SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ અન્ય આગની અપેક્ષા પ્રસ્તુત આગમ ઘણું વિશાળ છે. વિષયવસ્તુની દષ્ટિએ આમાં વિવિધતા છે. વિશ્વવિદ્યાની નથી કે જેની પ્રસ્તુત આગમમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપથી ચર્ચા કરવામાં ન આવી હોય. આ આગમ પ્રત્યે અત્યન્ત શ્રદ્ધા જનમાનસમાં રહી છે. જેના પરિણામ સ્વરૂપે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની પહેલાં “ભગવતી’ એવું વિશેષણ પ્રયુકત થવા લાગ્યું અને સૌકાઓથી તે “ભગવતી એવું વિશેષણ આ આગમનું ન રહેતાં સ્વતંત્ર નામ જ થઈ ગયું છે. વર્તમાનમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની અપેક્ષા ‘ભગવતી નામ વધુ પ્રચલિત છે. મહાયાન બૌદ્ધમાં પ્રજ્ઞાપારમિતા નામને જે ગ્રન્થ છે તેનું પણ તેમનામાં અત્યન્ત મહત્ત્વ છે. તેથી અષ્ટસાહસિકા પ્રજ્ઞા પારમિતાનું અપર નામ ભગવતી પ્રાપ્ત થાય છે. તેમ જેનાગોમાં ભગવતી પ્રસિદ્ધ છે. સમવાયાંગમાં બતાવ્યું છે કે અનેક દેવતાઓએ, રાજા તથા રાજર્ષિઓએ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા. ભગવાને તે બધા પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર આપ્યા, તેમનું આમાં સંકલન છે. આમાં સ્વસમય, પરસમય, જીવ, અજીવ, લોક, અલેકની વ્યાખ્યા કરવામાં આવી છે. આચાર્ય અકલંકના અભિમતાનુસાર પ્રસ્તુત આગમન જીવ છે કે નહીં? આવા પ્રકારના અનેક પ્રશ્નોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આચાર્ય વીરસેનનું કથન છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં પ્રશ્નોત્તરોની સાથે સાથે ૯૬ હજાર છિન છેદ નથી જ્ઞાપનીય શુભ અને અશુભનું વર્ણન છે. પ્રસ્તુત આગમમાં ૧ શ્રુતસ્કન્ધ, ૧૦૧ અધ્યયન, ૧૦ હજાર ઉદ્દેશકાળ, ૧૦ હજાર સમુદેશનકાળ, ૩૬ હજાર પ્રશ્ન અને તેમના ઉત્તર, ૨૮૮૦૦૦ પદ અને સંખ્યાત અક્ષર છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વર્ણન પરિધિમાં અનંતગમ, અનંતપર્યાય, પરિમિતિ–સ અને અનંત સ્થાવર આવે છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના અધ્યયને શતકના નામથી વિશ્રત છે. વર્તમાનમાં આના ૧૩૮ શાક અને ૧૯૨૫ ઉદ્દેશક છે. પ્રથમ ૩૨ શતક પૂર્ણ સ્વતંત્ર છે. ૩૩ થી ૩૯ સુધીના સાત શતક ૧૨-૧૨ શતકના સમવાય છે. ૪૦ મું શતક ૨૧ શતકને સમવાય છે. ૪૧ મું શતક સ્વતંત્ર છે. બધા મળીને ૧૩૮ શતક થાય છે. આમાં ૪૧ મુખ્ય છે, શેષ અવાન્તર શતક છે. પ્રથમ શતકમાં ચલન આદિ દશ ઉદ્દેશક છે. પ્રારંભમાં નમસ્કાર મંત્ર, બ્રાહ્મી લિપિ તથા શ્રતને નમસ્કાર કરી મંગળાચરણ કર્યું છે. પ્રશ્નોત્થાનમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમને સંક્ષેપમાં પરિચય આપે છે. ત્યાર બાદ ચલિત વગેરે નવ પ્રશ્ન, ૨૪ દંડકના આહાર, સ્થિતિ, શ્વાસોચ્છવાસ, કાળને વિચાર, સંવૃત અને અસંવૃત અનગાર અને અસંયતિના દેવગતિનું કારણ વગેરે બતાવેલ છે. આ વાત સમરણમાં રાખવા યોગ્ય છે કે ભગવાને જીના છ નિકાય બતાવ્યા છે. તેમાં ત્રસનિકાયના જીવ તો પ્રત્યક્ષ છે. હવે તો વિજ્ઞાને વનસ્પતિકાયમાં જીવ પ્રત્યક્ષ કરી બતાવ્યા છે પરંતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર નિકામાં જીવ વિજ્ઞાન દ્વારા સ્વીકત થયા નથી. ભગવાન મહાવીરે પૃથ્વી આદિ નું કેવળ અસ્તિત્વ જ માન્યું નથી પરંતુ તેમનું જીવન, આહાર, શ્વાસ, ચૈતન્યવિકાસ, સંજ્ઞાઓ આદિ વિષય ઉપર પણ વિસ્તારથી પ્રકાશ પાડે છે. પૃથ્વીકાયના જીવોનો ઓછામાં ઓછા જીવનકાળ અન્તર્મુહૂર્તને છે અને ઉત્કૃષ્ટ જીવનકાળ ૨૨ હજાર વર્ષનો છે. આ જ નિશ્ચિત કમથી શ્વાસ લેતા નથી. કયારેક એક સમયમાં તે કયારેક વધુ સમયમાં લે છે. તેમનામાં આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. તેઓ પ્રતિપળ – પ્રતિક્ષણ આહાર ગ્રહણ કરે છે. તેમનામાં ચૈતન્યને પ્રગટ કરનારી સ્પર્શ ઈન્દ્રિય સ્પષ્ટ છે પરંતુ અન્ય ઇન્દ્રિયો નથી. માનવ જેવી રીતે Pવાસ લેતી વખતે પ્રાણવાયુ ગ્રહણ કરે છે તેવી રીતે પૃવીકાયના જી શ્વાસ લેતી વખતે વાયુની સાથે જ પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિના પુગલો પણ ગ્રહણ કરે છે.* ૧ સમવાયાંગ સૂત્ર ૯૩ ૨ - તત્ત્વાર્થવાતિક ૧૨૦. - ૩ કષાયપાહુડ ભા. ૧, પૃ. ૧૨૫ ૪ છિન્નઈદ એ એવી વ્યાખ્યા પદ્ધતિ છે કે જેમાં પ્રત્યેક કલેક અને સૂત્રની સ્વતંત્ર વ્યાખ્યા કરવામાં આવે છે. તેમજ બીજા શ્લોકો ને સૂત્રોથી નિરપેક્ષ વ્યાખ્યા પણ કરવામાં આવે છે. એવી વ્યાખ્યાપધ્ધતિ “ છિન્નછેદનય” ના નામથી ઓળખાય છે. ૫ ભગવતી ૧-૧-૩૨ ૮ ભગવતી ૯-૩૪-૨૫૩૨૫૪ તવદર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy