________________
પૂજ્ય ગુરુદેદ્ય કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વર્તમાનમાં અનુત્તપિપાતિક દશાનું જ સ્વરૂપ ઉપલબ્ધ છે તે સ્થાનાંગ તથા સમવાયાંગની વાચનાથી પૃથક છે. આચાર્ય અભયદેવે સ્થાનાંગવૃત્તિમાં આને વાચનાન્તર કહેલ છે."
અનુત્તરપપાતિક દશામાં એક શ્રુતસ્ક, ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશકાળ, ત્રણ સમુદેશનકાળ, પરિમિત વાચનાઓ સંખ્યાત અનુગદ્વાર, સંપ્રખ્યાત વિશેષ પ્રકારના વેઢ નામક છન્દ, સંખ્યાત ગ્લૅક નામક છન્દ, સંખ્યાત નિર્યુકિતઓ. સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત હજાર પદો છે.
વર્તમાનમાં પ્રસ્તુત આગમ ૩ વર્ગોમાં વિભક્ત છે. જેમાં અનુક્રમે ૧૦, ૧૩, અને ૧૦ અધ્યયનો છે. આ પ્રમાણે ૩૩ અધ્યયનમાં ૩૩ મહાન આત્માઓનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ૨૩ રાજકુમાર તે સમ્રાટ શ્રેણિકના પુત્ર છે.
પ્રથમ વર્ગમાં જલિ, માલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિસેન, દીર્ઘદૂત, નષ્ટાંત, વિહલ, હાયસ, અને અભયકુમાર, આ દશ રાજકુમારોના જન્મ, નગ૨, માત-પિતા આદિનો પરિચય આપે છે. તેઓ ભગવાન મહાવીર પાસે સંયમ સ્વીકારી અને ઉત્કૃષ્ટ તપની આરાધના કરી, અનુત્તર વિમાન દેવ થયા છે. હવે ત્યાંથી ચ્યવીને માનવભવ પ્રાપ્ત કરી મુકત થશે.
બીજા વર્ગમાં દીઘુસેન, મહાસેન, નષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્સ, ક્રમ, ક્રમસેન, મહાદ્રુમસેન, સિંહ, સિંહસેન, અને પુષ્પસેન આ ૧૩ રાજકુમારના જીવન વિષે સંક્ષેપમાં પ્રકાશ પાડે છે. તેઓ પોતાની તપસાધના વડે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે, ત્યાંથી એવી માનવજન્મ પામી સિદ્ધ, બુદ્ધ અને મુકત થશે.
- ત્રીજા વર્ગમાં ધન્યકુમાર, સુનક્ષત્રકુમાર, ઋષિદાસ, પલક, રામપુત્ર, ચન્દ્રિકા, પુષ્ટિમાત્રિક, પઢાલપુત્ર, પિદિલ અને વેહલ્લ આ દશ કુમારના ભોગમય તથા ત્યાગમય જીવનનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. આમાં ધન્યકુમારનું વર્ણન આ પ્રમાણે કંડાર્યું છે.
ધન્યકુમાર કાકંદીની ભદ્રા સાર્થવાહીને પુત્ર હતો. તેમની પાસે વૈભવને પાર ન હતું અને સાંસારિક સુખની કોઈ ઉણપ ન હતી. એક દિવસ શ્રમણ ભગવાન મહાવીરનું ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર અને છલકાતું પાવન પ્રવચન સાંભળી તેઓ સંયમના કઠોર કંટકાકી માર્ગ પર એક વીર સેનાનીની જેમ પગ મૂકી આગળ વધે છે. તેમણે સંયમમાર્ગમાં સ્થિર અને દઢ બની જે તપોમય જીવનનો પ્રારંભ કર્યો તે ઘણે અદ્દભુત અને અજોડ વિરમયકારક હતા. તેમના જેવું તપ જેન સાહિત્યમાં તે શું કઈ પણ ભારતીય સાહિત્યમાં પણ દષ્ટિગોચર થતું નથી. કવિકુળગુરૂ કાળિદાસે કુમારસંભવમાં પાર્વતીના ઉગ્રતાનું વર્ણન કર્યું છે પરંતુ અધિકારપૂર્વક એમ કહી શકાય છે કે તેનું તપ પણ ધન્ય અનગારની તેલ આવી શકે તેમ નથી. તેમણે મુનિ બનવાની સાથેજ જીવનભર માટે છ-છ તપથી પારણા કરવાની પ્રતિજ્ઞા કરી હતી. પારણામાં પણ તેઓ આયંબિલવત કરતા હતા અને લુખું સુકું ભેજન કેઈ ગૃહસ્થ બહાર ફેંકી દેવાની તેયારી કરતો હોય તે અન્નને એકવીસ વાર પાણીથી ધોઇ આહાર ગ્રહણ ક ઉપયોગ કરતા. આવા ભીષણ અને ઘોર તપથી તેમનું શરીર માત્ર અસ્થિપંજર જેવું થઈ ગયું હતું.'
એક વખત સમ્રાટ શ્રેણિક ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી - ભગવાન ! આપના ૧૪ હજાર શ્રમણે માં કયા કયા અનગર મહાદકર તપના કરનાર અને મહાનિર્જરાના ધણી છે? ભગવાને કહ્યુંઃ ધન્ય - અનગર મહાદુષ્કર તપના કરનાર અને મહાનિર્જરાના કરનાર છે. ધન્ય અનુગાર નવમાસની સ્વપ અવધિમાં ઉત્કૃષ્ટ સાધના કરી અન્ત
૧ તદેવમિહાપિ વાચનાતરાપેક્ષયા ડધ્યયનવિભાગ ઉકત ન પુનરુપલભ્યમાન વાચનાપેક્ષતિ – સ્થાનાંગ વૃત્તિ પૃ. ૪૮૩. ૨ પ્રાકૃત સાહિત્યનો ઈતિહાસ – ડૉ. જગદીશચંદ્ર જૈન પૃ. ૯૧ નું ટિપ્પણ. " (ખ) મજિઝમનિકાયના મહસિંહનાદ સુત્તમાં તથાગત બુદ્ધ પોતાના પૂર્વ જીવનમાં આવા જ પ્રકારના ઉગ્ર તપનું વર્ણન કર્યું છે.'
જુએ - બાધિરાજકુમાર સુત્ત દિધુનિકય કક્સપ સિહનાદ સુત્ત. ૩ એવું ખલુ સેણિયા ઈમાસિ ઇન્દ્રભૂઈ પામેકખાણ ચિદસહ સમણ સાહસીણું ધણણે અણગારે મહાદુક્કર કારએ ચેવ મહાનિજજરયરાએ
ચેવ.” – અનુત્તરપપાતિક વર્ગ ૩ અ. ૧ સૂ. ૩૩.
આગમસાર દોહન
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org