________________
પત્ર ગુરુદેવ કવિવય ૫. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
અને કામની દૃષ્ટિએ સપ્રોજન અથવા નિપ્રયજન હિંસા કરે છે. તે હિંસા ભલે સ્થાનક, ચિત્ય, મંદિર, મઠ, યજ્ઞાદિ કાર્યો માટે કરવામાં આવે તે પણ હિંસા તે હિંસા જ છે. ધર્મ માટે પણ કરાતી હિંસા કદી પણ અહિંસા થઈ શકતી નથી. તે તે અર્થ અને કામને નિમિત્તે કરાતી હિંસાની જેમ અધર્મ જ છે. આમાં પ્રાણવધ આદિ હિંસાના ૩૦ નામે બતાવ્યા છે.
બીજા અધ્યયનમાં અસત્યને ભયંકર અવિશ્વાસકારક બતાવતા તેના ૩૦ નામનો ઉલ્લેખ કર્યો છે. ધાર્મિક દષ્ટિએ જ અસત્ય ત્યાજ્ય છે એવી વાત નથી, પરન્ત વ્યાવહારિક દૃષ્ટિએ પણ અસત્યને મહાપાપ ગયું છે. અસત્ય બોલનારને સંસારમાં કઈ વિશ્વાસ કરતું નથી. તે મેક્ષરૂપી કલ્પવૃક્ષને કાપનાર કુહાડી સમાન છે. જે વચનના ઉચ્ચારણથી પણ જીના અન્તમનસમાં પીડા પહોંચે તે અસત્ય છે. કષાયવશ પ્રાણિને પીડા પહોંચાડનારું અસ–અપ્રશસ્ત વચન બોલવું તે પણ અસત્ય જ છે. અસત્યવાદી આ લેકમાં પણ અવિશ્વાસનું કારણ બને છે અને પરલેકમાં પણ તેને નરક, તિર્યંચ ગતિની અસહ્ય વેદના ભોગવવી પડે છે. મૃષાવાદિની ગણતરીમાં જુગારી, ગિરવી રાખનાર વેપારી, વસુ-ઓછું જોખનાર, ખાટા સિકકા પાડનાર, સ્વર્ણકાર, વસ્ત્રકાર, ચાડી ખાનાર, દલાલ, લોભી, સ્વાથી વગેરેના નામે પણ લીધાં છે. તેમજ નાસ્તિક, એકાન્તવાદી અને કુદર્શનવાદીઓને પણ મૃષાભાષી કહ્યાં છે.
ત્રીજા અધ્યયનમાં તસ્કર કૃત્ય-ચેરીને ચિન્તા અને ભયની જનની બતાવી છે. કોઈ પણ વ્યક્તિની કઈ વસ્તુ તેની અનુમતિ વિના ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. ચેરી માત્ર બીજાનું ધન કે પદાર્થ લેવામાં જ થતી નથી પરંતુ બીજાના અધિકાર, વિચાર અને ભાવોની પણ થાય છે. વિશ્વમાં જેટલા પણ પાપકૃત્યો છે તેમાં ભય સમાયેલું છે. પ્રારંભમાં જ્યારે માનવ પાપકૃત્ય કરે છે ત્યારે તેને એક પ્રકારને અવ્યકત ભય પ્રતીત થાય છે, પરંતુ ધીમે ધીમે અભ્યસ્ત થઈ જવાથી તેને ભયની પ્રતીતિ ભલે ન થાય પણ ભય તો રહે જ છે. આજે વિશ્વમાં અશાન્તિના કાળાં ડિબાંગ વાદળાંઓ ઉમડી-ઉડીને છવાઈ રહ્યાં છે. સબળ નિર્બળના અધિકારો છીનવી લેવા અને ઝાપટ મારવા ઈચ્છે છે તેના મૂળમાં સૅયવૃત્તિ-ચેરીની ભાવના જ કામ કરી રહી છે. તે વૃત્તિને કારણે જ માનવનું ચારિત્ર દિન-પ્રતિદિન અગામી બની રહ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે-અત્યધિક તૃષ્ણાવાળા, પરધન અને પારકી ભૂમિ પ્રત્યે આસકિત રાખનારા, પર રાષ્ટ્ર ઉપર અધિકાર કરવાની વૃત્તિથી આક્રમણ કરનારા, તેમજ અશ્વર, પશુર, દાસાર વગેરે બધા ઉપક્રમે તસ્કર પરિધિના ઘેરાવામાં આવે છે. તસ્કરેના ઉપક્રમે ઉપર વિસ્તારથી વિવેચન કરતાં તેમણે પરદ્રવ્યહારી, અનુકંપારહિત અને નિર્લજ બતાવ્યાં છે ચેરને ન તો આ લોકમાં શાંતિ મળે છે કે ન પલકમાં.
ચેથા અધ્યયનમાં મૈથુન-કુશીવને જરા-મરણ–રાગ, દ્વેષ, શેક તથા મેહને ઉત્પન્ન કરી વધારનાર બતાવેલ છે. મૈથુન અધર્મનું મૂળ; જીવનમાં મહાન દોની અભિવૃદ્ધિ કરનાર, આત્માના પતનનું જનક અને મોક્ષમાર્ગમાં વિશ્વરૂપ છે. આના અબ્રહ્મ આદિ ૩૦ નામે પ્રતિપાદિત કર્યો છે. તરસ લાગતાં જેમ કેરોસીન પીવાથી તરસ શાંત થતી નથી પરંતુ ઊટી તે વધુ ભડકે છે-ઉદ્દીપ્ત થાય છે, તે જ સ્થિતિ ભેગે ભોગવવાથી થાય છે. લાખો-કરોડો વર્ષ સુધી પણ ભેગો ભેગવવાથી દેવો તૃપ્ત થતાં નથી. મૈથુન આસકત પ્રાણી મહાન અનર્થ કાર્ય પણ કરી નાખે છે. સીતા, દ્રૌપદી રૂકમણી, પદ્માવતી, તારા, કંચના, સુભદ્રા, અહલ્યા, સુવર્ણ ગુલિકા, કિન્નરી, સુરૂપ, વિદ્યુમ્નતિ અને હિણી માટે કેટકેટલા ભયંકર સંગ્રામે થયા તે ઉપર શાસકારે પ્રકાશ પાડે છે. મિથુનના દારુણ દુઃખનું વિશ્લેષણ કરતાં શાસ્ત્રકારે ઈન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવાની પ્રબળ પ્રેરણા આપી છે.
પાંચમા અધ્યયનમાં પરિગ્રહને ઉલ્લેખ છે. પરિગ્રહના સંચય, ઉપચય, નિધાન, પિંડ, મહેચ્છા, ઉપકરણ, સંરક્ષણ, સંસ્તવ, આસકિત આ બધા પર્યાયવાચી નામે છે. આમાં વૃક્ષના બીના રૂપકના માધ્યમથી પરિગ્રહનું વર્ણન કર્યું છે. આમાં એમ બતાવ્યું છે કે ચારે જાતિના દેવ, દેવીઓ તેમજ કર્મભૂમિના ચક્રવતી સમ્રાટથી લઈને એક ભિખારી સુધીમાં પણ પરિગ્રહવૃત્તિ હોય છે. પરિગ્રહવૃત્તિને કારણે જ માનવી સેંકડે પ્રકારની શિલ્પાદિ કળાઓનું અધ્યયન કરે છે. પુરુષોની ૭૨ તથા સ્ત્રીઓની ૬૪ કળાઓનું શિક્ષણ લે છે. પરિગ્રહને કારણે જ હિંસા, જૂઠ, અદત્તહરણ વગેરે દુષ્કર્મો તેમજ ક્ષુધા-પિપાસા અને અપમાન આદિના વિવિધ કષ્ટને સહે છે. પરિગ્રહનું બંધન સૌથી મોટું બંધન છે.
આગમસાર દેહન Jain Education International
For Private & Personal Use Only
૨૧૭. www.jainelibrary.org