SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ પુજ્ય ગુરુદેવ કવિવર્યાં પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પાંચમા અધ્યયનમાં અપરિગ્રહનું નિરૂપણ છે. ધન, સોંપત્તિ, ભેગસામગ્રી વગેરે કાઈપણ પ્રકારની વસ્તુઓને મમત્વપૂક સંગ્રહ કરવા તે પરિગ્રઢ છે. ‘પરિગ્રહ' એ શબ્દોથી બનેલેા છે. પરિગ્રહ=પરિગ્રહ, ‘પરિ’નેા અર્થ છે સંપૂર્ણપણે અને ‘ગ્રહ’ને અર્થ છે ગ્રહણ કરવું. કાઇપણ વસ્તુને સમગ્રતાથી-મૂર્ચ્છ અને મમતાબુદ્ધિથી ગ્રહણ કરવું. તે પગ્રિહ છે. જૈનદર્શનની માન્યતા એ છે કે અપરિગ્રહના અર્થ વસ્તુના અભાવ નહિ પરંતુ મમતાના અભાવ એજ અપરિગ્રહ છે. કોઈપણ વસ્તુમાં ભલે તે નાની હાય કે મેાટી, જડ હેાય કે ચેતન, ખાદ્ય અથવા આભ્યન્તર તેમાં આસકિત રાખવી, તેમાં અંધાઈ જવુ, તેની પાછળ પડી પેાતાને વિવેક ગુમાવી દેવે!–આ બધુ પરિગ્રહના અમાં સમાવિષ્ટ થાય છે. પૂર્ણ અપરિગ્રહી સાધકને માટે તે દાંત, શ્રૃંગ, કાચ, પત્થર તથા ચ વગેરેના પાત્ર, તેમજ સચેત ફળ, ફૂલ, કદમૂળ વિગેરે ગ્રતુણુ કરવાના નિષેધ કરવામાં આવ્યેા છે. અપરિગ્રહી સાધક ભેાજન માટે પણ હિંસા કરતા નથી. તે શરીરરક્ષા તેમજ ધર્મસાધના માટે જે વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરે છે તે નિ`મત્વભાવથી જ ગ્રહણ કરે છે અને તેને ઉપયાગ કરે છે. આ વ્રતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છે. (૧) પ્રથમ ભાવના-શ્રેત્રેન્દ્રિય સવરરૂપ શબ્દ ભાવના છે. કયારેક કોઈ સ્તુતિ-પ્રશંસા કરે મધુર ખેલે અથવા કડવુ બેલે ત્યારે સાધક મનને એવી રીતે કેળવે કે જેથી શબ્દો પ્રત્યે ન તે વિષ્કૃષ્ટ થાય. ન તે રાગ કરે કે ન દ્વેષ કરે. (૨) બીજી ભાવના– ચર્ઝાન્દ્રિય સવરૂપ નિગ્રહ ભાવના છે. સાધકની સામે ગમે તેવી સુન્દર કે અસુન્દર વસ્તુ આવે તેને તે સ્થિતપ્રજ્ઞની જેમ જુએ. ન તે મનમાં રાગ કરે, ન દ્વેષ કરે. તેમજ વાણીથી તેની ન તે નિદા કરે કે ન સ્તુતિ કરે. પરંતુ મધ્યસ્થભાવ સાધી સમભાવપૂર્વક ચક્ષુરિન્દ્રિયના સંયમ કરે. અથવા નિન્દા કરે, આકૃષ્ટ થાય કે ન (૩) ત્રીજી ઘ્રાણેન્દ્રિય સવરભાવના છે. પ્રાણના અર્થ નાક છે. નાકના સ્વભાવ છે ગ ંધનુ જ્ઞાન કરવું. જે ગધ મનને મધુર, મેહક અને પ્યારી લાગે છે તે સુગ ંધ કહેવાય છે અને જે અપ્રિય અને અણુગમતી લાગે છે તે દુર્ગંધ કહેવાય છે. સુગધવાળી કે દુર્ગ ધવાળી વસ્તુ સામે આવે તે પણ મનને રાગ-દ્વેષથી લેપાવા ન દે અને એવી તાલીમ આપે કે જેથી સમભાવની સ્થિતિમાં રહી શકે. (૪) ચાથી રસનેન્દ્રિય સવરભાવના છે. રસનેન્દ્રિય-જીભના એ કાર્ય છે. – ચાખવુ અને ખેલવુ. આ ઇન્દ્રિય ખેલીને પશુ સુખ-દુઃખ આપે છે અને ખાઇને પણ જેમ ગાડી ચલાવવા માટે પૈડાંમાં તેલ ઉંઘવુ પડે છે કે જેથી ગાડી ખરાખર સરળ રીતે ચાલ્યા કરે. જેમ ઘાને રૂઝવવા માટે મલમ લગાડવા પડે છે તેવીજ રીતે શરીરને સારી રીતે ચલાવવા માટે આહારની જરૂર પડે છે. તેથી જે કઈ નીરસ અથવા સરસ ભેાજન મળે તેને અસ્વાદ ભાવથી ગ્રહણ કરે છતાં પ્રસન્નતા ચિત્તની નવિલાય તે તે રસનેન્દ્રિયને વિજય અને સંવર થયા કહેવાય. તેમજ વાણી પણ વિવેકયુકત ખેલે. – (૫) પાંચમી સ્પર્શનેન્દ્રિય સવરભાવના છે. – પ્રતિદિન શરીરને ઠંડા, ગરમ, હળવા, ભારે, રૂક્ષ, કામળ સ્પર્શીનેા અનુભવ થાય છે. આ ભાવનામાં સાધક મનને એવા પ્રકારની તાલીમ આપે છે કે આ ઠંડા, ગરમ, કામળ જે કંઇ સ્પર્શી થાય છે તે બધા શરીરને થાય છે. તેમાં તટસ્થ તથા સમાધિસ્થ રહેવાને અભ્યાસ કરે. મનને દરેક પ્રકારના પમાં સમ અને રાગ-દ્વેષથી અલગ રાખે. આ પ્રમાણે આ આગમમાં પાંચ સવારમાં ૨૫ ચારિત્રની ભાવનાએ બતાવી છે. ભાવનાઓના ચિન્તન-મનન અને જીવનમાં પુન: પુન: પ્રયાગ કરવાથી સાધકને ત્યાગમય, તપેામય તથા અનાસકત જીવન જીવવાની શિક્ષા પ્રાપ્ત થાય છે અને સંચમના મહાપથ ઉપર સમ્યક પ્રકારે ચાલવામાં સરળતા થાય છે. આશ્રવ અને સંવરનું નિરૂપણુ આગમ સાહિત્યમાં અનેક સ્થળે થયુ છે પરંતુ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જે વિસ્તારથી વિશ્લેષણ કરવામા આવ્યુ છે તે અદ્ભુત અને અપ્રતિમ છે. આવુ વર્ણન ખીજા કોઈ પણ આગમ સાહિત્યમાં ઉપલબ્ધ નથી. પ્રસ્તુત આગમની આ જ વિશેષતા છે. ૨૨૨ Jain Education International For Private Personal Use Only તત્ત્વઃન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy