________________
સંપૂજ્ય ગુરૂદેવ કવિત્રય પં. નાઇટ! મહ ,રાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ. માયાવી દેવે પણ તેની પરીક્ષા કરી હતી. જીવનના અંતિમ સમયમાં સમાધિપૂર્વક મૃત્યુનું વરણ કર્યું અને સ્વર્ગ પ્રાપ્ત કર્યું.
આઠમા અધ્યયનમાં મહાશતક શ્રાવકનું વર્ણન છે. તેની પાસે અપાર વૈભવ હતો. તેને તેર પત્નીઓ હતી. ભગવાન મહાવીર પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો હતો. તેની પત્ની રેવતી અત્યન્ત ભેગપિપાસ, માંસલપી અને ઈષ્કળ હતી. તેણે તેની ૧૨ શેકને શસ્ત્ર તથા વિષ પ્રયોગ કરીને મારી નાખી હતી. મધ-માંસના સેવનથી તેની વાસનાઓ પ્રબલ જાગૃત થઈ ગઈ હતી.
એક વાર મહાશતક પૈષધશાળામાં ધ્યાનસ્થ હતા. તે વખતે મધના નશામાં ચકચૂર થઈ અત્યન્ત નિર્લજજ બની કામ-યાચના કરવા લાગી. મહાશતકને ધ્યાનમાં સ્થિર થયેલા જોઈને તેને કેધ આવ્યો અને દુષ્ટ વચન બોલવા લાગી. પત્નીના આ નિર્લજજ અને દુષ્ટ વ્યવહારથી મહાશતકના મનમાં ક્ષોભ ઉત્પન્ન થયા. તેમણે આવેશમાં આવી કહ્યું-હું મારા જ્ઞાન બળથી કહું છું કે આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થવાનું છે. તું ભયંકર રોગથી પીડિત થઈને અત્યન્ત વેદના અને કૃધ્યાનથી મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થઈશ. પતિના મુખેથી આ વાત સાંભળી ભય અને ઉદેગથી તે આકુળ-વ્યાકુળ થઈ ગઈ અને સાતમે દિવસે અત્યન્ત પીડા અને શોક સાથે આક્રંદ કરતી મૃત્ય પામી. ભગવાન મહાવીરે ચૈતમ ગણધરને મોકલી સૂચન કર્યું કે તમે ઘણું જ કર્કશ વચનથી પત્નીની તર્જના-તિરસ્કાર કર્યો છે અને તેના હૃદયને આઘાત પહોંચાડે છે તેથી તમારી આ ભૂલનું પ્રાયશ્ચિત કરો. આથી મહાશતકે ભૂલ સ્વીકારી પ્રાયશ્ચિત કર્યું અને અન્ત સંલેખના સંથારો આદરી સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગ સંચર્યો.
નવમા અદયયનમાં નેન્દિનીપિતા અને દસમા અધ્યયનમાં સાહિપિતા નામના બે શ્રાવકેનું વર્ણન છે. તે બને પડિમાધારી જીવન વ્યતીત કરી અન્ત સમયે અનશન કરી પ્રથમ વર્ગમાં મહદ્ધિક દેવ બન્યા.
આ પ્રમાણે આપણે જોયું કે બધા શ્રાવકો વ્રત ગ્રહણ કરે છે. વ્રતની આ સૂચિ ધાર્મિક તથા નૈતિક જીવનની પ્રશસ્ત આચાર સંહિતા છે. તેની આજે તેટલી જ ઉપયોગિતા છે જેટલી ૨૫૦૦ વર્ષ પહેલાં હતી. માનવ સ્વભાવની દુર્બલતા જ્યાં સુધી બની રહેશે ત્યાં સુધી આની ઉપગિતા રહેવાની છે.
શ્રમણના આચારધર્મનું નિરૂપણ અનેક આગમાં છે, પરંતુ ગૃહસ્થન આચારધર્મ મુખ્યરૂપથી પ્રસ્તુત આગમમાંજ મળે છે. ભગવાન મહાવીર ઉપાસકોની સાધના પ્રત્યે આટલું બધું ધ્યાન રાખતા હતા. તેમને વખતોવખત પ્રોત્સાહિત કરતા હતા. તેમજ જ્યારે વિચલિત થવાને પ્રસંગે ઉપસ્થિત થતું ત્યારે સાવચેત પણ કરતા હતા.
જયધવલામાં લખ્યું છે કે પ્રસ્તુત આગમ ઉપાસકના ૧૧ પ્રકારના ધર્મનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે છે. દર્શન, વ્રત, સામાયિક પિષધેપવાસ, સચિરવિરતિ, રાત્રિભૂજન વિરતિ, બ્રહ્મચર્ય, આરંભ વિરતિ, અનુમતિ વિરતિ, અને ઉદિષ્ટ વિરતિ
આનંદ આદિ શ્રમણ પાસકોએ ૧૧ પ્રતિમાઓનું આરાધન કર્યું હતું જેના સંબંધમાં અગાઉ પ્રકાશ પાડેલ છે. વ્રત અને પ્રતિમા આ બંને સાધનાની પદ્ધતિઓ હતી. તેનું વ્રતની સાથે પણ આરાધન કરાતું અને સ્વતંત્ર પણ આરાધન કરવામાં આવતું. જયધવલામાં ફકત પ્રતિમાઓનો ઉલ્લેખ છે જ્યારે સમવાયાંગ અને નદીમાં વ્રત અને પ્રતિમા બનેનો ઉલ્લેખ છે.
૮ - અન્તકૃદ્દશા સૂત્ર પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું આઠમું અંગ છે. આમાં જન્મ-મરણની પરંપરાને અંત કરનારી વ્યકિતઓનું વર્ણન છે અને તેના દશ અધ્યયન અને સાત વર્ષ કહ્યા છે. નન્દીસૂત્રમાં આઠ વગેરેનો ઉલ્લેખ છે પરંતુ દશ અધ્યયન
૧ કપાય પાહડ ભાગ ૧, પૃ. ૧૨૯ - ૧૩૦. (ખ) અંગાણિ ભાગ ૩. ૨ દસ અજયણા સત્ત વગા. - સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર - ૯૬.
આગમસાર દોહન Jain Education International
૨૦૯ www.jainelibrary.org
For Private & Personal Use Only