SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ (પત્ર ગુરુદેવ ફવિવય પં. નાનયદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નરકનો મહેમાન બની ગયો અને ત્યાં ૩૩ સાગરની સ્થિતિ પ્રાપ્ત કરી અપાર વેદનાને અનુભવ કરી રહેલ છે. આ પ્રમાણે જે શ્રમણ ચિરકાળ પર્યન્ત સંયમ પાલન કરી પથભ્રષ્ટ થઈ જાય છે તે કંડરીકની જેમ દુઃખી થઈ જાય છે અને જે અન્તિમ ક્ષણે સુધી સંયમનું પાલન કરે છે તે પુંડરીકની જેમ સ્વ૯૫ કાળમાં જ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં દષ્ટાન્તના માધ્યમથી અહિંસા, અસ્વાદ, શ્રદ્ધા, ઈન્દ્રિયજય આદિ આધ્યાત્મિક તોનું ઘણીજ સરળ રૌલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કથાવસ્તુની સાથે વર્ણન એ એક પોતાની વિશેષતા છે. ભાષાની દૃષ્ટિએ કોઈ કોઈ જગ્યાએ કાદંબરીની જેમ ગઇકાની સહજ સ્મૃતિ થઈ આવે છે. આ કથાઓનું વિશ્વના વિભિન કથાગ્રંથની સાથે તુલનાત્મક અધ્યયન કરવાથી ઘણુ નવા તથ્યોનું ઉદ્દઘાટન થઈ શકે છે. બીજે શ્રુતસ્કંધ બીજા શ્રુતસ્કન્દમાં ચમરેન્દ્ર, બલીન્દ્ર, ધરણેન્દ્ર, પિશાચેન્દ્ર, મહાકાલેન્દ્ર, શકે, ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓના રૂપમાં ઉત્પન્ન થનારી સાધ્વીઓની કથાઓ આપવામાં આવી છે. દશ વર્ગોમાં ૨૦૬ અધ્યયન છે. આમાં વર્ણવેલી કુમારિકાઓ મોટેભાગે ભગવાન પાર્શ્વનાથના શાસનમાં દીક્ષિત થઈને ઉત્તરગુણોની વિરાધના કરવાને કારણે દેવીઓ રૂપે ઉત્પન્ન થઈ. તે સાવી દેવીરૂપે ઉત્પન્ન થઈ છતાં જે નામ તેમના મનુષ્યભવમાં હતા તે જ નામથી તેમને. પરિચય આપવામાં આવ્યું છે. આ શ્રુતસ્કંધમાં ભગવાન પાર્શ્વકાલીન જન-જીવન, વિભિન્ન મત-મતાન્તર, પ્રચલિત રીતરિવાજ, નૈકાસંબંધી સાધનસામગ્રી, કારાગૃહ પદ્ધતિ, રાજ્યવ્યવસ્થા, સામાજિક- આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું સજીવ ચિત્રણ કરવામાં આવ્યું છે. ૭ - ઉપાસકદશાંગ આ આગમ દ્વાદશાંગીનું સાતમું અંગ છે. આમાં ભગવાન મહાવીરયુગના દશ ઉપાસકનાં પવિત્ર ચરિત્રવર્ણન છે. તેથી આનું નામ “ઉવાસગ દસાઓ' છે. ઉપાસક શબ્દ જૈન ગૃહરથ સાધક માટે વ્યવહત થાય છે. “દશા” શબ્દ દશ સંખ્યાનો વાચક તથા અવસ્થાને સૂચક છે. ઉપાસકદશામાં દશ ઉપાસકેની કથાઓ છે. તેથી દશ સંખ્યાવાચક થોસાથ ઉપાસકની અવસ્થાનું પણ વર્ણન છે તેથી અર્થની દૃષ્ટિએ પણ દશા શબ્દ યથાર્થ છે. શ્રમણ પરંપરામાં શ્રમણની ઉપાસના કરનારા ગૃહસ્થને શ્રમણોપાસક અથવા ઉપાસક કહ્યાં છે. ભ. મહાવીરના લાખે ઉપાસક હતા પરંતુ આ આગમમાં તેમના મુખ્ય દશ ઉપાસકેનું જ વર્ણન કરવામાં આવ્યું છે. સ્થાનાંગમાં ઉપાસકદશાંગમાં આવેલા દશ શ્રાવકેના નામ આ પ્રમાણે બતાવ્યા છેઃ આનંદ, કામદેવ, ચલણી પિતા, સુરાદેવ, ચુલશતક, કુંડલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાતિયાપિયા-સાયિકા પિતા. ઉપાસકદશાંગમાં દસમું નામ સાલીહિપિયા આવ્યું છે. કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિયોમાં લંતિયોપિયા, લત્તિયપિયા, લતિપિયા, લેતિયાપિયા વગેરે નામ પણ ઉપલબ્ધ થાય છે. એ જ પ્રમાણે નંદિનીપિયાની જગ્યાએ લલિતાંકપિયા અને સાલેઈણપિયા નામ પણ પ્રાપ્ત થાય છે. સમવાયાંગ અને નન્દીસત્રમાં અધ્યયનોની સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યું છે પરંતુ નામેનો નિર્દેશ કર્યો નથી. પ્રસ્તુત આગમમાં એક શ્રુતસ્ક, દશ અધ્યયન, દશ ઉદ્દેશકાળ, દશ સમુદ્રેશનકાળ કહ્યાં છે. તેમજ આમાં સંખ્યાત હજાર પદ, સંખ્યાત અક્ષર, સંખ્યાત નિર્યુકિતઓ, સંખ્યાત સંગ્રહણિઓ, સંખ્યાત પ્રતિપત્તિઓ અને સંખ્યાત શ્લેક બતાવ્યા છે. વર્તમાનમાં આ આગમનું પરિમાણ ૮૧૨ લેક છે. ઉપાસકદશામાં વર્ણિત ઉપાસકે વિભિન્ન જાતિના અને વિભિન્ન વ્યવસાય કરનારાઓ હતા. તે શ્રાવકેની જીવનચર્યાનું વર્ણન આ પ્રમાણે છે. એક વખત ભગવાન મહાવીર વાણિજ્યગ્રામ પધાર્યા. રાજા જિતશત્રુ તથા હજારોની સંખ્યામાં જનતા દર્શનાર્થે તથા ઉપદેશ શ્રવણાથે ઉપસ્થિત થઈ. નગરમાં અદ્દભુત વાતાવરણ સર્જાયું. આનંદ ગૃહપતિએ મહાવીરના શુભાગમનના સમાચાર સાંભળ્યા. તે ઘણજ પ્રસન્ન થયા અને સુંદર વેશપરિધાન વડે સુસજિત થઈને ભગવાનના સમવસરણમાં આગમસાર દેહન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy