________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રત્યાખ્યાન કર્યું છે તે ધમી છે, જેણે પાપકર્મનું પ્રત્યાખ્યાન કર્યું નથી તે અધમ છે, અને જેણે કંઈક ત્યાગ કર્યો છે અને કંઇકનો ત્યાગ કર્યો નથી તે ધમધમી છે. એવી જ રીતે જીવના પંડિત, બાલ અને બા પંડિત ભેદ કર્યો છે. શ લેશી અવસ્થાને પ્રાપ્ત અ ગા૨ની નિઃપતા. ચાલવાન (કંપનના) પ્રકાર, સંવેગ અ દિ ધર્મનું અન્તિમ ફલ એક્ષ બતાવ્યું છે. આત્મા તેમજ સ્પષ્ટ ક્રિયાના સંબંધમાં કહ્યું છે કે આત્મા કર્મ દ્વારા (અચરણ દ્વારા) સ્પષ્ટ કરાય છે. દુઃખ અને સુખ આત્મકત છે, પરકત છે કે ઉભયકૃત છે? ભગવાને કહ્યું-દુઃખ આત્મકૃત છે, પરકૃત નથી કે નથી ઉભય51. ઈશાનેન્દ્રની સુધર્મસભાનું વર્ણન કર્યું છે તેમજ ઉર્વલકના પૃથ્વીકાયિક, અપકાય, વાયુકાય આદિ ના મરણ મુદ્દઘાતનું વર્ણન છે. એ જ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમારના દેવેનું વર્ણન છે.
અઢારમા શતકમાં જીવ પ્રથમ છે કે અપ્રથમ? તે વિષે વિચાર કરી ૨૪ દંડક અને સિદ્ધજીવોના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. તેમજ સેલેશી, યોગ, ઉપગ આદિના પ્રથમ અપ્રથમ અને ચરમ-અચરમ સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. કેન્દ્રના પૂર્વભવનું વર્ણન કરતાં કાર્તિક શેઠને પ્રસંગ વર્ણવ્યો છે. તેઓ તીર્થકર ભ. મુનિસુવ્રતના સમયમાં થયા. તેમણે ભ. નિસબતનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય ભાવનાથી ઉપ્રેરિત થઈ એક હજાર આઠ શ્રેષ્ઠિઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, અને ઉગ્ર તપ કરી અને એક માસની સંલેખના કરી આયુષ્ય પૂર્ણ કરી શકે થયા છે. તેમજ આ શતકમાં માર્કદી પુત્રો સ્થવિરોથી પ્રશ્ન કરે છે કે પૃથ્વીકાયના જીવો મનુષ્ય થઈને મુકત થશે? ભગવાને કહ્યું છે કે તેઓ મુકત થઈ પણ શકે છે. દ્રવ્ય અને ભાવબ ઉપર ચિન્તન કરી પાપકર્મના ભેદ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યું છે. પ્રાણાતિપાત, પ્રવૃત્તિ નિવૃત્તિ, જીવ, ભગ, કૃતાદિ યુગ્મચતુષ્ક, દેવની સુન્દરતા અસુન્દરતા, મહાકર્મ – અપકર્મ, વિક્રવણ, સરલ અથવા વક, નિશ્ચય અને વ્યવહારની દષ્ટિએ ગેળમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, ભમરમાં કેટલા વર્ણ-ગંધાદિ હોય છે? પરમ ણુ અને સ્કન્દમાં કેટલા વર્ણાદિ હોય છે વગેરે પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. કેવી ભગવાનમાં યક્ષ પ્રવેશી શકે કે નહિ? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું કે ન પ્રવેશી શકે? ઉપધિના કર્મ, શરીર અને બાહ્ય ભડપકરણ એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. તેવી જ રીતે પરિગ્રહના પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે. મન, વચન અને કાયાના પેગને કઈ એક પદાર્થમાં સ્થિર કરવા તે પ્રણિધાન છે. તે ચોવીસે દંડકમાં ઉપલબ્ધ થાય છે. તેના ઉપર વિચાર કરવામાં આવેલ છે. મદ્રક શ્રાવક કે જે ઘણું જ પ્રતિભાસંપન્ન હતો અને જેના અકાટ્ય તકેએ અતીર્થિકોને નિરૂત્તર બનાવી દીધા હતા તેનું વર્ણન છે. વૈક્રિયથી બનાવેલા હજારો શરીરમાં એક જ આત્મા હોય છે. દેવાસુર સંગ્રામ, તેમજ સાધુના પગમાં કચરાઈ કે કૂકડો કે જીવજંતુ મરી જાય તે કેટલી ક્રિયાઓ લાગે તે જણાવ્યું છે. અન્યતીથિકો સાથે મૈતમને સંવાદ અને ભગવાન મહાવીર દ્વારા તેમની પ્રશંસા, શૈલમ દ્વારા ભગવાનને એવો પ્રશ્ન કે પરમાણું પુણવને છઠ્ઠમસ્થ જાણે છે કે નહિ? ભય દ્રવ્ય નૈરયિકના સંબંધમાં પ્રશ્નોત્તર, ભાવિતાત્મા અણગારની વૈકિક શકિત, વાયુથી પરમાણુ પૃષ્ટ છે કે નહિ, મશક વાયુથી સ્પષ્ટ છે કે નહિ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. મિલ બ્રાહ્મણ ભગવાનની પાસે આવે છે, તે યાત્ર, યપનીય, અવ્યાબાધ, પ્રાસુકવિહાર, “સરિસવ ભક્ય છે કે અભય, “માસી” ભક્ય છે કે અભક્ષા, “કુલત્થ” ભય છે કે અભક્ષ્ય? આ પ્રમાણે અનેક પ્રશ્ન કરે છે. તેનું ભગવાન પાસેથી સમાધાન મેળવી અને ઉત્તર સાંભળી શ્રાવકધર્મ ત્રણ કરે છે.
ઓગણીસમા શતકમાં લેશ્યા, ગર્ભ, પૃવીકાયના જીવ, અપકાયાદિના સાધારણ શરીર, સ્થાવર જીવોની અવગાહના સમતા, બાદરતા, વિશાળતાનું વિસ્તારથી વર્ણન કરી ચક્રવતીની દાસીનું દષ્ટાન્ત આપી એમ પ્રતિપાદન કર્યું છે કે તે ૨૧ વાર કઠણ શિલા ઉપર મજબૂત પથ્થર વડે પૃથ્વીકાયના પિંડને પસે છે તે પણ કેટલાક નો પથ્થર સાથે સ્પર્શ થાય છે અને કેટલાકનો સ્પર્શ થતો નથી. કેટલાક મરે છે અને કેટલાક મરતા નથી. એટલું સૂક્ષ્મ શરીર હોય છે. પૃથ્વીકાયના જીનું ત્યાર પછી નૈરયિકના મહા આશ્રવ આદિ ચતુષ્ક, ચરમ, પરમ ઔરયિકના કર્મ અને ક્રિયા આદિ દ્વીપ, સમુદ્ર, દેવ, આવાસ, જીવ, નિવૃત્તિ આદિ કરણના ભેદ, દેવના આહાર વિષે ચિન્તન કરવામાં આવ્યું છે.
વીસમા શતકમાં વિકસેન્દ્રિયના તથા પંચેન્દ્રિયના શરીર, લેક અને અલકાકાશ, પંચાસ્તિકાયના અભિવચન
આગમસાર દેહન
Jain Education International
For Private & Personal Use Only
૧૮૯ www.jainelibrary.org