SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર ગુરુદેવ કવિવય ૫. નાગઢનદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પહોંચે. ઉપદેશ સાંભળી તેણે ભગવાનને નિવેદન કર્યું, ભગવન! હું નિર્ચન્ય પ્રવચનમાં શ્રદ્ધાશીલ છું. તેમાં મારી શ્રદ્ધા તથા રુચિ છે. જેવું આપે કહ્યું તે પૂર્ણ સત્ય છે. આપની પાસે ઘણુ રાજાએ, યુવરાજ, સેનાપતિ, નગરરક્ષક, માંડલિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સાર્થવાહ મુંડિત થઈ આગાર ધર્મથી અનગાર ધર્મને ગ્રહણ કરે છે. હું શ્રમણ જીવનની કઠોરચય પાલન કરવામાં અસમર્થ છે. તેથી ગૃહસ્થ ધર્મના બાર વ્રત અંગિકાર કરવા ઈચ્છું છું. મહાવીરે કહ્યું-દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો.” આનંદ શ્રાવકે બાર વ્ર ગ્રહણ કર્યા. વ્રતોનું નિરૂપણ આ પ્રમાણે છે-બાર તેમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. પ્રસ્તુત આગમમાં ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું સંયુકત નામ શિક્ષાવ્રત છે. પહેલા પાંચ અણુવ્રત છે. અણુવ્રતનો અર્થ છે નાના વ્રત. શ્રમણ હિંસાદિકનો પૂર્ણ પરિત્યાગ કરે છે તેથી તેના વ્રત મહાવ્રત કહેવાય છે. પરંતુ શ્રાવક તેમનું પાલન મર્યાદિત રૂપથી કરે છે તેથી તેના વ્રત અણુવ્રત કહેવાય છે. જે દોષોથી વ્રતભંગ થવાની સંભાવના બની રહે છે તેમનું પણ આમાં નિરૂપણ કર્યું છે. શ્રાવકને માટે તે દેશે જાણવા મેગ્ય છે પરંતુ આચરવા એગ્ય નથી. આ સંભાવિત દેને “અતિચાર કહ્યાં છે. વ્રતના અતિક્રમણના વ્રતભંગ થવાના ચાર કારણે બતાવ્યાં છે, (૧) અતિક્રમણ-વતને ઉલ્લંઘન કરવાને મનમાં જાણે-અજાણે વિચાર . (૨) વ્યતિકમણુ-વ્રતને ઉલંઘન કરવાની તૈયારી કરવી--પ્રવૃત્તિ કરવી. (૩) અતિચાર-વ્રતને આંશિક રૂપથી ઉલ્લંઘન કરવું. (૪) અનાચાર-વ્રતભંગ કરે, વ્રતનું પૂરી રીતે તૂટી જવું. અજાણપણે જે દેષ લાગે છે તે અતિચાર કહેવાય છે અને જાણીબૂઝીને વ્રતભંગ કરવો તે અનાચાર કહેવાય છે. (૧) પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત – શ્રાવકના અહિંસાવ્રતનું નામ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. શ્રમણની સર્વપ્રકારે હિંસાથી નિવૃત્તિની સરખામણીમાં શ્રાવકની અહિંસા દેશવ્રત છે. તે હિંસાને પૂર્ણ ત્યાગી હત નથી. ફકત ત્રસ પ્રાણુઓની હિંસાથી વિરમે છે. તેની આ વિરતિ ત્રણ ગ તથા બે કારણુથી થાય છે તે નિરપરાધ પ્રાણીઓને મન, વચનકાયાથી ન તે પિતે મારે છે, અને ન બીજા પાસે મરાવે છે. પરિસ્થિતિ અને સંજોગવશાત્ સ્કૂલહિંસાના સમર્થનની તેને મર્યાદા-છૂટ હોય છે. શ્રાવક એવી કઈ પણ પ્રવૃત્તિ કરી શકે છે કે જેમાં સ્થૂલહિંસાની સંભાવના ન હોય. એવી પ્રવૃત્તિ બીજા પાસે પણ કરાવી શકે છે. એમ કરવાથી તેનો વ્રતભંગ થત નથી. તે જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે કે બીજા પાસે કરાવે છે તેમાં તે પૂર્ણ સાવધાનીથી વર્તે છે; જેથી કંઈને કષ્ટ ન થાય, કોઈની હિંસા ન થાય, કે પ્રત્યે અન્યાય ન થાય. વિવેકપૂર્વક પૂર્ણ સાવધાની રાખવા છતાં પણ કોઈની હિંસા થઈ જાય તો તેથી શ્રાવકના અહિંસાવ્રતનો ભંગ થતો નથી. કર્તવ્ય--અકર્તવ્યનું ધ્યાન ન રાખવું, ન્યાય-અન્યાયને વિવેક ન કરવો એ સ્પષ્ટરૂપથી હિંસાને પ્રોત્સાહન આપવા બરાબર છે. અહિંસાની સુરક્ષા માટે વિચારોની નિર્મળતા, યથાર્થતા તથા દષ્ટિની વિશાળતા અપેક્ષિત છે. શ્રાવક દ્વારા કોઈ જીવની હિંસા થઇ જાય તે પણ તે તેના પ્રત્યે અનુકંપિત થાય છે. પરંતુ વ્રતની સુરક્ષા માટે હસતાં-રમતાં તે પ્રાણોત્સર્ગ કરવા માટે પણ સદા તત્પર રહે છે. હિંસા તથા અન્યાયની સામે તે નમતું નથી. પરંતુ વીરતા અને દઢતાપૂર્વક તેને પ્રતિકાર કરે છે. નિર્ભયતાને ગુણ એ અહિંસા માટે આવશ્યક છે. હિંસા, અન્યાય તથા અનાચારને કાયર વ્યકિત જ પ્રોત્સાહન આપે છે. સાવધાની અને જાગૃતિ રાખવા છતાં પણ પ્રમાદવશ અથવા અજ્ઞાનવશ દોષ લાગવાની સંભાવના રહે છે. આવા દેશોને અતિચાર કહ્યાં છે. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચારે છે. (૧) બધ– કઈ પણ ત્રસ જીવને કષ્ટદાયી બંધનમાં બાંધવો. તેને પિતાને ઈષ્ટ સ્થાને જતાં રોક અથવા પિતાને આધીન રહેલી વ્યકિતને મુકરર કરેલા સમયથી વધુ રોકી તેની પાસેથી વધુમાં વધુ કાર્ય લેવું. આ બધા બધુની અન્તર્ગત આવે છે. આ બંધન શારીરિક, આર્થિક, સામાજિક આદિ અનેક પ્રકારના છે. (૨) વધ– કોઈ પણ ત્રસ પ્રાણીને મારે તે “વધી છે. પિતાને આશ્રિત વ્યકિતઓને અથવા અન્ય કોઈ પણ ૨૦૦ Jain Education International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy