________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પરિગ્રહી આ જીવનમાં પણ દુઃખી થાય છે અને પરલોકમાં પણ દુઃખી થાય છે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કેસમસ્ત દુખોને દૂર કરનારી આ જિનવાણીરૂપી ઔષધિ – વચનામૃત વીતરાગનાં પરમશાંતરસથી ભરપૂર બધાંને વિના મૂલ્ય આપવામાં આવે છે છતાં પણ જો તેનું સેવન કરતા નથી અને અમદા કન્ટેને ભગવી રહ્યાં છે. એ જ સૌથી મોટું આશ્ચર્ય છે!
બીજા મૃતકન્દમાં પાંચ ધર્મ દ્વાર-સંવરદ્વારનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ
બીજા મૃતકના પ્રથમ અધ્યયનમાં અહિંસાનું વિશ્લેષણ છે. અહિંસાના નિર્વાણ, નિવૃત્તિ, સમાધિ, શકિત, કીર્તિ, કાન્તિ, દયા, વિમુકિત, અભય આદિ ૬૦ નામ બતાવ્યાં છે. હિંસાનું લક્ષણ છે–પ્રમાદ અથવા કષાયવશ કઈ પણ પ્રાણીના પ્રાણેને મન, વચન અને કાયાથી પીડા ઉપજાવવી. તેથી અહિંસાનું લક્ષણ થશે કે કોઈ પણ જીવને કઈ પણ પ્રકારે પીડા ન પહોંચાડવી. ફકત બાધાપીડા પહોંચાડવી નહિ એટલું જ નહિ પણ તેને માટે કઈ પણ પ્રકારની અનુમતિ આપવી તે પણ હિંસા જ છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કેઈ પણ પ્રકારે પ્રાણીઓને કષ્ટ-પીડા-સંતાપ ન આપવા તેજ અહિંસા છે. અહિંસા અને હિંસાની આધારભૂમિ મુખ્યપણે ભાવના છે. મનમાં હિંસા હોય અને બહાર અહિંસા હોય તે પણ તે હિંસા જ છે. જે મનમાં પવિત્ર ભાવનાઓના ઝરણું વહેતા હોય, વિવેક પ્રબુદ્ધ હોય તે બહાર હિંસા પ્રતીત હોવા છતાં પણ અહિંસા છે. અંતરમાનસમાં દ્વેષ ધૃણ તથા અપકારની ભાવનાને અભાવ હોય અને પ્રેમ, કરુણા તથા કલ્યાણ ભાવનાને સાગર ઉછળી રહ્યો હોય તે શિક્ષા માટે યાચિત દંડ આપ, તાડન કરવું, રોગનિવારણ માટે કડવી દવા આપવી, જીવન સુધારવા માટે પ્રાયશ્ચિત આપવું તે હિંસા નથી. મનમાં મેલી ભાવના હોય અથવા સંક૯પપૂર્વક પિતાના નિમિત્તે કઈ બીજાના મનમાં દુર્ભાવના ઉત્પન્ન કરી હોય તે તે હિંસા છે. આનું નિવારણ સમતા, વિવેક અને ઉપયોગથી કરવું તે અહિંસા છે.
અહિંસક સાધકનાં મન, વાણી તથા જીવનના કણ-કણમાં અહિંસાનો સ્વર ગૂંજતો રહે છે. તેના ચિત્તમાં અહિંસાની નિર્મળ ગંગા પ્રવાહિત થતી રહે છે. તેના ભાષણમાં દયાનો મધુર ૨સ વરસતે રહે છે અને તેની પ્રત્યેક શારીરિક પ્રવૃત્તિમાં અહિંસાનો સુમધુર રણકાર ઝંકૃત થાય છે. તે અહિંસા ભગવતીની બ્રહ્મ સમાન ઉપાસના કરે છે. જેવી રીતે પક્ષીઓ માટે અનંત આકાશ અને નૈકા માટે સમુદ્ર આધારરૂપ છે તેવી જ રીતે સમસ્ત જી માટે અહિંસા આધાર છે. તે ક્ષેમં કરી છે. તીર્થ કરો દ્વારા સુદષ્ટ છે અને વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા અનુપાલિત તથા ઉપદિષ્ટ છે. અહિંસાના રક્ષણાર્થે આહારશુદ્ધિ આવશ્યક છે. છકાયના જીવોની રક્ષા માટે શુદ્ધ આહારની ગવેષણુને આમાં ઉપદેશ આપવામાં આવ્યું છે. શ્રમણે કઈ વિધિએ આહારની ગવેષણ કરવી જોઈએ તેના ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો છે. જે આહાર કૃત, કારિત ન હોય, કયદોષથી રહિત હોય, ઉગમ, ઉત્પાત તથા એષણુ દેષથી દૂષિત ન હોય પરન્ત નવકેટિએ શુદ્ધ હોય તેવો આહાર શ્રમણ માટે ગ્રાહ્ય છે. મંત્ર-મૂળ-ભૈષજય-સ્વપ્નફળ અને ક્ષતિષ વગેરે બતાવી લેવામાં આવેલો આહાર અગ્રાહ્ય છે. અહિંસાના વ્રતની રક્ષા માટે પાંચ ભાવનાઓ બતાવવામાં આવી છે.
પ્રથમ ભાવનામાં ત્રસ અને સ્થાવર જીની રક્ષા હેતુ જેઈને ચાલવું- તેને ઈયસમિતિ કહે છે. બીજી ભાવના મન સમિતિ છે, તેમાં અશુભ તથા અધાર્મિક વિચાર ન કરવાનું કહ્યું છે. ત્રીજી ભાવના વાસમિતિની છે, જેમાં સાવધભાષાને પ્રયોગ ન કરવાનું પ્રતિપાદન કર્યું છે. જેથી ભાવના એષણ સમિતિની છે જેમાં ભિક્ષાની ગષણ માટે શ્રમણને એવો નિર્દેશ કર્યો છે કે તે અનેક ઘરમાંથી છેડી–ડી ભિક્ષા ગ્રહણ કરે, ગુરુની સમક્ષ તેની આલોચના કરે અને અપ્રમત્ત થઈને શુભાગનું ચિન્તન કરે. ત્યાર પછી બધા શ્રમણોને નિમંત્રણ આપી મૂછ રહિત થઈને માત્ર સાધના હેતુ પ્રાણધારણ કરવાની દષ્ટિએ આહાર ગ્રહણ કરે. પાંચમી આદાન નિક્ષેપણા-સમિતિમાં પીઠ, ફલગ અને શયા સંસ્મારક, વસ્ત્ર, પાત્ર-કંબલ, દંડ, રજોહરણ, ચિલપટ્ટો, મુખવસ્ત્રિકા અને પગ લૂછવાનું કપડું વગેરે ઉપકરણોને ૧. પંચમ આદાન નિકમેવાણ સમિઇ પીઢ ફલેગ સિજજા સંથારગવલ્વપત્ત કંબલ- દંડગયહરણોલપટ્ટગ મુહપત્તિગ પાયપુંછણાદી
- શ્રી પ્રશ્ન વ્યાકરણ ૨૧ ૨૩. Jain Education International Lain 296 International
For Private & Personal Use Only For Private & Personal Use Only
તત્વદર્શન
www.jainerary.org