________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનઅદ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તે એવી વાત કહેવા ઇચ્છે છે કે જેથી સાંભળનારા જોરથી હસી પડે. તે જૂઠ પશુ ખેલે છે. અતિશયેાકિત પણ કરે છે. વિષક અથવા ભાંડની જેમ કુચેષ્ટા કરીને વિવિધ પ્રકારના અવાજો કરે છે- વિવિધ ખેલી ખેલે છે. આ બધા આચરણે ત્યાજય છે કારણ કે જેની પણ મશ્કરી - મજાક ઉડાડવામાં આવે છે તેના હૃદયમાં આઘાત – ચાટ પહોંચે છે. તેથી સાધક સતત સાવધાન રહીને પોતાની અંદર એવા સસ્કાર જાગૃત કરે કે જેથી વાણીમાં હાસ્યના પ્રયોગ ન થાય. તેમજ અસત્ય વચન પણ ન મેલે. પરંતુ હ ંમેશા વાણીને સયત અને ગંભીર રાખીને એલે.
ત્રીજા અધ્યયનમાં અચૌર્ય ઉપર પ્રકાશ પાડચા છે. અચૌય અહિંસા અને સત્યનુજ રૂપ છે. જેમ છુપાઇને અથવા ખળજબરીથી કેાઈ વ્યકિતની વસ્તુ અથવા ધન હરણુ કરવુ તે ચારી છે તેવીજ રીતે અન્યાયપૂર્વક કોઇ વ્યકિત, સમાજ અથવા શષ્ટ્રના અધિકાર છીનવી લે તે પણ ચારીજ છે. સાધક મન, વચન અને કર્મથી ન તે કોઈની ચારી કરે છે, ન ખીજા પાસે ચારી કરાવે છે કે, ન કોઇ ચારી કરતા હોય તેને અનુમેદે છે. અહિંસા અને સત્યને અચૌની સાથે ગાઢ સબંધ છે. અહિ`સાથી મનમાં કરુણાની ભાવના દૃઢ અને પુષ્ટ થાય છે. સત્યથી સાહસ તથા અભયનિષ્ઠા જાગૃત થાય છે તે અચૌર્યથી મનની અસીમ આકાંક્ષા અને અપાર તૃષ્ણા ઉપર અંકુશ રહે છે. હિંસામાં ક્રૂરતા મુખ્યપણે હાય છે, જ્યારે ચેરીમાં તૃષ્ણાની મુખ્યતા હાય છે. કાઈ પણ સુન્દર વસ્તુ જોઈને તસ્કરના મનમાં ઇચ્છા થાય છે કે હું આને કેવી રીતે પ્રાપ્ત કરું? તેના મનમાં ચંચળતા આવે છે અને ચેનકેન પ્રકારેણ તે વસ્તુને પ્રાપ્ત કરે છે. આ સૂત્રમાં ચારીની એ પરિભાષાઓ પ્રાપ્ત થાય છે - (૧) અર્થહરણ ચારી અને (ર) અધિકારહરણુ ચારી. આ વ્રતની પાંચ ભાવનાઓ છે. ——
(૧) નિમિત્તવાસ સમિતિ ભાવના- જે સ્થાન પ્રાશુક હાય, કાઇને પીડાકારી ન હાય, જ્યાં સ્ત્રીઓનું આવાગમન થતુ ન હેાય, જ્યાં રહેવાથી સાધુના આચારમાં કોઇ સ્ખલના થવાની સંભાવના ન હેાય અને જ્યાં કાઇ પણ પ્રકારના આરંભ સમાર ંભ કરવા ન પડે એવા સ્થાનમાં સાધકે આવાસ કરવા જોઇએ. શ્રમણ એમ ચિન્તવન કરે કે હું અનગાર છું. સાપ જેમ ઉંદરના બનાવેલા બિલમાં રહે છે તેવીજ રીતે મારે પરકૃત-બીજાના બનાવેલા નિર્દોષ મકાનામાં જ રહેવું જોઇએ. સદી, ગરમી અને વર્ષાઋતુમાં અગવડતા પડે ત્યારે એમ વિચારકરે કે આ ક્ષણિક છે. મારે હ ંમેશ માટે તે અહી રહેવાનું નથી. મારું જીવન તા સરિતાની જેમ ગતિશીલ છે. આજે અહી તે કાલે ખીજે. એક જગ્યાએ તે સ્થિર થઇ કાયમ રહેવાનું નથી. મારે તે મારા તાની રક્ષા કરવી છે. આ પ્રમાણે ચિંતન કરી તે પેાતાની ભાવનાને સુદૃઢ બનાવે છે.
(૨) ખીજી ભાવના અનુજ્ઞાત સસ્તારક ગ્રહણુરૂપ અવગ્રહ સમિતિ છે. આવાસસ્થાનની ચિંતાથી મુકત થયા પછી શ્રમણુની સામે ખીજી ચિંતા પથારી–પાગરણુ અથવા સસ્તારકની હોય છે. શ્રમણ વણુદીધેલી કોઇ પણ વસ્તુ ગ્રહણ કરી શકતા નથી. જો શય્યા-સસ્તારક અનુકૂળ ન મળે તે પણ તે મનમાં ખેદ ન કરે. તે એમ જ ચિંતવન કરે કે પૃથ્વી એજ સુંદર સેજ છે, તે પુષ્પશય્યા સમાન જ છે, અને પેાતાની ભુજા એજ મુલાયમ તકિયા-એશિકું છે. આ પ્રમાણે વિચારી મનમાં સમાધિ રાખે,
(૩) ત્રીજી ભાવના શય્યાસ...સ્તારક પરિક–વનારૂપ શય્યાસમિતિ છે. આ ભાવના ઉપરોકત અને ભાવનાઓનુ સમ્મિલિતરૂપ છે. શ્રમણ જે મકાનમાં રહે તે જો હવા-ઉજાશવાળું ન હોય, ભાંગ્યુ.-તૂટયું હાય, મચ્છર વગેરે હાય તે પશુ પોતાની સુખ-સગવડ ખાતર તેની મરમ્મત-દુરસ્તી કરાવવાના વિચાર પણ કરે. પથારી-શય્યાના સબ ંધમાં પણ આ જ વાત છે. જ્યાં હિંસા છે ત્યાં ચારી પણ છે, કારણ કે જે જીવેાના પ્રાણ લેવાઇ રહ્યા છે તેમની તે માટે અનુમતિ તા પ્રાપ્ત કરી નથી. પરપ્રાણહરણુ પરધનહરણ કરતાં પણ મેાટી ચારી છે. આ પ્રમાણે મનને સમતાયેગમાં તમેાળ બનાવી—તેમાં રસમસ કરી શય્યા પરિકર્મની વર્જના કરતે પેાતાના ચાસ્ત્રિને નિર્મળ રાખે.
(૪) ચેાથી ભાવના અનુજ્ઞાતભકતા િભેજનલક્ષણા સાધારણ પિદ્મપાતલાલ સમિતિ છે. આવાસ અને શય્યા પછી ભેાજન આવે છે. આ ભાવના ભાવતા શ્રમણ જે કઇ આહારની પ્રાપ્તિ થાય તેને એકલા ભાગવવાની ઈચ્છા ન કરે અને ન તો તેને સંતાડીને રાખે. તેમ કરવુ તે સઘ તથા આચાર્યની ચારી છે. આમ કરવાથી સંઘ અને સાધિમ કાના અધિકારના લેપ થાય છે. સંઘમાં અવિશ્વાસ અને અપ્રીતિ વધે છે. જે એકલેા-એકલેા ખાય છે તે પેાતાના ચારિત્રને
૨૨૦
Jain Education International
For Private Personal Use Only
તત્ત્વદર્શીન www.jainelibrary.org