SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ રાજનીતિ વગેરે ઉપર જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે તે અનુપમ છે. ૩૬ હજાર પ્રÀાત્તામાં આધ્યાત્મિક તત્ત્વનું સાન્દ્રય દર્શનીય છે. ઐતિઙાસિક દ્રષ્ટિએ આવક સંઘના આચાર્ય મ'ખલી ગેાશાલ, જમાલી, શિવ રાજર્ષિ, સ્કન્દક સન્યાસી આદિ પ્રકરણા અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. તત્ત્વચર્ચાની દૃષ્ટિએ જયન્તી, મદ્રુક શ્રમણેાપાસક, રાહુ અણુગાર, સેામિલ બ્રાહ્મણ, ભ. પાના શિષ્ય કાલાસવેસી પુ, તુંગિયા નગરીના શ્રાવકો આદિ પ્રકરણે! ઘણા જ મનનીય છે. ગણિતની દ્રષ્ટિએ પાર્શ્વપત્તીય ગાંગેય અનગારના પ્રતત્ત્તર (ભાંગા) અત્યન્ત મૂલ્યવાન છે. ભ. મહાવીરે જે પંચાસ્તિકાયનું જે પ્રતિપાદન કર્યું" તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે અસ્તિકાય અમૂર્ત હાવાથી અદૃશ્ય છે. જીવાતિકાય અમૂર્ત હાવાથી દશ્ય નથી, તથાપિ શરીરના માધ્યમથી પ્રગટ થનારી ચૈતન્ય ક્રિયા વડે તે દશ્ય છે. પુદ્દગલાસ્તિકાય, ભલે તે પરમાણુ હાય કે સ્કન્ધ, મૂ` હોવાથી દૃશ્ય છે. આ વિરાટ વિશ્વમાં જે વિવિધતા દ્રષ્ટિગોચર થાય છે તે જીવ અને પુગના સંચાગથી છે. પ્રસ્તુત આગમમાં જીવ અને પુદ્ગલનું જેટલુ વિશઢ વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેટલુ પ્રાચીન ભારતીય ધર્મ તથા દર્શન ગ્રન્થામાં અન્યત્ર જોવા મળતુ નથી. પ્રસ્તુત આગમથી એવું પણ સમજાય છે કે તે યુગમાં અનેક ધર્મસંપ્રદાયા હતા પરન્તુ આટલી સાંપ્રાયિક કટ્ટરતા ન હતી. એક ધર્મને માનનારા મુનિએ અને પરિવ્રાજક ખીજા ધર્મને માનનાર મુનિયે તથા પરિવ્રાજકાની પાસે જવામાં સ કેચ અનુભવતા ન્હાતા. તેએ એક બીજા સાથે તત્ત્વચર્ચા પણ કરતા અને જે કંઈ ઉપાદેય જણાતુ તેને મુકતભાવથી સ્વીકાર પણ કરતા. આમાં એવા અનેક પ્રસંગેા છે કે જેથી તે યુગની ધાર્મિક ઉદારતા અને મતસહિષ્ણુતાને ખરે પરિચય પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત આગમ પ્રત્યેક સાધક માટે જ્ઞાનવર્ધક, સત્યમ તથા સમતાની ભાવનાનું પ્રેરક છે. પ્રસ્તુત આગમની ભાષા પ્રાકૃત છે. આમાં કાઇ કાઇ જગ્યાએ શૌરસેનીના પ્રયેગા પણ દષ્ટિગોચર થાય છે. પરન્તુ દેશ્ય શબ્દોના પ્રયાગ અનેક સ્થળેા પર થયેલે છે. ભાષા સરળ તેમજ સરસ છે. અનેક પ્રકરણે! કથા શૈલીમાં લખાયેલા છે. જીવનપ્રસ ંગે, ઘટનાએ અને રૂપકેાના માધ્યમથી કઠણુ વિષયાને સરળ બનાવી પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યપણે આ આગમ ગદ્યશૈલીમાં લખાયેલ છે. પ્રતિપાદ્ય વિષયને સંકલન કરવાની દ્રષ્ટિએ સંગ્રહણીય ગાથાએ!ના રૂપમાં પદ્યભાગ પણ પ્રાપ્ત થાય છે. કોઇ જગ્યાએ સ્વતંત્રરૂપથી પ્રશ્નોત્તરાના ક્રમ છે તો કોઇ જગ્યાએ કઇ ઘટના પછી પ્રશ્નોત્તરે આવેલા છે. પ્રસ્તુત આગમમાં દ્વાદશાંગી પછીના કાળમાં રચાયેલા રાજપ્રશ્નીય, આપપતિક, પ્રશ્નવ્યાકરણ, જીવભિગમ તથા નન્દી દ્વિના નામેાના ઉલ્લેખ જોઇને અને તે આગમેનુ વિષયની દ્રષ્ટિએ સૂચન જોઇને ઐતિહાસિક વિદ્વાનેાનું એવું અનુમાન છે કે પ્રસ્તુત આગમ તે આગમા પછી રચવામાં આવ્યું છે. કારણ કે પૂર્વરચિત હેાત તે ઉત્તરવતી રચનાઓને આમાં ઉલ્લેખ કેમ થયે હાત અને તે વિષયની સૂચના આમાં કેમ હેાત ? ઉત્તરમાં અમે નિવેદન કરવાની રજા લઇએ છીએ કે અન્ય આગમેનુ જે સૂચન કરવામાં આવ્યું છે તે આગમલેખન સમયે દેવર્ષિંગણી ક્ષમાશ્રમણે કર્યુ છે. આગમલેખન વખતે અનુક્રમે આગમે! લખવામાં આવ્યા નથી. જે આગમ પહેલાં લખાયુ અને જે વિષયનું વન આગમમાં વિસ્તારથી કરવામાં આવ્યું તે વિષયની પુનરાવૃત્તિ ન થાય તે માટે દેઢગણી ક્ષમાશ્રમણે આવે ઉપક્રમ કર્યા હતા. આ દૃષ્ટિએ વિચારતાં એની મૂળ રચના પ્રાચીન જ છે અને આ ગણધરકૃત જ છે, એમાં શંકાને અવકાશ નથી. આ આગમમાં સર્વપ્રથમ ‘નમસ્કાર મહામત્ર'થી અને ત્યારપછી ‘નમે! અભીએ લિવિએ' તેમજ ‘નમે સુયસ' એમ વિનયપૂર્વક નમસ્કાર કરીને મગળાચરણુ કરવામાં આવ્યું છે. ત્યારપછી ૧૫મા, ૧૭મા, ૨૩મા અને ૨૬મા શતકના પ્રારંભમાં પશુ ‘નમે સુયદેવયાએ ભગવઇએ' આપ દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યુ છે. આ પ્રમાણે છ સ્થળે મંગલાચરણુ છે જ્યારે અન્ય આગમમાં એક પણ જગ્યાએ મંગલાચરણ કરેલું જોવા મળતુ નથી. પ્રસ્તુત આગમના ઉપસ’હારમાં “ ઇક્કચત્તાલીસઈમ રાસી જુમ્મસય સમત્ત” એવુ સમાપ્તિસૂચક પદ્મ ઉપલબ્ધ આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only ૧૯૩ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy