________________
bપજ્ય ગુરૂદ્ધ ફવિવર્ય પં. નાનઅદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નાવડી બનાવી તરાવવાને પણ પ્રસંગ આપેલ છે. અતિમુકતકુમારે દીક્ષા લઈ ગુણસંવત્સર તપ કરીને અને વિપુલગિરિ ઉપર સંલેખના કરી અજર - અમર પદ પ્રાપ્ત કર્યું.
સાતમા અને આઠમા વર્ગના ૨૩ અધ્યયનમાં નન્દા, નન્દમતી, કાબી, સુકાબી વગેરે રાજા શ્રેણીકની ૨૩ રાણીઓના ઉગ્ર સાધનામય જીવનનું વર્ણન છે. જેમનું જીવન એક દિવસ રાજમહેલમાં વીત્યું હતું અને મખમલના મુલાયમ ગાલીચા ઉપર ચાલતાં પણ જેમના સુકમળ પગ છોલાઈ જતા હતા, તે રાજરાણીઓ જ્યારે ભગવાન મહાવીરના શાસનમાં સંયમી બને છે ત્યારે તેઓ મુક્તાવલી, રત્નાવલી, કનકાવતી, લઘુસિંહવિક્રીડિત, મહાસિંહવિક્રીડિત, લઘુસવતેભદ્ર, મહાસર્વતેભદ્ર, ભતર તથા આયંબિલ વર્ધમાન જેવા ઉગ્ર તપોનું આચરણ કરે છે. તેનું વર્ણન વાંચતા વાંચનારની રુંવાટી ઊભી થઈ જાય છે– આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા પ્રકારની ઉગ્રતાની સાધના વડે કર્મોના ચૂરેચૂરા કરી તેઓ મુકત બને છે.
આ સંપૂર્ણ આગમ ભૌતિકતા ઉપર આધ્યાત્મિકતાના વિજયને સંદેશ પ્રદાન કરે છે. સર્વત્ર તપની ઉત્કૃષ્ટ સાધના બતાવવામાં આવી છે. ભગવાન મહાવીરે ઉપવાસ અને દયાન બનેને મહત્વ આપ્યું હતું. એકને બાહ્યત૫ અને બીજાને આન્તરિક તપ કહેલ છે. અહીંયા યાદ રાખવું જોઈએ કે બાહાતપની સાથે આન્તરિક તપ– ધ્યાનાદિ પણ સાથે સાથે ચાલતા હતા. જો કે ધ્યાનો ઉલ્લેખ અલ્પમાત્રામાં થયેલ છે તે પણ બાહ્યતાની સાથે ધ્યાન અનિવાર્ય છે.
૯-અનુત્તરપપાતિકદશા સૂત્ર A પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું નવમું અંગ છે. આમાં એવા સાધકેનું વર્ણન છે કે જેમણે અનુત્તર વિમાનોમાં જન્મ લીધો છે અને હવે પછી મનુષ્ય જન્મ ગ્રહણ કરી મોક્ષ પ્રાપ્ત કરશે. આમાં દશ અધ્યયને છે. તેથી આનું નામ અનુત્તરે પતિક દશા” પડયું છે.
નંદીસૂત્રમાં આ આગમના ફકત ત્રણ વર્ગોનો ઉલલેખ પ્રાપ્ત થાય છે. સ્થાનાંગમાં કેવળ દશ અધ્યયનેનું વર્ણન છે. ૨ તવાર્થ રાજવાર્તિકના અભિમતાનુસાર પ્રસ્તુત આગમમાં પ્રત્યેક તીર્થકરોના સમયમાં થનારા ૧૦-૧૦ અનુત્તરપાતિક શ્રમણાનું વર્ણન છે. કષાયપાહુડમાં પણ આ વાતનું સમર્થન કર્યું છે. સમવાયાંગમાં દશ અધ્યયન અને ત્રણ વર્ગ બન્નેનું સૂચન કરવામાં આવ્યું છે.... પરંતુ તેમાં દશ અધ્યયનના નામને નિર્દેશ નથી. સ્થાનાંગ અનુસાર તેમના નામ આ પ્રમાણે છે- ઋષિદાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સ્વસ્થાન શાલિભદ્ર, આનંદ, તેતલિ, દશાર્ણભદ્ર અને અતિમુકત.
તવાર્થ રાજવાર્તિક અનુસાર તેમનાં નામ આ પમાણે છે. – ત્રાષિદાસ, વાન્ય, સુનક્ષત્ર, કાર્તિક, નન્દ, નન્દન શાલિભદ્ર, અભય, વારિણ, ચિલાતપુત્ર.
અંગપતિમાં તેમના નામ આ પ્રમાણે છે. “ -ત્રષિદાસ, શાલિભદ્ર, મુનક્ષત્ર, અભય, ધન્ય, વારિણ, નન્દન, નન્દ, ચિલાતપુત્ર, કાર્તિક. ધવલામાં કાર્તિકની જગ્યાએ કાર્તિકેય અને નન્દની જગ્યાએ આનંદ આવા નામે પ્રાપ્ત થાય છે.
૧ તિણિ વગ્યા – નંદીસૂત્ર ૮૯, ૨ – ટાણાંગ ૧૦૧૧૪. ૩ ઈયેતે દશ વર્તમાન તીર્થકર તીથે એવગૃષભાદીનાં ત્રયાવિશHસ્તીથૅ વન્યડન્ય ચ દશ દશાનગારા દશ દશ દારૂણાનુપસર્નાન્નિજિત્ય વિજ્યા
ઘનુરેqત્પન્ના ઈવેવમનુત્તરોપાનિક: દશાસ્યાં વર્ચ્યુન્ત ઈત્યનુત્તરપપાદિઠદશા - તત્ત્વાર્થવાર્તિક ૧૨ પૃ. ૭૩. ૪ આ ગુત્તરોવવાદિય દસા ણામ અંગે ચઉવિહોવસગે દારુણે સહિયૂણ ચઉવીસë તિસ્થયરાણ તિથૈસુ અત્તર વિમાણે ગદે દસ દસ મુનિવસહે
વણદિ – કષાય પાહુડ ભા. ૧, પૃ. ૧૩૦. ૫ દસ આજઝયણા તિષ્ણિ વગ્યા ...... - સમવાઓ, પSણગ સમવાઓ ૯૭. ૬ ઠાણે ૧૦ ૧૧૪. ૭ તત્ત્વાર્થ રાજવાર્તિક ૧૨૦ પૃ. ૭૩. ૮ ..... ઉજુદા સાલિભદ્ કખે સુણકખરો અભયો વિ ચ ધણો વરવારિસેણ નંદણયા | બંદો ચિલાયખુત્તો કરાઈયો હ ત એણે
- અંગ ની ૫ ૫ ૯ પખંડાગમ ૧૨.
૨૧૨
તવદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only