________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ્રય પં. નારદજી મહ ;રાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧૧-વિપાકસૂત્ર પ્રસ્તુત સૂત્ર દ્વાદશાંગીનું ૧૧મું અંગ છે. આ આગમમાં સુકૃત અને દુષ્કૃત કર્મોના વિપાકનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી આનું નામ વિપાકસૂત્ર છે. ઠાણાંગસૂત્રમાં આનું નામ કમ્મવિવાગદસા પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત આગમના બે શ્રતસ્કન્ધ છે, વીસ અધ્યયન, વીસ ઉદ્દેશકાળ, વીસ સમદેશનકાળ, સંખ્યાત પદ, સંખ્યાત અક્ષર, પરિમિત વાચનાએ, સંખ્યાત અનુગદ્વાર, સંખ્યાત વેઢા નામક છન્દ, સંખ્યાત ક, સંખ્યાત નિર્યુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિ છે. વર્તમાનમાં આ ૧૨૧૬ કલેક પરિમાણ છે.
કર્મસિદ્ધાન્ત એ જૈનદર્શનને એક મુખ્ય સિદ્ધાન્ત છે. તે સિદ્ધાન્તનું પ્રસ્તુત આગમમાં દાર્શનિક વિશ્લેષણ નહિ પરંતુ દષ્ટાંત વડે સમ્યક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દુષ્કર્મ કરનારી વ્યકિતઓના જીવનપ્રસંગનું વર્ણન છે. આ પ્રસંગે વાંચવાથી જ્ઞાત થાય છે કે પ્રત્યેક યુગમાં કેટલીક વ્યકિતઓ એવી થાય છે કે જે પોતાની ક્રૂર અને હિંસક મનોવૃત્તિને કારણે ભયંકરમાં ભયંકર અપરાધ કરે છે અને તે દુષ્કર્મના ફળસ્વરૂપે તેમને ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે. દ્વિતીય વિભાગમાં સુકૃત્ય કરનારી વ્યકિતઓના જીવન પ્રસંગે છે. જેમ છે રકમ કરનારી વ્યકિતઓ પ્રત્યેક યુગમાં મળે છે તેમ સુકૃત્ય કરનારી વ્યકિત પણ દરેક યુગમાં હોય છે. ભલાઈ અને બુરાઈ કે એક યુગવિશેષની દેણગી નથી. સારા અને ખરાબ લેકો પ્રત્યેક યુગમાં મળી આવે છે.
સ્થાનાંગસૂત્રમાં કર્મવિપાકના મુગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, મોહન, નંદીષેણ, શૌરિક, ઉદુંબર, સહસોદાહ, આમરક અને કુમાર લિચ્છવી એમ દશ અધ્યયને બતાવ્યા છે. આ નામ કઈ બીજી વાચનાના પ્રતીત થાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ દુખવિપાકમાં દશ અધ્યયનેના નામ આ પ્રમાણે મળે છે.- મૃગાપુત્ર, ઉજિઝતક, અભગ્નસેન, શકટકુમાર, બૃહસ્પતિદત્ત, નંદીષેણ, ઉદુંબરદત્તા, શૌર્ય, દેવદત્તા, અંજુશ્રી. પં. બેચરદાસ દેશીએ સ્થાનાંગમાં આવેલા નામની સાથે વર્તમાનમાં ઉપલબ્ધ નામનો સમન્વય આ પ્રમાણુ કર્યો છે.
ગોત્રાસ ઉજિકતકના કેઈ પૂર્વભવનું નામ છે. અંડના અભગ્નસેને પૂર્વભવમાં જે ઈડાને વ્યાપાર કર્યો હતે તેનું સૂચક હેવું જોઈએ. બ્રાહ્મણ (શાહન) નામને સંબંધ બ્રડસ્પતિદત્ત પુરોહિતની સાથે થઈ શકે છે. નંદીનું નામ નંદીવર્ધનના નામ ઉપરથી પ્રયુકત થયું છે. સહદાહ આમરકને સંબંધ રાજાની માતાને તપેલી શલાકા વડે મારી નાખનારી દેવદત્તાની સાથે મળતું આવે છે. કુમાર લિચ્છવીની જગ્યાએ અંજુશ્રી નામ આવ્યું છે. અંજુને જીવ પિતાના અન્તિમભવમાં કેઈ શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થશે. આ કારણે સંભવ છે કે કુમાર લિચ્છવી એવું નામ આપ્યું હોય. લિચ્છવીનો સંબંધ લિચ્છવીવંશ વિશેષથી છે.
સુખવિપાક આગમમાં દશ અધ્યયનના નામ આ પ્રમાણે છે.- સુબાહુકુમાર, ભદ્રનન્દી, સુજાતકુમાર, સુવાસવકુમાર, જિનદાસકુમાર (વૈશમણુકુમાર), ધનપતિ, મહાબલકુમાર, ભદ્રનન્દીકુમાર, મહાચંદ્રકુમાર અને વરદાકુમાર. નન્દી અને સ્થાનાંગમાં સુખવિપાકના અધ્યયનના નામ આપ્યા નથી.
પ્રથમ શ્રુતસ્કન્દના પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન છે. તે મૃગાવતીને પુત્ર હતો. જન્મથીજ આંધળે બહેરે, ભૂલે, લંગડો, ગૂગો અને વાત, પિત્ત, કફ વગેરે રોગોથી ઘેરાયેલું અને અત્યન્ત દુઃખી હતે. આને કેઈ જોઈ ન જાય તે માટે રાણી મૃગાવતીએ તેનું પાલનપોષણ સેંયરામાં રાખી કર્યું હતું, તે નગરીમાં એક જન્માંધ ભિખારી હતે. ગણધર ગૌતમે તે ભિખારીને જોઈ ભ. મહાવીરને પ્રશ્ન કર્યો--ભગવન્! શું કોઈ સ્ત્રીનું કઈ બાળક જન્મથી અંધ હોય છે? ભગવાને મૃગાપુત્રની વાત બતાવતા કહ્યું કે તે આંધળે જ નથી પણ બહેરે, લે અને લંગડે. તેમજ ગૂંગે પણ ૧ સમવાયાંગ પ્રકીર્ણ, સમવાય સૂત્ર ૯
(ખ) નંદી સૂત્ર ૯૧ (ગ) તત્વાર્થવાતિંક ૧૨૦ (ઘ) કસાય પાહુડ ભા. ૧ પૃ. ૧૩૨, ૨. ઠાણાંગ ૧૦/૧૧૦. ૩. જૈન સાહિત્યને બૃહદ ઇતિહાસ ભા. ૧ પૃ. ૨૬૩
- પ્રકાશક: પાર્શ્વનાથ વિઘકામ શેધસંસ્થાન, વારાણસી
આગમસાર દેહને Jain Education International
For Private & Personal Use Only
૨૨૩. www.jainelibrary.org