SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પુજ્ય ગુરૂદેવ કવિધા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ બ્રહ્મચર્ય સાધના માટે પણ શારીરિક શ્રમ કે કઠોર ક્રિયાએ જરૂરી છે. એક ઠેકાણે લખ્યું છે કે “મન પુત્ર મનુષ્યાળાં વારાં બંધ-મોક્ષયો:” મન જ મધ-મેાક્ષનુ કારણ છે. ગીતા પણ બતાવે છે કે “ ઇંદ્રિચાની અન તકાળની આદતે મનને પરાણે ખેંચીને પાડે છે. મન પડે એટલે કર્મસંગી ચેતન એની પાછળ પતન પામી જ જાય છે. આ બધાને સાર એ કે શરીર ઉપર એટલે કાબૂ તા મેળવી લેવા જ રહ્યા કે ભૂખ-તરસ ટાઢ–તાપ, હષ –શાક, જય-પરાજય, માન-અપમાન, સુખ-દુઃખ એ બધા વચ્ચે સમતા રહી શકે. પેાતાના ગુરુ દેવચંદ્રજી મહારાજનું જીવન આ દૃષ્ટિએ તેમને ખૂબ આકતુ. ગુરુજીને આવા ગુણા જાણે જન્મજાત હતા. જ્યારે આ શિષ્યને એ સિદ્ધિ હજુ મેળવવાની હતી. હા, નમ્રતાના ગુણુ અને વૈરાગ્ય એ એ સદ્ગુણાની સિદ્ધિ સ્વાભાવિક મળેલી. કાચૈામાં ‘સતશિષ્ય’તુ અને લેખનમાં દ: ‘ભિક્ષુ ’ એવું ઉપનામ કે તખલ્લુસ તેએ લખતા તેથી આવી સિદ્ધિ કઠણુ ને'તી. ८ સ્થાનકવાસી જૈના સળવળ્યા લીંબડી સંપ્રદાયમાં હવે ગુરુ દેવચદ્રજી મહારાજને સર્વોચ્ચ એવી આચાર્યની પદવી મળી હતી. તેઓ શાસ્ત્રપારંગત અને સંસ્કૃતજ્ઞ વિદ્વાન હતા, પણ વિદ્વતા કરતાંય તેમની નિખાલસતા સૌને એકસરખી આકર્ષતી. આથી આખા સંપ્રદાયના તેઓ આચાર્ય બન્યા હતા. માત્ર લીખડી સંપ્રદાયની જ નહીં; સૌરાષ્ટ્રના બધા જ સઘાડાઓનાં સાધુ-સાધ્વીએની એમના પ્રત્યે નજર હતી. જ્યારે ગુરુની નજર પેાતાના શિષ્ય ‘નાનચંદ્રજી' તરફ હતી. આમ મુનિશ્રી નાનચંદ્રજી તરફ જાણે આખા ચે સ્થાનકવાસી સમાજ આશામીટ માંડતા થયા હતા. આ વખતે તેઓનું ચામાસુ મારખીમાં થયુ હતું. સંવત ૧૯૬૪ની એ સાલ હતી. શેઠ અખાવીદ્યાસભાઈ ડાસાણી મારખીમાં સાધનસંપન્ન હતા. તેમણે એક દ્વિવસ એકાંતમાં મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામીને કહ્યું–“મારા જેવુ કામકાજ જરૂર બતાવજો.” મુનિશ્રી નાનચંદ્રજીના મનમાં કચ્છ-સૌરાષ્ટ્રના એ પ્રસંગેાથી જે ક્રાંતિખીજ વવાયુ હતુ, તેને તેએ સમાજવ્યાપી અનાવવા માગતા હતા. તેમને સ્પષ્ટ જણાયું હતુ કે, વ્યક્તિની અસર વ્યક્તિ સુધી ભલે ઊંડી પહોંચી જાય, પણ સમાજવ્યાપી હાડસસ્કાર મનાવવાનું કામ સંસ્થા વિના ન ખની શકે તેથી તેમણે તરત આ ડાક ઝડપી લીધી અને ખેલ્યા “ આજના જમાના સગનને છે. સગર્ટુન વિના જૈનધર્મને વિશ્વધર્મ હેાવાના દાવા કહેવા માત્રને રહ્યા છે. જે આખા જગતને સાંધનારા હતા, જ ફાટી ગયા છે. વર્તમાનકાળે રહેલા જૈનધર્મના ચાર ફિરકાઓમાં પ્રમાણમાં સ્થા. જૈન સમાજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પિછાની શકે તેવા છે એમ મને લાગે છે. એક વાર તે આખાયે સમાજને એકઠ કરી તેની વ્યવસ્થિત સંસ્થા સ્થાપવી જોઇએ.” અબાવીદાસભાઇ ડોસાણીએ આ ખેલ ઝીન્ની લીધે અને મેરખી સધને સમત કરાવી, મહારાજશ્રીની ઇચ્છાનુસાર ભારતભરના સ્થાનકવાસી સમાજને મેલાવી સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજને સાંકળનારી સંસ્થા સ્થપાવી દીધી. આ રીતે પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી અખિલ ભારતી સ્થા. જૈન કારન્સ” નામની સંસ્થા ઊભી થઈ. ધર્મપ્રાણ લેાંકાશાહના પુનરાગમનની જાણે કેમ તૈયારી થઇ ચૂકી હોય ! આ જ સાલમાં શ્રી અંબાવીદાસભાઈનેા જુવાન ભાણેજ ગુજરી જતાં, તેના સ્મરણાર્થે શ્રી અબાવીદાસભાઇના આર્થિક પ્રેત્સાહનથી જેની ખૂબ જરૂર હતી એવી સ્થાનકવાસી જૈન મેડિંગની પણ સ્થાપના કરાવી. ધર્મ પ્રાણ લાંકાશાહ અને પુરસ્કર્તા ધ પ્રાણ લેાંકાશાહ કાણુ અને શા માટે થયા? તે સમજવા જેવુ છે. જૈને શ્રમણાપાસક કહેવાય છે અને મૂળે જેનેામાં સાધુવના એ ભેદ્ર છે. એક (૧) સ્થવિરકલ્પી અને ખીજે (૨) જિનકલ્પી. આ બેમાં મુખ્યપણું સ્થવિરકલ્પીનુ એટલા માટે રહ્યું છે કે જિનકલ્પીવર્ગ તે અમુક સાધુ વ્યકિતની સાધનાકાળ પૂશ્તા છે, પરંતુ જતે દહાડે અનેકાન્તવાદી જૈનધર્મમાં એકાન્તવાદ આવવાથી અને ફ્રાંટા કાયમી થવાથી તે ભેદરૂપ બની ગયા. (૧) શ્વેતામ્બર અને (૨) દિગમ્બર. એક સફેદ કપડાં પહેરનારા અને બીજા બિલકુલ કપડાં નહિ પહેરનારા એમ ઇતિહાસ કહે છે. આ ભેદો વીર નિર્વાણુની સ ંવત ૧૦ Jain Education International For Private Personal Use Only જીવન ઝંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy