________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ત્રીજા અધ્યયનમાં મોરના ઈંડાના દષ્ટાંત દ્વારા આ સત્યને પ્રગટ કરવામાં આવ્યું છે કે શ્રદ્ધાશીલ વ્યકિત કેવી રીતે ઈચ્છિત ફેળને પ્રાપ્ત કરે છે અને સંયમશીલ વ્યકિત કેવી રીતે અભીષ્ટ ફળથી વંચિત રહે છે.
ચોથા અધ્યયનમાં બે કાચબાના ઉદાહરણથી આ વાત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ઇન્દ્રિયેને વશમાં રાખનાર સાધકને સાધનાના માર્ગથી કઈ વિચલિત કરી શકતું નથી. અને જેમની ઈદ્રિ અને મન વશમાં નથી તેઓ પેલા કાચબાની જેમ પાપરૂપી શિયાળથી ગ્રસિત થઈ જાય છે.
પાંચમાં અધ્યયનમાં થાવસ્થા પુત્રનું વર્ણન છે. વાસુદેવ શ્રીકૃષ્ણ તેમની દીક્ષાને સમુચિત પ્રબંધ કરે છે. થાવસ્થા પુત્ર શૈલક રાજર્ષિ ૫૦૦ સાથીઓની સાથે દીક્ષા પ્રદાન કરે છે અને શુકદેવ પરિવ્રાજકને ચર્ચા વિચારણા બાદ ૧૦૦૦ પરિવ્રાજકની સાથે દીક્ષા પ્રદાન કરે છે. શેલક રાજર્ષિ અસ્વસ્થ થવાથી તેમનો ઔષધોપચાર કર્યો પરંતુ ત્યાર પછી તેઓ પ્રમાણ ઘેરાઈ જાય છે ત્યારે વિનયમૂર્તિ પંથક તેમના પ્રમાદને પરિહાર કરે છે. નમ્રતા અને સેવાભક્તિથી પ્રમાદને દૂર કરાવી સંયમમાં સં સ્થાપિત કરાવે છે.
છઠા અધ્યયનમાં તુંબડાના દષ્ટાન્તથી એ વાત ઉપર પ્રકાશ પાડે છે કે માટીના લેપથી ભારે બનેલું તુંબડું પાણીમાં ડુબી જાય છે અને લેપ ધોવાતાં તરવા લાગે છે. તેવી જ રીતે કર્મોના લેપ અને આવરણથી આમે ભારે બની સંસારસાગરમાં બૂડે છે અને કર્મોના આવરણથી મુક્ત થઇને સંસાર-સાગરથી તરી જાય છે.
સાતમાં અધ્યયનમાં ધનની સાથે વાહની ચાર પુત્રવધૂઓનું દષ્ટાન્ત છે. શેઠ પોતાની ચારે પુત્રવધૂઓને ૫-૫ શાલી (ચોખા)ના દાણું આપે છે. પહેલી પુત્રવધૂએ તે ફેંકી દીધા, બીજીએ તેને પ્રસાદ સમજી મોઢામાં–મૂક્યા અને ખાઈ ગઈ, ત્રીજીએ તેને સંભાળીને સાચવી રાખ્યા અને ચોથીએ તે દાણને વવરાવી તેના હજારગણું કરાવી દીધા. તેવીજ રીતે સદગુરુ પાંચ મહાવ્રતરૂપ શાલીના દાણું પ્રદાન કરે છે. કોઈ શિષ્ય તેને ભાંગીને નાખી દે છે, બીજે તેને ખાન-પાન અને વિલાસમાં ગુમાવી દે છે, ત્રીજો તેને સુરક્ષિત રાખે છે અને જો તેને સાધના દ્વારા ખુબ સમૃદ્ધ કરી વિકસાવે છે.૧
આઠમાં અધ્યયનમાં તીર્થકર મલ્લી ભગવતીનું વર્ણન છે. તેમનો જન્મ, બાળકીડા, વિવાહ માટે છ રાજાઓનું આગમન. સોનાના પૂતળામાં કરવપ્રક્ષેપના પરિણામ વડે પ્રતિબંધ પમાડી તેમની સાથે પોતાની દીક્ષા અને દીક્ષાને દિવસેજ ઘાતકર્મોને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું, તીર્થની સ્થાપના કરી તીર્થકર બનવું, વિહારક્ષેત્ર, સંહનન, સંસ્થાન, નિવાણ વિગેરેનું પૂર્ણ વિવરણ છે. મલી ભગવતીએ ગૃહસ્થાશ્રમમાં તે યુગની પ્રસિદ્ધ પરિત્રાજિકા ચોખાને શુચિમૂલક ધમની સદોષતા પ્રતિપાદિત કરી વિનયમૂલક ધર્મની શિક્ષા આપતાં કહ્યું કે જેમ ૨કતરંજિત વસ્ત્રને રકતમાં છે.વાથી સ્વચ્છ કરી શકાય નહિ તેવીજ રીતે હિંસાદિથી આત્મા શુદ્ધ થઈ શકે નહિ.
આમાં મુખ્ય દૃષ્ટાન્તની સાથે કેટલીક અવાન્તર કથાઓ પણ તેમાં પ્રાપ્ત થાય છે. જેમકે–પરિવ્રાજિકા ચોખા જિતશ રાજા પાસે જાય છે. રાજા જિતશત્રુ તેને પૂછે છે. તમે ઘણી જગ્યાએ ફરો છો તે શું તમે મારા જેવું અંતઃપુર કયાંય જોયું છે? ચાખાએ દાઢમાં હસતાં કહ્યું કે તમે કૂપમંડૂક જેવા છે. કૂપમંડૂક કેવી રીતે હું છું એવી જિજ્ઞાસા જિતશત્રુએ
એ કહ્યું – એક કૂવામાં એક દેડકો હતો, તે ત્યાંજ જમ્યા, ત્યાં જ મેટે થયે. તેણે કદી કોઈ તળાવ કે બીજુ કઈ જળાશય જોયું નહોતું. તે પોતાના કુવાને જ સર્વસ્વ માનતો હતો. એક દિવસ એક સમદ્રનો દેડકો તે કૂવામાં આવ્યું. ત્યારે તે કૂપમંડૂકે તેને પૂછયું- તું કોણ છે અને કયાંથી આવ્યું છે? તેણે કહ્યું-હું સમુદ્રનો દેડકો છું અને ત્યાંથી જ આવ્યો છું. કૂપમંડૂકે ફરી પ્રશ્ન કર્યો– શું સમુદ્ર આટલો મોટો છે? ત્યારે તે દેડકાએ કહ્યું- સમુદ્ર તે આથી ઘણે મોટો છે. કૂપમંડૂકે પોતાના પગથી કૂવામાં રેખા ખેંચીને પૂછ્યું-શું સમુદ્ર આવડે મટે છે? સમુદ્રીમંડૂકે હસતાં કહ્યું- આથી પણ ઘણે મોટો છે. ત્યારપછી કૂપમંડૂકે કૂવાના પૂર્વી તટથી પશ્ચિમીતટ સુધી કૂદકે મારીને પૂછયું- શું સમુદ્ર આવડે મટે છે? સમુદ્રીમંડૂકે જવાબ આપે આથી પણું ઘણું મેટો સમુદ્ર છે. કૂપમંડૂકે
૧ પ્રોફેસર લાયમને પોતાની જર્મન પુસ્તક “બુદ્ધ અને મહાવીર” માં બાઈબલની મેમ્ભ અને લૂકની કથાની સાથે સરખામણી કરી છે.
૧૯૬
તત્તવદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org