SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ - કવિ પ. નાનયજી મહારાજ જન્મશતાGિE 4 દેવે પ્રતિબંધ કરી તેને સંયમમાર્ગમાં પ્રતિષ્ઠિત કર્યો. ઉગ્ર સાધના કરી કર્મોને નષ્ટ કરી તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પંદરમા અધ્યયનમાં નદીફળનું દષ્ટાન્ત છે. નન્દીફળ એવું ઝેરી ફળ હતું જે જોવામાં તો સુન્દર, ખાવામાં મધુર, અને સુંઘવામાં સુવાસિત હોવા છતાં તેને ખાનાર માણસ તે ફળનું પરિણમન થતાં હમેશને માટે આ સંસારથી વિદાય લઈ લેતે મરી જતો. તેની છાયા પણ ઝેરીલી હતી. ધન્ના સાર્થવાહે પિતાની સાથેની બધી વ્યકિતઓને સૂચના આપી હતી કે “બધા સાવધાન રહેજે અને નન્દીવૃક્ષથી દૂર રહેજે” પરન્તુ તેની હિતશિખામણની ઉપેક્ષા કરી જેમણે–જેમણે તેનાં ફળને ઉપભોગ કર્યો તેઓ હંમેશને માટે પોતાના જીવનથી વંચિત બની ગયા–પરલોકવાસી થઈ ગયા. ભ. મહાવીરે કહ્યું ધન્ના સાર્થવાહની જેમ તીર્થકર છે કે જેઓ વિષયભોગરૂપી નંદીફળથી બચવાને સર્દેશ આપે છે. પરંતુ જેઓ તેમની આજ્ઞાનો અનાદર કરી વિષયભેગને ગ્રહણ કરે છે તેઓ જન્મ-મરણને પ્રાપ્ત કરે છે પરંતુ પિતાના લક્ષ્ય એવા મુકિતસ્થળને પ્રાપ્ત કરી શકતા નથી. સેળમા અધ્યયનનું નામ અમરકંકા છે. આ અધ્યયનમાં પાંડવપત્ની દ્રૌપદીને પદ્મનાભ અપહરણ કરી હતિશીર્ષ નગરથી અમરકંકા લઈ જાય છે. શ્રીકૃષ્ણ પાંડેની સાથે ત્યાં પહોંચે છે અને પદ્મનાભને પરાજિત કરી દ્રૌપદીને પાછી મેળવે છે. સમુદ્ર પાર કરતાં પાંડવોની અબુદ્ધિપૂર્વકની મજાકથી શ્રીકૃષ્ણ અપ્રસન્ન થઈ દેશનિકાલનો આદેશ આપે છે, પરન્ત કુન્તીની પ્રાર્થનાથી સમુદ્રતટ ઉપરજ નવીન મથુરા વસાવી પાંડવોને ત્યાં રહેવાની અનુમતિ આપે છે. ત્યાર બાદ પાંડેની દીક્ષા અને મુક્તિલાભનું વર્ણન છે. પ્રસ્તુત અધ્યયનમાં દ્રૌપદીના પૂર્વભવનો પણ ઉલ્લેખ છે. તેણીએ એક વાર નાગેશ્રીના ભવમાં ધર્મરુચિ અનગારને કડવા તંબાના શાકનું આહારદાન કર્યું હતું જેના માઠા ફળ સ્વરૂપે તેને અનેક ભવમાં ભયંકર વેદના સહન કરવી પડી. આમાં કડ્ડલ નારદના કારસ્તાનનો પણ પરિચય આપ્યો છે. સત્તરમા અધ્યયનમાં સમુદ્રી અશ્વોનું દષ્ટાન્ત છે. તેમાં અશ્વોની જેમ જે શબ્દ, રૂપાદિ વિષયના લેભામણ આકર્ષણથી આકર્ષિત થઈને પરાધીનતાના કાદવમાં ખેંચી જાય છે તે દુઃખી થાય છે. અને જે વિષયોથી વિરકત રહે છે તેઓ સ્વતંત્રતાના સ્વર્ગને અનુભવ કરે છે. અઢારમા અધ્યયનમાં સુસુમાનું વર્ણન છે. તે ધન્ના સાર્થવાહની પુત્રી હતી. તેની સંભાળ રાખવા “ચિલાત” નામના નોકરને રાખ્યો હતો પરંતુ તે પિતાના કાળાં કામેથી બાળકોને હેરાન કરતો રહેતો તેથી ધન્નાએ તેને કાઢી મુકયો હતો. તે અનેક દુર્બસને શિકાર બની ગયો હતો તે સાથે તસ્કરને અધિપતિ પણ બન્યું. એક દિવસ તેણે સુસુમાનું અપહરણ કર્યું. ધન્ના સાર્થવાહ પોતાના પુત્રોની સાથે ભયંકર અટવીમાં તેનો પીછો કરતાં આગળ વધી રહ્યા હતા. ત્યાં ચિલાત દ્વારા મારી નાખેલી સુસુમાને મૃતદેહ તેમને મળ્યો. તેઓ તે વખતે ક્ષુધા-પિપાસાથી એટલા બધા વ્યાકુળ બની ગયા હતા કે પ્રાણોની કેમ રક્ષા કરવી તેની તેમને સમસ્યા થઈ ગઈ હતી. તેથી સસમાના મૃતદેહનું ભક્ષણ કરી તેમણે પોતાના જીવનની રક્ષા કરી. સુસુમાના શરીરનું ભક્ષણ કરતી વખતે ધન્નાના મનમાં કિંચિત્ માત્ર પણ આહારને રાગ ન હતો, ફકત પ્રાણુરક્ષા કરવી એ જ પ્રશ્ન હતું. એ જ પ્રમાણે સાધકે રાગરહિત થઈને આહાર કરવો જોઈએ. આહાર દ્વારા શરીરરક્ષાનું લક્ષ એ આત્મસાધના જ છે. ઓગણીસમા અધ્યયનમાં પુંડરીક અને કુંડરીકનું ઉદાહરણ છે. તેમાં એવું વર્ણન છે કે રાજા મહાપદ્મ શ્રમણ બન્યા ત્યારે તેમના જ્યેષ્ઠ પુત્ર પુંડરીક રાજ્યનું સંચાલન કરવા લાગ્યા અને કુંડરીક યુવરાજ બન્યા. ફરી જ્યારે મહાપ મુનિ ત્યાં આવ્યા ત્યારે કુંડરીકે શ્રમણુધર્મ સ્વીકાર કર્યો. કેટલાક સમય વીત્યા બાદ જ્યારે કુંડરીક મુનિ ફરીને ત્યાં આવ્યા તે વખતે તેઓ દાહવરથી પીડિત હતા. રાજા પુંડરીકે તેમને ઔષધોપચાર કરાવ્યું અને તેઓ સ્વસ્થ, નીરોગી થયા ત્યારે તેમને શ્રમણમર્યાદાનું સ્મરણ કરાવી વિહાર માટે પ્રેરણા કરી. પરંતુ મુનિ કુંડરીકના અન્તમનસમાં ભેગ પ્રત્યે તીવ્ર આકર્ષણ પેદા થઈ ગયું હતું. તેથી તેઓ ફરીને થોડા દિવસમાં પાછા તે જ નગરમાં આવી પહોંચ્યા. પુંડરીકે ઘણું સમજાવ્યું છતાં પણ ન સમજ્યા ત્યારે પિતાના વસ્ત્રાભૂષણો વગેરે કુંડરીકને આપી રાજ્ય સેંપી દીધું અને કુંડરીક શ્રમણષ પોતે ધારણ કરી લીધું અને ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરની સ્થિતિવાળા દેવ થયા. આ બાજુ કુંડરીક તીવ્ર ભેગમાં આસક્ત થઈને ત્રણ દિવસમાં જ મરીને સાતમી ૧૯૮ Jain Education International તત્તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy