________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રેટા
રાગદ્વેષરહિત ભાવનાથી યતનાપૂર્વક ગ્રહણ કરે. જે સાધક આ પ્રમાણે નિયમોનું પાલન કરતાં-કરતાં સંયમ અને તપ સહિત જીવનયાપન કરે છે તે આરાધક છે.
બીજા અધ્યયનમાં સત્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વસ્તુનું યથાર્થ જ્ઞાન અને ભાષણ એ જ સત્ય છે. સત્ય અહિંસાનું જ એક વિરાટ રૂપ છે. સત્યને વ્યવહાર માત્ર વાણીથી જ થતો નથી. અપિતુ તેનું મૂળ ઉદ્દગમ સ્થાન મન જ છે. જેવું જોયું હોય, જેવું સાંભળ્યું હોય, જેવું અનુમાન કર્યું હોય તેવું જ વાણીથી કથન કરવું અને મનમાં ધારણ કરવું-વિચારવું એ જ સત્ય છે. સત્ય કેમળ તથા મધુર હોવું જોઈએ કે જેથી તે વાણી દ્વારા પ્રાણીઓનું હિત થાય જેનાથી મનમાં કષ્ટ થાય છે તે સત્ય હોવા છતાં પણ સત્ય નથી તેથી સત્ય “શિર્વ-સુંદર હોવું જોઈએ. ભગવાન મહાવીરે સત્યને ભગવાન કહેલ છે. સત્યવાદી ન સમુદ્રમાં ડુબે છે, ન અગ્નિમાં બળે છે, વિટમાં વિકટ પરિસ્થિતિમાં પણ તે સુરક્ષિત રહે છે. તે દેવ-દાનવ અને માનવ દ્વારા વંદનીય છે. સત્યવાદી શ્રમણે માટે ભાષા સંબંધી જ્ઞાન આવશ્યક છે જેથી તેઓ નામસત્ય, રૂપસત્ય, સ્થાપના સત્ય જેવા ભેદની યથાર્થતા વાસ્તવિકતાને જાણ શકે. કારણકે તે વ્યવહાર દષ્ટિએ સત્ય માનવામાં આવે છે. સત્યધર્મની રક્ષા માટે પાંચ ભાવનાઓ બતાવી છે. તે આ પ્રમાણે છે –
પ્રથમ ભાવના અનુચિત્ય સમિતિરૂ૫ છે. ગુરુ દ્વારા મૃષાવાદ વિરમણ- સત્ય વચન પ્રવૃત્તિરૂપ સંવરના પ્રજનને સાંભળી, તેના રહસ્યને જાણી સંશયયુકત તથા ઉતાવળો - ઉતાવળ ન બેલે, કટુવચન ન બોલે, ચંચળતાથી ન બોલે. પરંતુ ચિન્તનપૂર્વક વિચારીને વિવેકથી બોલે.
બીજી ભાવના ધનિગ્રહ-શાંતિરૂપ છે. સાધક કોધ ન કરે કારણ કે કેવી માનવ રૌદ્રરૂપ પરિણામોને વશીભૂત થઈને મિથ્યા લે છે. એક બીજાની ચાડી ખાય છે અને વૈર વિરોધ પેદા કરે છે. તે સ
સર્વત્ર તિરસ્કારને પાત્ર બને છે તેથી કેધ કર ઉચિત નથી. ક્ષમાભાવની સુરસરિતામાં નિમગ્ન રહેનાર ડૂબકી મારનાર સાધક સદા આનંદનો અનુભવ કરે છે.
ત્રીજી ભાવના ભવિજયરૂપ નિલભ ભાવના છે. કે ધની જેમ લેભ પણ સત્યનો શત્રુ છે. કોઇ ષાત્મકવૃત્તિ છે તે લેભ રાગાત્મકવૃત્તિ છે. જેવી રીતે સહરશ્મિ સૂર્ય ઉપર વાદળાં છવાઈ જવાથી તેનો પ્રકાશ મંદ પડી જાય છે અને કયારેક કયારેક કાબી ઘટા આવી જવાથી અંધકાર પણ થઈ જાય છે તેમ બુદ્ધિ રૂપી સૂર્ય ઉપર કાધ અને લાભની ઘટાઓ છવાતાં વિવેકને પ્રકાશ લમ થઈ જાય છે અને મનમાં અવિવેકનો અધિકાર વ્યાપી જાય છે. બિલાડી જેમ દૂધ પીવાની લાલચમાં માથા ઉપર પડનારી લાકડીને જેતી નથી તેમ લોભને કારણે આવનારી વિપત્તિઓને માનવ જતા નથી. તે અનેક વિપત્તિઓને સહન કરે છે. સત્યનો સાધક સતત એમ ચિંતવે છે કે આ ખાન-પાન, વસ્ત્ર અને મકાન કે જેના ઉપર હું લુબ્ધ થઈ રહ્યો છે, જેમની મમતામાં હું પાગલ થઈ રહ્યો છે, જેમના લોભનું પૂર મને તાવની જેમ પીડી રહ્યું છે, આ બધી સંપત્તિ તે વિપત્તિ છે, સાચી સંપત્તિ તે આત્મશાંતિ છે. આ ભાવના દ્વારા સાધક લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી અપૂર્વ ઉલાસ અને નિસ્પૃહતાને અનુભવ કરે છે. - ચોથી ભાવના - ભયવર્જનરૂપ ધર્યયુકત અભયભાવના છે. લેભ જેમ એક પ્રકારના મીઠા ઠગ જે છે કારણ કે તે સાધકના જીવનરસને છાનું - છાનું ચૂસે છે, જયારે ભય એ કડવા ઠગ જેવું છે. ભયથી મન આતંકિત, દુર્બળ અને વ્યાકુળ બની જાય છે. ભય જીવનને અંધકારમાં ધકેલનાર અને મનોબળને ક્ષીણ કરનાર છે. ભયભીત માનવી ક્યારેય પણ સત્ય બોલી શકતો નથી. તેથી સાધક હંમેશા ભયથી દૂર રહે છે; તે એમ ચિતવન કરે છે કે- જ્ઞાન, દર્શન, ચારિત્ર જેવી અમૂલ્ય નિધિ મારી પાસે છે. વિવેક, વિચાર, સંતોષ તથા સર્વ જેવા પરમ સ્નેહી મિત્ર મારા સહાયક છે તો પછી મને ડર કઈ વાતને છે? આ પ્રમાણે ચિન્તન-મનન અને નિદિધ્યાસન કરવાથી નિર્ભયતાના સંસ્કારો મનમાં દઢ થાય છે અને તે પૈર્ય યુકત અભયભાવના દ્વારા આત્માને ભાવિત કરે છે.
પાંચમી ભાવના - હાસ્યમુકિત વચન સંયમરૂપ છે, હાસ્ય એ સત્યનો શત્રુ છે. સત્યસાધક એક-એક વચનના ઊંડાણમાં ડૂબીને ગહરાઈથી ચિન્તનને પ્રયોગ કરે છે, જેમાં વિવેકની તે ચમક હોય છે પરંતુ હસી-મજાક જેવું આછકલાપણું કે છીછરાપણું હેતું નથી. હાંસી-મજાકમાં બેલનાર વ્યકિત શબ્દોને વિવેકપૂર્વક ચુનાવ કરતું નથી. તે
આગમસાર દોહન
Jain Education Intematon
For Private & Personal Use Only
- ૨૧૯ www.jainen Stary.org