SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જજ માતાલિદ સ્મૃતિગ્રંથ, થાય છે. આ પદમાં એમ બતાવ્યું છે કે આમાં ૧૦૧ શતક હતા પરંતુ વર્તમાનમાં માત્ર ૪૧ શતક જ ઉપલબ્ધ થાય છે. સમાપ્તિસૂચક આ પદ પછી એ ઉલલેખ મળે છે કે “સવાએ ભગવઈએ અડતીસં સયં સયાણું (૧૩૮) ઉસગાણું ૧૯૨૫.” બધા શતકો એટલે કે અવાનાર શતકો મળીને કુલ શતક ૧૩૮ છે અને ઉદ્દેશક ૧૯૨૫ છે. પ્રથમ શતકથી બત્રીસમા શતકે સુધી અને ૪૧ મા શતકમાં એકેય અવાન્તર શતક નથી. ૩૩ માં શતકથી ૩૯મા શતક સુધી જે ૭ શતકો છે તેમાં ૧૨-૧૨ અવાન્તર શતકો છે. ૪૦ મા શતકમાં ૨૧ અવાન્તર શતક છે તેથી આ આઠ શતકની પરિગણુના ૧૦૫ અવાન્તર શતકના રૂપે કરવામાં આવી છે. આ પ્રમાણે અવાન્તર શતક રહિત ૩૩ શતક અને ૧૦૫ અવન્તરશતકવાળા ૮ શતકનો સરવાળો કરતાં ૧૩૮ શતક થાય છે. પરંતુ સંગ્રહણી પદમાં જે ઉદેશકોની સંખ્યા ૧૯૨૫ બતાવી છે તેનું પ્રમાણ અને આધાર અનવેષણ કરવા છતાં પણ મળતાં નથી. પ્રસ્તુત આગમના મૂળ પાઠમાં આના શતક અને અવાન્તર શતકના ઉદ્દેશકેની સંખ્યા આપવામાં આવી છે. આમાં ૪૦ માં શતકના ૨૧ અવાતર શતકમાંથી અનિતમ ૧૬ થી ૨૧ અવાન્તર શતકેના ઉદ્દેશકોની સંખ્યા સ્પષ્ટપણે આપી નથી. | પહેલાંથી પંદરમા અવાન્તર શતક સુધીના પ્રત્યેકના ઉદેશકની સંખ્યા ૧૧ બતાવી છે, તેવી જ રીતે શેષ અવાન્તર શતકમાંથી પ્રત્યેકની ઉદ્દે શક સંખ્યા ૧૧-૧૧માની લઈએ તો વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના કુલ ઉદ્દેશકોની સંખ્યા ૧૮૮૩ થાય છે. કેટલીય પ્રતમાં “ઉદે સગાણ” આટલો જ પાઠ મળે છે. તેમાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. ત્યાર પછી એક ગાથા છે જેમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની પદ સંખ્યા ૮૪ લાખ બતાવી છે. આચાર્ય અભયદેવે વિશિષ્ટ સંપ્રદાય ગમ્યાનિ’ આમ વ્યાખ્યા કરી છે. ત્યાર બાદની ગાથામાં સંઘની સમુદ્રની સાથે તુલના કરી છે અને શૈતમ વગેરે ગણધરને તેમ જ ભગવતી વગેરે દ્વાદશાંગીરૂપ ગણિપિટકને નમસ્કાર કરેલ છે. બીજા પણ મંગલાચરણ છે. આચાર્ય અભયદેવનું મન્તવ્ય છે કે જેટલા પણ નમસ્કારપરક ઉલ્લેખ છે તે બધા લિપિકાર અને પ્રતિલિપિકાર દ્વારા કરવામાં આવ્યા છે. પ્રસ્તુત આગમમાં કેટલીક વાતો વારંવાર પુનરાવર્તિત થઈ છે તેનું મૂળકારણ સ્થાનભેદ, પ્રક્તના ભેદ અને કાળભેદ છે. ૬ જ્ઞાતાધર્મકથા દ્વ દશાંગીમાં જ્ઞાતાધર્મકથાનું છઠું સ્થાન છે. આના બે મુસ્ક છે. પ્રથમ શ્રતસ્કન્દમાં જ્ઞાત–દષ્ટાન્ત અને બીજા શ્રતસ્કધમાં ધર્મકથાઓ છે. તેથી પ્રસ્તુત આગમનું મૂળ નામ ‘ણાયાણિય ધમ્મકહા” છે. ટીકાકાર અભયદેવસૂરિએ ટીકામાં આજ અર્થ કર્યો છે. તરવાથે ભાગ્યકારે “જ્ઞાતધર્મકથાસૂત્ર’ એ પ્રયોગ કર્યો છે. ભાગ્યકારે આનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે દષ્ટાંન્ત દ્વારા જેમાં ધર્મનું કથન કરવામાં આવ્યું છે તે આગમ જ્ઞાતધર્મકથા છે.' પ્રસ્તુત આગમનું નામ જયધવલામાં ણાહધમ્મકહા-નાથધર્મકથા” એવું મળે છે. અહી નાથ નો અર્થ સ્વામી છે. નાથધર્મકથાનો તાત્પયર્થ એ છે કે નાથ-તીર્થકર દ્વારા પ્રતિપાદિત ધર્મકથા. સંસ્કૃત ગ્રંથમાં પ્રસ્તુત આગમનું નામ જ્ઞાતૃધર્મકથા પ્રાપ્ત થાય છે. આચાર્ય અકલંકે તત્વાર્થરાજવાતિકમાં જ્ઞાતૃધર્મકથા એવું નામ આપ્યું છે. આચાર્ય મલયગિરિ તથા આચાર્ય અભયદેવે દૃષ્ટાતપ્રધાન ધર્મકથાને જ્ઞાતાધર્મકથા કહેલ છે. તેમની દષ્ટિએ પ્રથમ અધ્યયનમાં જ્ઞાત છે અને બીજા અધ્યયનમાં ધર્મકથાઓ છે. ૧ શાતા: દણના: તાનપાદાય ધ યત્ર કશ્મતે તત જ્ઞાતધર્મકથા : - તત્ત્વાર્થભા. ૨ તત્ત્વાર્થવાતિક ૧૨૦, પૃષ્ઠ ૭૨ ૩ જ્ઞાતાનિ - ઉદાહરણાનિ ત~ધાના ધર્મકથા જ્ઞાતાધર્મકથા: અથવા શતાનિ જ્ઞાતાધ્યયનાનિ પ્રથમ શ્રુતસ્કંધે, ધર્મકથા દ્રિતીયકૃતરક ચાર ગ્રંથ પદ્ધતિષ (તા) શાતા ધર્મકથા: - નંદીવૃત્તિ પત્ર ૨૩૦, ૩૧ ૪ જ્ઞાતાનિ - ઉદાહરાણાનિ તપ્રધાના ધર્મકથા જ્ઞાતાધર્મકથા, દી– સંજ્ઞાત્વાદ અથવા પ્રથમથુતસ્કો જ્ઞાતાભિધાયકવાત જ્ઞાતાનિ દ્રિતીયનું તશૈવ ધર્મકથા. - સમવાયાંગ વૃત્તિ પત્ર ૧૦૮ તત્ત્વદર્શન For Private & Personal Use Only ૧૯૪ Jain Education International www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy