SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચનદ્રજી મહારાજ જન મશતાકિદ સ્મૃતિગ્રંથ અંગ ૯૦૦ લેક પરિમાણ છે. આના આઠ વર્ગ અનુક્રમે ૧૦, ૮, ૧૩, ૧૦, ૧૦, ૧૬, ૧૩ અને ૧૦ અધ્યયનમાં વિભક્ત છે. - પ્રથમ બે વર્ગોમાં મૈતમ આદિ વૃણિક કુળના ૧૮ રાજકુમારની સાધનાનું વર્ણન કર્યું છે. તેમાંથી ૧૦ નો દીક્ષા પર્યાય ૧૨-૧૨ વર્ષનો અને શેષ આઠને ૧૬-૧૬ વર્ષને બતાવવામાં આવેલ છે. આ બધા રાજકુમારે શ્રમણ બની ગણરત્ન સંવત્સર જેવા ઉગ્ર તપની આરાધના કરે છે. અને બધા એક માસની સંલેખના કરી મુકિતનું વરણ કરે છે. ત્રીજા વર્ગના ૧૩ અને ચોથા વર્ગના ૧૦ અધ્યયનમાં વાસુદેવ શ્રીકૃષ્ણ, બલદેવ, અને સમુદ્રવિજયના પુત્રને ઉલ્લેખ છે. તે બધા પુત્ર અતિ અરિષ્ટનેમિના પાવન પ્રવચનને સાંભળીને શ્રમણું બને છે અને ઉગ્ર તપ કરી કમેને નષ્ટ કરી સિદ્ધ થાય છે. તેમાં શ્રીકૃષ્ણના નાનાભાઈ ગજસુકુમાળે એકજ દિવસની સાધના કરી એક અન્તર્મુહૂર્તમાં જ કને નષ્ટ કરી મુકિત પ્રાપ્ત કરી હતી. ગજસુકુમાળનું વ્યકિતત્વ ઘણું જ અદ્દભુત હતું. આજે પણ ભુલ્યા- ભટક્યા સાધકો માટે તેની જીવનગાથા પ્રકાશસ્તંભ સમાન પ્રેરણાદાયી છે. - પાંચમા વર્ગમાં શ્રીકૃષ્ણ દ્વારિકાના વિનાશના સંબંધમાં અહંત અરિષ્ટનેમિ પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને કાસ્કિાના વિનાશનું કારણ મદિરા, અગ્નિ અને દ્વીપાયન ઋષિને દેધ બતાવ્યાં અને કહ્યું કે જે સમયે દ્વારિકા અગ્નિથી ભસ્મીભૂત થશે તે વખતે તમે માતા-પિતા અને સ્વજનોથી રહિત થઈ બળદેવની સાથે એકાન્ત દક્ષિણ દિશાને કિનારે પાંડ-મથુરા જવા માટે નીકળશે. તે વખતે કૌસાંબી નગરીના ઉદ્યાનમાં ન્યધ નામના વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટ પર પીતાંબરથી પિતાના શરીરને આચ્છાદિત કરી તમે સુતા હશે ત્યારે જરાકુમાર ત્યાં આવશે અને મૃગ સમજીને તીકણ બાણ છેડશે. તે બાણ તમારા પગમાં વાગશે. તેનાથી વિંધાઈને કાળ કરી તમે ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. આ સાંભળી કૃષ્ણ ચિન્તામગ્ન બની ગયા. ત્યારે ભગવાને ફરી કહ્યું કે ત્રીજી પૃથ્વીથી તમે નીકળીને જંબૂદ્વીપના શતદ્વાર નામના નગરમાં બારમા અમમ નામના તીર્થકર થશે. આ સાંભળી શ્રીકૃષ્ણ ઘણુજ પ્રસન્ન થયા. શ્રીકૃષ્ણની રાણી પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષ્મણ, સુસીમા, જામ્બવતી, સત્યભામા અને રુકિમણએ દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રીકરણના પુત્ર શાંબકુમારની પત્ની મૂલશ્રી તથા મૂલદત્તાએ પણ દીક્ષા ગ્રહણ કરી ઉત્કૃષ્ટ સાધના કરી શિવપદ પ્રાપ્ત કર્યું હતું. છ8 વર્ગમાં શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં થયેલા ૧૬ સાધકનું વર્ણન છે. તેમાં ગાથાપતિ, માળી, રાજા અને બાળકોને પણ સમાવેશ થાય છે. તે બધાનું તેમાં વર્ણન છે. અર્જુન માળી જે રાજગૃહમાં રહેતો હતો, તેની પત્નીનું નામ બધુમતી હતું. નગરની બહાર સુંદર બગીચો હતા. તેમાં મગ્દર પાણી યક્ષનું આયતન હતું. અર્જુન તેને ઉપાસક ભક્ત હતા. એક વખત તે પિતાની પત્ની સાથે બગીચામાં ફૂલ ચૂંટી રહ્યું હતું. તે વખતે નગરના છ સ્વચ્છન્દ વિહારી માણસની ટેબી આવી અને તે આયતનમાં અર્જુનમાગીને પૂરી, હાથ પગ બાંધી, તેની ભાય બધુમતી સાથે દુષ્કૃત્ય કરવા લાગી. આ દશ્ય જોઈને અર્જુનને અત્યંત વેદના થઈ અને યક્ષ ઉપર ગુસ્સો આવ્યો. તત્ક્ષણ યક્ષ અર્જુનના શરીરમાં પેઠો. તેના બંધન તૂટી ગયા અને ક્રોધમાં ને bધમાં ટેળીના એ છ માણસોની અને પત્ની બંધુમતીની ત્યાં ને ત્યાં હત્યા કરી. પછી તો પ્રતિદિન છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરવાને તેને ક્રમ બની ગયો. સુદર્શન શેઠના સત્સંગથી તે યક્ષના કષ્ટદાયી બધનમાંથી મુકત થયે. અને ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી એક અભિનવ-અનુપમ આદર્શ ઉપસ્થિત કર્યો. આ વર્ગમાં બાળમુનિ અતિમુકતક કુમારનું પણું વર્ણન છે. તે પોતાના બાળસાથીઓની સાથે રમી રહ્યો હતા ત્યારે ગણધર શૈતમના અદભુત રૂપને નિહાળી તેણે પૂછયું -ભદંત! આપ કોણ છે? અને શા માટે આ રીતે ઘેર ઘેર ઘૂમી રહ્યા છો ? ગૌતમે કહ્યું કે, અમે શ્રમણ નિગ્રંથ છીએ અને ભિક્ષા માટે પરિભ્રમણ કરીએ છીએ. ત્યારે તે શ્રૌતમની આંગળી પકડી પોતાની મા પાસે લઈ ગયો અને અત્યંત ભાવપૂર્વક ભિક્ષા પ્રદાન કરી. ત્યારપછી તે ઐતમની સાથે ભ૦ મહાવીરના દર્શન માટે ગયા અને ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. દીક્ષાની અનુમતિ આપતાં પહેલાં માતાપિતાએ તેના વૈરાગ્યની પરીક્ષા પણ કરી. દીક્ષા સમયે તેની ઉમર ફકત ૬ વર્ષની હતી. ભગવતી સૂત્રમાં જળપ્રવાહમાં પાત્રને ૧ વર્ષજાતસ્ય તસ્ય પ્રવૃર્જિતવાત આહ - છવ્વરિ પવઇયો નિગંધં રાઈGણ પાવયણે ત્તિ એકતદેવાશ્ચાર્યમ અન્યથા વર્ષોષ્ટકાદારાને દીક્ષા સ્માત - દાનશેખરની ટીકા પૃષ્ઠ ૭૩ ૧. આગમસાર દાહન Jain Education International ૨૧૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy