________________
'પૂજ્ય ગુરૂદેવ કવિવ્રય પં. નાનrદ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
દુષિત બનાવે છે. સંવિભાગ નહિ કરનારને મુક્તિ મળતી નથી. અસંવિભાગ શ્રમણ પાપક્ષમણ છે તેથી શ્રમણે હંમેશા સંવિભાગ-સમાન વહેંચવાની વૃત્તિ તથા સંસ્કાર જાગૃત કરવા માટે આ ભાવનાનું ચિંતન કરતા રહેવું જોઈએ. (૫) પાંચમી ભાવના સાધમિકમાં વિનયકરણ ભાવના સમિતિ છે. સાધર્મિક અર્થ “સમાનધર્મ તથા સમાન
ય છે. શ્રમણ-શ્રમણના જે ધર્મ, નિયમ, મર્યાદા તથા આચાર સમાન હોય છે તેથી તેઓ પરસ્પર સાધર્મિક કહેવાય છે. સાધર્મિક પ્રત્યે સન્માનની ભાવના રાખવાનું માધ્યમ વિનય છે. વિનય દ્વારા બધાના હૃદય પ્રેમસૂત્રમાં બંધાઈ જાય છે. આ ભાવનામાં માનસિક વાતાવરણ એવું બનાવવું જોઈએ કે જેમાં સેવા, સહયોગ, સ્નેહ અને વિનયના ફૂલ સદા ખિલતા રહે અને મહેકતા રહે.
ચોથા અધ્યયનમાં બ્રહ્મચર્યનું વિશ્લેષણ છે. બ્રહાચર્ય સ્વયંમાંજ એક મોટી આધ્યાત્મિક શકિત છે. આધ્યાત્મિક સ્વાચ્ય છે, જેથી માનવસમાજ પૂર્ણ સુખ અને શાંતિને પ્રાપ્ત કરે છે. બ્રહ્મચર્યનો મહિમા અને ગરિમાનું વર્ણન કરતાં ભગવાને ‘ઉત્તમ ખંભે ભગવન્ત કહ્યું છે. મુનિમાં જેમ તીર્થકર શ્રેષ્ઠ છે તેવી જ રીતે વ્રતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. તે વ્રતને મુગટમણિ છે. બ્રહ્મચર્યનો અર્થ છે બધી ઇન્દ્રિય અને સંપૂર્ણ વિકારે ઉપર અધિકાર – અંકુશ મેળવે. બ્રહ્મચર્યથી તેજ, ધૃતિ, સાહસ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આ વ્રતની પાંચ ભાવનાઓ છે
(૧) પ્રથમ ભાવના છે. અસંસકતવાસ વસતિ ભાવના- જ્યાં-જ્યાં જે-જે કારણેથી બ્રહ્મચર્ય માં દુષણ અને સ્કૂલનાઓ થવાની સંભાવનાઓ છે તે--તે કારણો, સ્થાને અને પ્રસંગેનું વર્જન (ત્યાગ) કરતા રહેવું એજ આ ભાવનાઓનું મુખ્ય લક્ષ્ય છે. વાતાવરણથી મન પ્રભાવિત થાય છે તેથી મનને બ્રહ્મચર્યમાં સ્થિર રાખવા માટે આ આવશ્યક છે કે ચંચળતા-અસ્થિરતા ઉત્પન્ન કરનારી વાતે તેમજ મેહપૂર્ણ કામોત્તેજક વાતાવરણ જ્યાં હોય ત્યાં સાધકે ન રહેવું જોઈએ. આ ભાવનામાં સ્ત્રી સંસર્ગ યુકત આવાસ ત્યાજ્ય બતાવેલ છે.
(૨) બીજી ભાવના સ્ત્રીકથા વિરતિ છે. સાધુ પિતાનું ચિંતન સ્ત્રીકથાથી વિરમી ધર્મકથા તરફ વળે છે. (૩) ત્રીજી ભાવના સ્ત્રીરૂપ નિરીક્ષણ વિરતિ છે. સ્ત્રીના રૂપને કામુક દ્રષ્ટિથી જેવું, તેના ઉપર આસક્ત થવું,
નેતા રહેવાનો પ્રયત્ન કરવો અને સૌંદર્યની પ્રશંસા કરવી તે રાગનું કારણ અને ચારિત્રને દૂષિત કરનારૂં છે. જે મધ્યાહ્નના સૂર્યની સામે જોવાથી આંખે ચકાચોંધ થઈ જાય છે તેવી જ રીતે સ્ત્રીના સૌંદર્યને કામુકદષ્ટિથી જવાથી આંખો પણ ચકાધ થઈ જાય છે – અંજાઈ જાય છે તેથી મનમાં બ્રહ્મચર્યના સંસ્કારો સુદઢ બનાવવા અત્યાવશ્યક છે. સાધક સ્ત્રીના સંદર્ય અને સ્ત્રીના અંગ-પ્રત્યંગ વગેરે તરફ દષ્ટિપાત ન કરે.
(૪) ચેથી ભાવના છે. પૂર્વરત-પૂર્વક્રીડિત વિરતિ શ્રમણ પિતાના ગૃહસ્થ જીવનમાં પોતાની પત્ની, પ્રેયસી અથવા અન્ય કોઈ સ્ત્રીની સાથે કામક્રીડા કરી હોય, મધુર પ્રેમાલાપ કર્યો હોય, તેના શરીરના વિવિધ અંગેને સ્પર્શ કર્યો હોય; આ બધાનું સ્મરણ કરે તે તેની સ્મૃતિ તાજી થઈ જશે અને વિકાર ઉત્પન્ન થશે. તેથી પૂર્વ જીવનમાં ભગવેલા કામભોગ રૂપી સર્પ જે સ્મૃતિઓમાં મૂર્ણિત થઈને છુપાયેલું છે તે વિચારોની ગરમી મળતાંજ પુનઃ ચૈતન્ય અને ગતિશીલ ન થઈ જાય તે માટે એવા સંસ્કારે પાડવા કે જેથી મૃતિ નિજાનંદમાં વિલીન થઈ જાય.
(૫) પાંચમી ભાવના – પ્રણીતઆહાર વિરતિ સમિતિ છે. બ્રહ્મચર્યની સાધનામાં બાહ્ય શુદ્ધ વાતાવરણ જેટલું આવશ્યક છે તેટલો જ આહારને સંયમ. આહારનો મન ઉપર ખૂબ ઊડે અને શીધ્ર પ્રભાવ પડે છે. તેથી ભેજન સાદું તેમજ શુદ્ધ કરવું જોઈએ. પ્રણીત આહારની પાછળ બે દૃષ્ટિઓ છે. ઘી, મસાલાથી ભરપૂર ભારે ગરિષ્ઠ ભોજન
મજ અધિક પ્રમાણમાં ભેજન કરવું. આ બંને વાત પ્રણીત આહારમાં સમાવિષ્ટ થાય છે. આ બન્ને બાબતો બ્રહ્મચર્ય માટે ઘાતક છે. પ્રણીત આહારથી શરીરમાં રસ, રક્ત આદિ ઉત્તેજના પામે છે અને વિકારોની વૃદ્ધિ થાય છે. ગરિષ્ઠ ભારે ભેજનથી આળસ આવે છે, પ્રમાદ વધે છે અને મનમાં રાક્ષસી વૃત્તિઓ જાગૃત થાય છે. તેથી સાધક મનમાં એવી ભાવના વિચારે કે શરીરને ટેકો આપવા શરીર ક્ષીણ ન થાય. કારણ કે આનાથી આત્માનું કાર્ય સાધવું છે, તે માટે ભોજન લેવાનું છે, પણ પુષ્ટ કરવા માટે નહિ. આ ભાવનાથી ભોજન પ્રત્યેની આસકિત તૂટે છે અને સંયમવૃત્તિ સુદઢ બને છે.
lar આગમસાર દેહન
૨૨૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only