________________
પૂજ્ય ગુરુદેવ કવિત્રય પં. નાનટન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પિતાના આ કૂવા સિવાય બીજું કંઈ તળાવ કે જળાશય વગેરે જોયું ન હતું તેથી તેને તેની વાત ઉપર વિશ્વાસ ન બેઠો. તેમ હે રાજા! તું પણ તારા અંતઃપુર વિષે કૂપમંડૂક જેવો જ છે.
પ્રસ્તુત અધ્યયનમાં અરણક શ્રાવક તેમજ છ રાજાઓનો પરિચય પણ આપવામાં આવ્યું છે.
નવમા અધ્યયનમાં માર્કદીપુત્ર જિનપાલ અને જિનરક્ષિતનું વર્ણન છે. તે બન્ને ભાઈ અનેકવાર વહાણ દ્વારા ધનને માટે વિદેશયાત્રા કરે છે. જયારે તેઓ બારમી વખત પ્રસ્થાન કરવા લાગ્યા ત્યારે તેમના માતાપિતાએ તેમને ઘણું સમજાવ્યાં કે આપણી પાસે ઘણુ ધન છે અને ખાધેપીધે ખૂટે તેમ નથી એટલે હવે કયાંય જવાની જરૂર નથી. છતાં પણ તેઓ તેમની આજ્ઞાની અવહેલના-અનાદર કરી સમુદ્રયાત્રાએ નીકળ્યા. મધદરિયે ભયંકર તોફાન થવાથી તેમનું વહાણું ચૂરેચૂરા થઈ ગયું, અને તેઓ રદ્વીપની રત્નાદેવીની મોહજાળમાં ફસાઈ ગયા. શૈલક યક્ષે તેમના ઉદ્ધારનું વચન આપ્યું અને તેમને પોતાના ઉપર બેસાડી સમુદ્ર પાર કરાવી રહ્યો હતો પરંતુ જિનરક્ષિત રત્નાદેવીની વાતમાં આવી ગયે અને વાસનાથી ચલાયમાન થઈને પિતાના પ્રાણ ગુમાવ્યા. જ્યારે જિનપાલ વિચલિત ન થતાં પિતાના સ્થાને સુરક્ષિત પહોંચી ગયે. એ જ પ્રમાણે સાધક પણ જે પિતાની સાધનાથી વિચલિત થતું નથી તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે.
દશમાં અધ્યયનમાં ચન્દ્રના દષ્ટાંતથી એમ પ્રતિપાદિત કર્યું છે કે જેમ કૃષ્ણપક્ષનો ચન્દ્ર અને શુકલપક્ષને ચન્દ્ર અનુક્રમે હાનિવૃદ્ધિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે ચન્દ્રની જેમ કમેની અધિકતાથી આત્માની તિ મંદ પડે છે અને કર્મોની ન્યૂનતાથી તિ ઝળહળવા લાગે છે.
અગિયારમા અધ્યયનમાં સમુદ્રના કિનારે થનારા દાવદ્રવ નામના વૃક્ષનું દૃષ્ટાંત આપી આરાધક અને વિરાધકનું નિરૂપણ કર્યું છે.
બારમા અધ્યયનમાં ગંદા અને દુર્ગધયુક્ત મલિન પાણીને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડે છે. સંસારને કોઈપણ પદાર્થ એકાન્તરૂપથી શુભ કે અશુભ નથી. સંસારને પ્રત્યેક પદાર્થ શુભ હોય અશુભરૂપમાં અને અશુભ હોય તે શુભરૂપમાં પરિવર્તિત થતો રહે છે. તેથી એક ઉપર રાગ ને બીજા ઉપર દ્વેષ ન કર જોઈએ. એમ મોહભાવને ક્ષીણું કરવા સુન્દર બોધદષ્ટાન્ત આપ્યું છે.
તેરમા અધ્યયનમાં દેડકાનું દષ્ટાન્ન આપ્યું છે. તેમાં બતાવ્યું છે કે નન્દ મણિયાર રાજગૃહનો નિવાસી શ્રાવક હતે. સત્સંગના અભાવે, વ્રતનિયમોની સાધના કરવા છતાં પણ તે વિચલિત થઈ ગયો. તેણે ચાર શાળાઓની સાથે એક વાવનું પણ નિર્માણ કરાવ્યું. વાવ પ્રત્યે તેને ખૂબ આસકિત અને મમત્વ ભાવ ઉત્પન્ન થવાથી આત્ત ધ્યાનમાં મૃત્યુ પામી તેજ વાવડીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. ભગવાન મહાવીરના પદાર્પણ થવાની વાત સાંભળી તે વન્દન માટે નીકળે. પરન્ત માર્ગમાં જોડાના પગતળે આવવાથી ભયંકર રૂપથી ઘાયલ થઈ ગયે. ત્યાંજ સમાધિપૂર્વક અનશન કરી પ્રાણને પરિત્યાગ કરી સ્વર્ગનો અધિકારી બન્યા. આસક્તિ માણસનું કયાં સુધી પતન કરી નાખે છે. તે આમાં બતાવ્યું છે. - ચૌદમા અધ્યયનમાં તેટલીપુત્રનું વર્ણન છે. માનવ જ્યારે સુખના સાગર ઉપર તરે છે તે વખતે તેને ધર્મ ગમતો નથી પરંતુ જ્યારે તે દુઃખની દાવાગ્નિમાં શેકાય છે ત્યારે તેને ધર્મકાર્ય કરવાનું સૂઝે છે. પ્રસ્તુત અધ્યયનમાં તેતલી પ્રધાનનું જીવન જ્યાં સુધી સુખમય હતું ત્યાં સુધી તેણે ધર્મ તરફ આંખ ઊંચી કરીને પણ જોયું નહિ. પરન્તુ પઢિલ દેવે કે જે પૂર્વભવમાં પિઢિલા નામની તેની ધર્મપત્ની હતી અને જેણે સંયમસા કરી હતી, તેણે પ્રતિબોધ પમાડવાનું વચન આપેલ હોવાથી ત્યાં આવી. તેતલીપુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે તે ધર્મ પ્રત્યે ઉમુખ થયો નહિ ત્યારે તેણે રાજા કનકદેવજના અન્તમાંનસના વિચારો પરિવર્તિત કરી નાખ્યા અને પ્રજાનાં મનને પણ ફેરવી નાખ્યાં. તેથી અપમાનિત થવાને લીધે અત્યન્ત દુઃખના ઘેરા વમળમાં પડી ગયે. આ દુઃખ અસહ્યા થવાથી તેણે પોતાના સ્થાને આવી ગળામાં ફાંસો નાખી મરવા પ્રયત્ન કર્યો પણ મરી ન શકો. ગળામાં ભારે શિલા બાંધી અને પાણીમાં ડૂબી મરવા ઈચ્છયું પણ મરી ન શકો. સૂકા ઘાસના ઢગલામાં આગ લગાડી
ઇચ્છા કરી પણ બળી ન શકશે. આ પ્રમાણે અનેક પ્રયાસ કરવા છતાં પણ જ્યારે તે મરી ન શકર્યો ત્યારે
આગમસાર દેહન
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org