________________
પૂજ્ય ગુરુદેવ કવિવયએ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પૃથ્વીની જેમ પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો શ્વાસ લે છે અને આહારાદિ ગ્રહણ કરે છે. આધુનિક વિજ્ઞાને વનસ્પતિના છ ઉપર તલસ્પર્શી અનુશી વન તથા પરિશીલન કરીને તેમના રહસ્યને પ્રગટ કર્યો છે. પરન્ત પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના છે અને પર્યાપ્ત શોધખોળ થઈ નથી. વનસ્પતિ કેધ અને પ્રેમ પ્રદર્શિત કરે છે. નેહપૂર્ણ સવ્યવહારથી તે પુલકિત થઈ જાય છે અને ઘણુપૂર્ણ દુર્વ્યવહારથી તે સંકેચાઈ પ્લાન થઈ જાય છે. વિજ્ઞાનનાં આ પરીક્ષણનું ભગવાન મહાવીરના આ સિદ્ધાંતથી સમર્થન થાય છે. ભગવાને વનસ્પતિમાં પણ દશ સંજ્ઞાઓ બતાવી છે – આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, કેપસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞ, લેકસંજ્ઞા અને
ઘસંજ્ઞા. આ સંજ્ઞાઓનું અસ્તિત્વ હોવાથી વનસ્પતિ વગેરે તેવોજ વ્યવહાર અસ્પષ્ટપણે કરે છે કે જે વ્યવહાર માનવ સ્પષ્ટરૂપથી કરે છે.
આ પ્રમાણે આવા સેંકડો વિષે પ્રસ્તુત આગમમાં પ્રતિપાદિત છે કે જેમને સામાન્યબુદ્ધિ ગ્રહણ કરી શકતી નથી. કેટલાક વિષયે તે આધુનિક વિજ્ઞાનમાં પણ નૂતન શે ધ દ્વારા ગ્રાહ્ય થઈ ચુકયા છે અને અન્ય કેટલાક વિષય આધુનિક શોધની પ્રતીક્ષામાં છે.
આ શતકમાં છકાય જીવનિકાય ઉપરાંત વકત દુઃખનું વેદન, ઉપપાતના અસંયત આદિ ૧૩ બેલ, કાંક્ષા મેહનીય આદિ ૨૪ દંડકોના આવાસ, સ્થિતિ આદિ સ્થાન, સર્પલેક, અલેક, ક્રિયા, મહાવીર અને રોહકના પ્રશ્નોત્તર, લોકસ્થિતિમાં મશકનું રૂપક, જીવ અને પુગલના સંબંધમાં છિદ્રવાળી નૌકાનું રૂપક, જીવાદિના ગુરુવ- લધુવને વિચાર, સામાયિક આદિ પદેના અર્થ, ઉપપત, વિરહ વગેરે અનેક બાબતનું વર્ણન છે.
બીજા શતકમાં શ્વાસોચ્છવાસન વિચાર, કુક પરિવ્રાજકના લેક અને મરણ સંબંધી પ્રશ્ન અને ભ. મહાવીર દ્વારા તેમના સમાધાન તથા ભગવાનની પાસે તેનું પ્રવર્જિત થવું, તંગિયાના શ્રાવકો દ્વારા પાધાપત્યની સાથે પ્રશ્નોત્તર, સમુદઘાત, સાત પૃવિઓ, ઈન્દ્રિયોને વિચોર, ઉદકગર્ભ વિચાર, તિર્યકમાનુષી ગર્ભ, એક જીવના પિતા - પુત્રનું ઉત્કૃષ્ટ પરિમાણ આદિનું આમાં વર્ણન છે. - ત્રીજા શતકમાં તામલી તાપસની ઉત્કૃષ્ટ તપસાધનાનું વર્ણન છે. અમરેન્દ્રના પૂર્વભવમાં તે પૂર્ણ નામને તાપસ હતું. તેનું સૌધર્મ દેવલેકમાં જવું અને શ્રમણ ભગવાન મહાવીરની શરણમાં આવી પોતાના પ્રાણને બચાવવા આદિનું વર્ણન છે. ક્રિયા, વિચાર, અનગાર, વૈક્રિય, લેકપાલ અને તેમના કાર્યોને ઉલ્લેખ છે.
ચોથા શતકમાં ઈશાન લોકપાલ, નરયિક ઉપપાત, વેશ્યા, પદ આદિનું નિરૂપણ છે. પાંચમા શતકમાં નારદપુત્ર અને નિર્ગસ્થ પુત્રને સંવાદ વગેરે છે.
છઠા શતકમાં વેદનાનું વર્ણન છે. નરકમાં મહાદના હોવા છતાં પણ અલ્પનિર્જરા થાય છે અને કેટલાય સ્થાનોમાં અલપવેદના હોવા છતાં મહાનિર્જરા થાય છે. નિર્જરા માટે કમરાગ અને ખંજનરાગના વસ્ત્રોનું દષ્ટાન્ત આપ્યું છે. સુકું ઘાસ તથા અગ્નિની જેમ, તેમ જ તપેલા તવા ઉપર પાણીનું ટીપું જેમ ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે તેવીજ રીતે શ્રમણના કર્મો સંયમની સાધના તેમજ તારૂપી અગ્નિથી નષ્ટ થઈ જાય છે. અ૯પવેદના અને મહાનિર્જરાની દષ્ટાન્ત સહિત ચભંગી પ્રસ્તુત કરી છે. મુહૂર્તના શ્વાસોચ્છવાસ અને કાળમાન આવલિકાથી ઉત્સર્પિણી, અવસર્પિણી સુધીનું વર્ણન છે.
સાતમા શતકમાં આહારક, અનાહારક, કર્મની ગતિ, પ્રત્યાખ્યાનના ભેદ અને સ્વરૂપ, સાતા-અસતાના બન્ધના કારણે, મહાશિલાકંટક અને રથમસલ સંગ્રામનું વર્ણન, વરુણનાગને અભિગ્રહ અને દિવ્ય દેવગતિ આદિનું વર્ણન છે.
આઠમા શતકમાં પુદ્ગલ, આશીવિષ, જ્ઞાનલબ્ધિ, શ્રમણોપાસકના ૪૯ ભાંગા, શ્રાવક અને આજીવિકા ઉપાસકની સાથે તુલના, ત્રણ પ્રકારનું દાન, આચાર્ય આદિના પ્રત્યેનીક અને બધુ આદિનું વર્ણન છે.
નવમા શતકમાં અસચ્ચા કેવળી, ગાંગેય અણગારના ભાંગા, કષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ અને જમાલીના બોધ આદિનું વર્ણન છે.
દશમાં શતકમાં દિશા, સંવૃત અધિકાર, ઉત્તર, અન્તરપિ આદિનું વર્ણન છે.
આગમસાર દેહન Jain Education International
૧૮૭ www.jainelibrary.org
For Private & Personal Use Only