થયે અને ત્યાંથી મરીને અહીં ઉંબરદાના નામથી ઉત્પન્ન થયે છે. દુરાચારના સેવનથી અને પૂર્વકૃત કમને લીધે આના શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ અહીંથી મરીને અનેક જન્મો સુધી દુઃખ ભેગવશે.
આઠમા અધ્યયનમાં શૌર્યદત્તની કથા છે. શૌર્યદત્ત સમુદ્રદત્ત નામના એક માછીમારો પુત્ર હતું. તે પૂર્વભવમાં કેઈ રાજાને ત્યાં રઈયાનું કામ કરતો હતો. તે અનેક પ્રકારના પશુ- પક્ષી અને મત્સ્ય વગેરેનું માંસ તૈયાર કરીપકાવી રાજાને ખવરાવત તેમજ પોતે પણ આનંદવિભોર બનીને ખાતે હતો. જેના પરિણામે તે મરીને છઠી નરકમાં ઉત્પન થયા અને ત્યાંથી નીકળીને આ શૌર્યદો થયો છે. એક દિવસ તે માછલી તળીને ખાઈ રહ્યો હતો ત્યાં માછલીને કાંટે તેના ગળામાં ખેંચી ગયે. અનેક પ્રયત્ન કરવા છતાં ય તે નીકળે નહિ. હવે તે વેદનાથી અત્યન્ત કષ્ટ પામતે આયુષ્ય પૂર્ણ કરી અનેક જન્મમાં દુઃખ ભોગવશે.
નવમા અધ્યયનમાં દેવદત્તાની કથા છે. તે દત્ત નામના એક ગૃહપતિની કન્યા હતી. સમણુદરા રાજાના પુત્ર કસનંદી સાથે તેનું પાણિગ્રહણ થયું હતું. કસનંદી પોતાની માતાને પરમ ભકત હતા. તે તેલ વગેરેથી માલીસ કરી પિતાની માની સેવાશ8ષા કરતો હતો, પરન્ત દેવદત્તાને આ વાત પસંદ ન હતી, તેથી તેણીએ રાત્રિમાં ભરનિદ્રામાં સુતેલી પિતાની સાસુને મારી નાખી. તેથી રાજાએ તેને વધ કરવાની આજ્ઞા આપી. આ પ્રમાણે પૂર્વકૃત કર્મોને કારણે તે અનેક જન્મ સુધી દારુણ વેદનાને અનુભવ કરશે.
દશમા અધ્યયનમાં અંજુશ્રીની કથા છે. અંજુશ્રી ધનદેવ સાર્થવાહની કન્યા હતી. વિજય નામના રાજાની સાથે તેનું પાણિગ્રહણ થયું. ગુપ્તસ્થાન પર ભયંકર શૂળરોગ પેદા થવાથી તેને અપાર કષ્ટ થયું. વિવિધ ઉપચાર કરવા છતાંય શાંતિ ન થઈ. ગૌતમે જ્યારે તેની અસ્થિપિંજર સમાન કાયા જોઈ ત્યારે ભગવાન પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે પૂર્વભવમાં આ વેશ્યા હતી. પાપના ફળસ્વરૂપે આ જન્મમાં આ કષ્ટ ભેગવી રહી છે. આ રીતે અનેક જન્મો સુધી દારુણ દુખને અનુભવ કરે પડશે.
આગમસાર દેહન
૨૨૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only