________________
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સંખનાપૂર્વક એક માસ સુધી અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને મનુષ્ય ભવમાં આવી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું દશમું અંગ છે. સમવાયાંગ, નન્દી, અને અનુગદ્વાર સૂત્રમાં ૩ પ્રશ્નવ્યાકરણ માટે “પહાવાગરણુઈ” આમ બહુવચનમાં પ્રયોગ થયેલું જોવા મળે છે. તેનું સંસ્કૃતરૂપ થાય છે “પ્રશ્નવ્યાકરણનિ પરન્તુ વર્તમાનમાં જે પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે તેમાં “પાવાગરણે એ એકવચનમાં પ્રયોગ થયેલ છે. તવાર્થ પજ્ઞ ભાગ્ય. ધવલા તથા રાજવાતિક વગેરે માં પડવાગરણું અથવા પ્રશ્નવ્યાકરણ એવું એકવચનાન્ત રૂપ જ મળે છે. સ્થાનાંગમાં ‘પહાવાગરણદસ–પ્રશ્નવ્યાકરણદશા નામ આપેલ છે પરંતુ આ નામ વધુ પ્રચલિત થઈ શકયું નથી.
પ્રશ્નવ્યાકરણને અર્થ થાય છે પ્રશ્નોનું વ્યાકરણ અર્થાત્ નિર્વચન, ઉત્તર તથા નિર્ણય. અહીં પ્રશ્ન શબ્દને જે ઉપગ થયો છે તે સામાન્ય પ્રશ્નના અર્થમાં નથી. પ્રાચીન યુગમાં વિલુપ્ત પ્રશ્નવ્યાકરણ જેમાં દર્પણુપ્રશ્ન, અંગુઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, ખડગપ્રશ્ન વગેરેથી સંબંધિત વિષયચર્ચા હતી. જેનું વિવરણ નંદી વગેરે આગમાં ઉપલબ્ધ છે, તદનુસાર પ્રશ્ન” શબ્દ મંત્રવિદ્યા, નિમિત્તવિદ્યા વગેરે વિષયવિશેષથી સંબંધિત છે. નંદી, “ સમવયાંગ, નદીચૂર્ણિ, ૧૦ નંદીમલયગિરિવૃત્તિ,૧૧ સમવાયાંગવૃત્તિ૨ તથા સ્થાનાંગવૃત્તિઓ અનુસાર વિચિત્ર વિદ્યાતિશય અર્થાત ચમત્કારિક પ્રનોનું વ્યાકરણ જે સૂત્રમાં વર્ણિત હોય તે પ્રશ્નવ્યાકરણ છે. પરંતુ વર્તમાનમાં જે પ્રવ્યાકરણ સૂત્ર ઉપલબ્ધ છે તેમાં આવા પ્રકારની કેઈ ચર્ચા નથી. તેથી અહીં પ્રથમ વ્યાકરણને સામાન્ય અર્થ “જિજ્ઞાસાઓ” છે.૧૪ જે સૂત્રમાં અહિંસા, હિંસા, સત્ય અને અસત્ય આદિ ધર્મ-અધર્મરૂપ વિષયેની ચર્ચા છે તે પ્રશ્ન વ્યાકરણ છે. પ્રાચીન પ્રશ્ન વ્યાકરણ સૂત્ર જે હતું તે એક વિરાટકાય આગમ હતું. નંદીચૂર્ણિપ તથા સમવાયાંગવૃત્તિ અનુસાર તેમાં .૧૬૦૦૦ પદે હતા. ધવલામાં છે તેના પદોની સંખ્યા :૯૩,૧૬૦૦૦ માનવામાં આવી છે. વર્તમાનમાં
૧. સમવાયાંગ પ્રકીર્ણ સમવાયસૂત્ર ૯૮ ૨. નન્દીસૂત્ર ૯૦ ૩. અનુયોગદ્વાર સૂત્ર ૫૦ ૪. તત્ત્વાર્થભાષ્ય ૧૨૦ ૫. પાહવાયરણં ણામ અંગે - કસાયપાહુડ ભા. ૧, પૃ. ૧૩૪ ૬. પ્રશ્નવ્યાકરનું - તત્ત્વાર્થવાતિક ૧/૨૦. ૭. (ક) પહો ત્તિ પુછા, પડિવયણે વાગરણ પ્રત્યુત્તરમિયર્થ - નન્દી ચૂણિ (ખ) પ્રશ્ન : પ્રતીતસ્વનિર્વચન વ્યાકરણ, બહુવાદ્ધહુવચનમ
- આચાર્ય હરિભદ્ર, નન્દીવૃત્તિ. ૮. નન્દીસૂત્ર શ્રુતજ્ઞાન પ્રકરણ સૂત્ર ૯૩ ૯. સમવાયાંગ પ્રકીર્ણક ૧૪૫ ૧૦. ણાગા સુવણો અણેય ભવણવાસણો તે વિજજામંતગિરિસિ ની આગતા સાહ ણા સહ સંવદંતિ - ૪૯૫ કરંતિ
- નન્દી ચૂણિ ૧૧. યા પુનર્વિદ્યા મંત્રા વા વિધિના જાપ્યમાના:નષ્ઠા એવા શુભાશુભ કયિતિ
- નન્દી સૂત્ર મલયગિરિવૃત્તિ. ૧૨. અન્ય વિદ્યાતિશયા: સ્તંભ- સ્તંભ - વશીકરણ વિદ્રષી – કરણાચ્ચાટનાદય:
- સમવાયાંગ વૃત્તિ ૧૩. પ્રશ્ન વિદ્યા યાભિ: સૈમકાદિપુ દેવતાવતાર ક્રિયા
- સ્થાનાંગ અભયદેવીયા વૃત્તિ ૧૦ સ્થાન ૧૪. પ્રશ્ન:પ્રતીત: તદ્ વિષય નિર્વચન વ્યાકરણ
- નન્દી સૂત્ર મલયગરિ. ૧૫. પદગ્ગ દોણઉતિ લકખા સેલસય સહસ્સા
- નન્દી ચૂણિ. ૧૬. દ્રિ નવતિર્લક્ષણાણિ પડશ ચ સહસ્ત્રાણિ
- સમવાયાંગ વૃત્તિ ૧૭. પણહવાયરણં ણામ અંગે તેણઉદિલકખ – સેલસસહસ્તપદે હિ
- ધવલા, ભાગ ૧ પૃ. ૧૦૪.
૨૧૪
તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org