________________
પશ્વ ગસદધ વિષય પં. નાનન્ટ મડર જવા માટે
ત્ર ગુરુદેવ કાઘવય પ. નાનચજી મહારજ જમશતાકિદ મતિગ્રંથ
કેટિ (કરોડવાળા) સમવાયમાં ભ. મહાવીરના તીર્થકર ભવથી પહેલાં છઠા પદિલના ભાવમાં એક કરોડ વર્ષનું શ્રમણ્ય પર્યાય બતાવ્યું છે. ત્યાર પછી કટાકોટિ સમવાયમાં ભ. અષભથી ભ. મહાવીર સુધીની વચ્ચેનું અંતર એક કટાકેટિ સાગર બતાવ્યું છે. ત્યારબાદ દ્વાદશાંગીને ગણિપિટક નામથી પરિચય આપે છે. તત્પશ્ચાત્ સમવસરણનું વર્ણન છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રની ઉત્સર્પિણી–અવસર્પિણીના કુલકરોનું વર્ણન છે, તેમજ વર્તમાન અવસર્પિણીના કુલકર અને તેમની પત્નીઓનું વર્ણન છે. તદનન્તર વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરનું સંક્ષેપમાં મહત્ત્વપૂર્ણ વિવરણ આપ્યું છે. તીર્થકરો સિવાય તેમના માતાપિતાના નામ, તીર્થકરોના પૂર્વજોના નામ, તેમની શિબિકાઓ, જન્મસ્થાન, દેવદુષ્ય, દીક્ષા, સાથી, દીક્ષાત૫, પ્રથમ ભિક્ષા પ્રદાન કરનાર, પ્રથમ ભિક્ષા તથા મળેલ પદાર્થ, તેમના ચૈત્યવૃક્ષો તથા તેમની ઊંચાઈ, તેમના પ્રથમ શિષ્ય તથા શિષ્યાઓ-આ બધી બાબતોનું વિવરણ આપવામાં આવ્યું છે. તેમજ ચક્રવતી, બલદેવ, વાસુદેવનો પરિચય પણ આપ્યો છે. પ્રતિવાસુદેવે ના નામ આપ્યા છે. પરંતુ તેમને મહાપુરુષોની હરોળમાં ગણ્યા નથી.
ત્યાર બાદ જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રના તીર્થકર, ભરત ક્ષેત્રમાં થનારા આગામી ઉત્સર્પિણી કાળના કુલકર, ઐરવતના દશ કુલકર તથા ભરત અને ઐરાવતના આગામી ઉત્સર્પિણી કાળમાં થનારા ૨૪ તીર્થકર, ચક્રવતી, બળદેવ તથા વાસુદેવના સંબંધમાં જ્ઞાતવ્ય બતાવેલ છે. તેમજ પ્રતિવાસુદેવના નામોને નિર્દેશ કર્યો છે. સૂત્રના અન્તમાં પ્રસ્તુત સૂત્રની સંક્ષેપમાં વિષયસૂચિ પણ આપેલ છે.
આ પ્રમાણે આપણે જોયું કે સમવાયાંગમાં જિજ્ઞાસુ સાધક માટે તથા અન્વેષણકર્તાઓ માટે અનેક મહત્ત્વપૂર્ણ તોનું સંકલન કરવામાં આવ્યું છે. વસ્તુવિજ્ઞાન, જેન સિદ્ધાન્ત તથા જેન ઈતિહાસની દષ્ટિએ આ સૂત્ર અત્યન્ત મહત્વપૂર્ણ છે.
આધુનિક ચિન્તકો સમવાયાંગમાં વર્ણિત ગણધર તમનું ૯૨ વર્ષનું આયુષ્ય તેમજ ગણધર સુધર્માનું ૧૦૦ વર્ષનું આયુષ્ય વાંચીને રમે તર્ક પ્રસ્તુત કરે છે કે સમવાયાંગની રચના સુધર્માના મે ક્ષે ગયા પછી થઈ છે. તેમના તર્કના સમાધાનમાં અમે નમ્ર નિવેદન કરવા ઈચ્છીએ છીએ કે આ ગણધરોની સ્થિતિના સંબંધમાં કયાંય ભ્રમ ન થઈ જાય જેથી દેવદ્ધિગણીક્ષમાશ્રમણે સંકલન કરતી વખતે આમાં ઉમેર્યું છે. શેષ સમવાય તે ગણધકૃત જ છે જેવું સ્થાનાંગના પરિચયમાં અમે સ્પષ્ટ કર્યું છે.
૫ ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્ર -
દ્વાદશાંગીમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું પાંચમું સ્થાન છે. પ્રશ્નોત્તરશૈલીમાં લખાયેલ હોવાથી પ્રસ્તુત આગમનું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. સમવાયાંગ અને નન્દીમાં લખ્યું છે કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં ૩૬ હજાર પ્રશ્નોનું વ્યાકરણ (સમાધાન) છે. દિગંબર ગ્રન્થ તત્વાર્થ વાર્તિક, પખંડાગમ * અને કષાયપાહુડમાં લખ્યું છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૬૦ હજાર પ્રશ્નોનું વ્યાકરણ (કથન) છે. આનું પ્રાકત નામ વિયાહ પણુતિ” છે. પ્રતિલિપિકાએ ‘વિબાહ પણતિ આપ્યું છે. વૃત્તિકા૨ આચાર્ય અભયદેવે “વિવાહ પણુતિનો અર્થ કરતાં લખ્યું છે કે શૈતમાદિ શિને તેમના પ્રનોના ઉત્તરમાં ભ. મહાવીરે અત્યુત્તમ વિધિથી વિવિધ વિષયોનું જે વિવેચન કર્યું છે તે સુધમસ્વામી દ્વારા પિતાના શિષ્ય જંબૂને પ્રરૂપિત કરવામાં આવ્યું હતું. તે વિશદ વિવેચન જેમાં કરવામાં આવ્યું હોય તે “વ્યાખ્યાપ્રજ્ઞપિત’ છે.
૧.--સમવાયાંગ સૂત્ર– ૯૩, ૨. નન્દી સૂત્ર ૮૫ ૩. તત્ત્વાર્થવાર્તિક ૧૨૦. ૪, ૫ટviડાગમ ૧, પૃ. ૧૦૧ ૫. કષાય પાહુડ ૧, પૃ. ૧૨૫ ૬. વિ - વિવિધા આ - અભિવિધિના, ખ્યા - ખ્યાતાનિ ભગવત મહાવીરસ્ય ગૌતમાદીન વિનેયાન પ્રતિ પ્રતિપદાર્થપ્રતિપાદનાનિ વ્યાખ્યા: તા:
પ્રજ્ઞાપ્યત્વે, ભગવતા સુધર્મસ્વામિના જંબૂનામાનમસ્તિ યસ્યામ (ખ) વિવાહપ્રજ્ઞપ્તિ– . જેમાં વિવિધ પ્રવાહોની પ્રજ્ઞાપના કરવામાં આવી હોય તે - વિવાહ પણત્તિ (ગ) એવી જ રીતે ‘વિબાહ પણ’િ શબ્દની વ્યાખ્યામાં લખ્યું છે કે, “વિ – બાધા - પ્રજ્ઞપ્તિ’ અર્થાત જેમાં નિબંધપણે અથવા પ્રમાણથી
અબાધિત નિરૂપણ કરવામાં આવ્યું છે તે “વિબાહ પણતિ’ છે.
આગમસાર દેહન Jain Education International
૧૮૫ www.jainelibrary.org
For Private & Personal Use Only