________________
પૂજ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઉલેખ નથી. આચાર્ય અભયદેવે સમવાયાંગ વૃત્તિમાં બન્ને આગના કથનમાં મેળ બેસાડવાનો પ્રયત્ન કરતાં લખ્યું છે કે પ્રથમ વર્ગમાં દશ અધ્યયને છે. આ દષ્ટિએ સમવાયાંગ સૂત્રમાં દશ અધ્યયન અને અન્ય વર્ગોની દૃષ્ટિએ સાત વર્ગો કહ્યાં છે. નંદીસૂત્રમાં અધ્યયનને ઉલ્લેખ કર્યો નથી. ફકત આઠ વર્ગો બતાવ્યાં છે. પરંતુ આ સામંજસ્યને અન્ત સુધી નિર્વાહ કેવી રીતે થઈ શકે ? કારણ કે સમવાયાંગમાં અન્નકૂદશાના શિક્ષાકાળ (ઉદ્દેશનકાળ) દશ કહી છે
જ્યારે નંદીસૂત્રમાં તેમની સંખ્યા આઠ બતાવવામાં આવી છે. સમવાયાંગ વૃત્તિમાં આચાર્ય અભયદેવે લખ્યું છે કે ઉદ્દેશન કાળના આ અંતરને અભિપ્રાય અમને જ્ઞાત નથી.
આચાર્ય જિનદાસગણિ મહત્તરે નદીચૂર્ણિમાં અને આચાર્ય હરિભદ્ર નંદીવૃત્તિમાં લખ્યું છે કે પ્રથમવર્ગના દશ અધ્યયન હોવાથી પ્રસ્તુત આગમનું નામ અંતગડદસાઓ છે. ચૂર્ણિમાં દશાનો અર્થ અવસ્થા પણ કર્યો છે. ૬. સમવાયાંગમાં દશ અધ્યયનને નિર્દેશ છે પરંતુ તેમાં નામને નિર્દેશ કર્યો નથી. ઠાણુગમાં દશ અધ્યયનેનાં નામ બતાવ્યા છે. જેમકે-નમિ, માતંગ, સેમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલિ, ભગાલી, કિંકર, ચિવકક અને ફાલ અંબપુત્ર.
તત્વાર્થસૂત્રના રાજવાર્તિકમાં અને અંગપત્તીમાં કેટલાક પાઠાન્તરની સાથે દશ નામ પ્રાપ્ત થાય છે. જેમકેનમિ, માતંગ, મિલ, રામગુપ્ત, સુદર્શન, યમલોક, વલીક, કંબલ, પાલ અને અંબષ્ઠપુત્ર. “ તેમાં લખ્યું છે કે પ્રસ્તુત આગમમાં પ્રત્યેક તીર્થકરોના સમયમાં થનારા દશ દશ અન્તકૃત કેવળીઓનું વર્ણન છે. ૯ ધવલામાં પણ આ વાતનું સમર્થન કર્યું છે. ૧૦ નંદીસૂત્રમાં ન તે દશ અધ્યયનને ઉલેખ છે અને ન તેમના નામોનો નિર્દેશ છે. સમવાયાંગ અને તત્વાર્થ વાર્તિકમાં જે નામોનો નિર્દેશ થયેલ છે તે વર્તમાન અન્નકૂદશાંગમાં નથી. નદીમાં વર્તમાનમાં ઉપલબ્ધ પ્રસ્તુત આગમના સ્વરૂપનું વર્ણન આપેલ છે. વર્તમાનમાં અન્તકૃત દશાંગમાં આઠ વર્ગ છે અને પ્રથમ વર્ગને દશ અધ્યયન છે, પરંતુ તેમના નામ સ્થાનાંગ, રાજવાતિક તથા અંગપણુતીથી જુદાં છે. જેમકે-ૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કાંપિલ્ય, અાભ, પ્રસેનજિત અને વિષ્ણુ. સ્થાનાંગવૃત્તિમાં આચાર્ય અભયદેવે આજે વાચનાન્તર બતાવેલ છે. આનાથી એમ જ્ઞાત છે કે તે સમવાયાંગમાં વર્ણિત વાચનાથી પૃથક છે.
અન્તગડ શબ્દના બે સંસ્કૃતરૂપ પ્રાપ્ત થાય છે. (૧) અન્નકૃત (૨) અન્નકૃત્. અર્થની દષ્ટિએ બન્નેમાં કંઈ અખ્તર નથી. પરન્તુ ગડનું કૃત રૂપ વધારે બંધબેસતું છે. પ્રસ્તુત આગમમાં એક શ્રુતસ્કન્દ, આઠ વર્ગ, ૯૦ અધ્યયન, ઉદ્દેશનકાળ, ૮ સમદેશનકાળ અને પરિમિત વાચનાઓ છે. આમાં અનુગદ્રાર, વેઢા, લેક, નિર્યુકિતઓ, સંગ્રહણીઓ તથા પ્રતિપત્તિઓ સંખ્યાત-સંખ્યાત છે. આમાં ૫% સંખ્યાત અને અક્ષર સંખ્યાત હજાર બતાવ્યા છે. વર્તમાનમાં પ્રસ્તુત
૧ અઠ વગ્યા – નન્દી સૂત્ર ૮૮ ૨ દસ અજઝયણ ત્તિ પ્રથમવર્ગ પેપર્યવ ઘટન્ત, નન્દા તવ વ્યાખ્યાતવાત, યહ પઠયતે ‘સત્ત વચ્ચ” ત્તિ તત પ્રથમવર્ગીદન્યવર્ગાપેક્ષા યતડપ્યષ્ટવ: નસ્થાપિ તથા પઠિતવાત .
- સમવાયાંગ વૃત્તિ, પાન ૧૧૨. ૩ તો ભણિન – અઠ ઉદ્દેસણ કાલા ઈત્યાદિ, ઈહ ચ દશ ઉદેશન કાલા અધીયતે ઈતિ નાસ્યાભિપ્રાયમવગચ્છામ:
- સમવાયાંગ વૃત્તિ, પાન ૧૧૨. ૪ પઢમવર્ગે દસ આજઝયણ ત્તિ તસ્મકખતે તગડદસત્તિ
- નંદીસૂત્ર ચૂણિસહિત પૃ. ૬૮. ૫ પ્રથમ વર્ગે દશાધ્યયનાનિ ઈતિ તત્સંખ્યયા એન્તકશા ઈતિ .
– નંદીસૂત્ર વૃત્તિ સહિત પૃ. ૮૩. ૬ દસત્તિ – અવસ્થા – નંદીસૂત્ર ચૂણિસહિત પૃ. ૬૮. ૭ ઠાણાંગ ૧૦૧૧૩. ૮ તત્ત્વાર્થવાતિક ૧/૨૦ પૃ. ૭૩. ૯ ..... તે દશ વર્તમાન તીર્થક્ય તીર્થે એવગૃષભાદીનાં ત્રવિતે - સ્તીથૅ વન્યૂડન્ય ચ દશ દશાનગારા દશ દશ દારૂણાનુપસર્નાન્નિજિન્ય કૃત્નકર્મક્ષયાદન્તકૃત: દશ અસ્યાં વર્યન્ત ઈતિ અન્નકૂદશા. - તત્ત્વાર્થવાર્તિક ૧૨ પૃ. ૭૩.
- અંગ પણતી ૫૧. ૧૦ અંતયડદસા ણામ અંગે ચઉવ્યિવસગે દારૂણે સહિGણ પાડિહેર લહૂ ણ શિવાણું ગદેસુદંસણાદિ દસ - દસ સાહતિને પડિવણેદિ
– કષાય પાહુડ ભા. ૧ પૃ. ૧૩૦. ૧૧ તત વાચનાન્તરાપેક્ષાણીમાનીતિ સંભાવયામ: | - સ્થાનાંગ વૃત્તિ પૃ. ૪૮૩.
૨૧૦ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only