________________
પૂજ્ય ગુરુદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
વીસમાં સમવાયમાં પ્રત્યાખ્યાનપૂર્વની ૨૦ વસ્તુઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એકવીસમાં સમવાયમાં ૨૧ પ્રકારના દે નો ઉલ્લેખ છે.
બાવીસમા સમવાયમાં દષ્ટિવાદના ૨૨ સૂત્ર, છિન છેદનયવાળા ૨૨ સૂત્ર, આજીવકની દષ્ટિએ અછિન છેદ નયવાળા ૨૨ સૂત્ર, કૌશિકની દષ્ટિએ ૨૨ સૂત્ર, ચેતનય સ્વસમયની દષ્ટિવાળા ૨૨ સૂત્રે બતાવવામાં આવ્યા છે.
તેવીસમા રમવામાં ભગવાન અજિતનાથ આદિ ૨૩ તીર્થકરો પૂર્વભવમાં ૧૧ અંગધર માંડલિક રાજાઓ હતા. તેને ઉલેખ છે.
ચોવીસમાં સમવાયમાં ૨૪ તીર્થકરને દેવાધિદેવ કહ્યા છે. પચીસમા સમવાયમાં પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. છવીસમાં સમવાયમાં અભવ્ય જીવને મેહનીય કર્મની ૨૮ માંથી ૨૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે એમ બતાવ્યું છે. સત્તાવીસમા સમવાયમાં સાધુના ૨૭ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
અઠયાવીસમા સમવાયમાં મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ તેમજ મતિજ્ઞાનના ૨૮ ભેદો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ઓગણત્રીસમા સમવાયમાં ૨૯ પાપકૃત બતાવ્યા છે. અષાડ, ભાદ્રપદ, કારતક, પિષ, ફાગણ અને વૈશાખ આ છ મહિનાના ૨૯ દિવસ હોય છે એમ બતાવ્યું છે.
ત્રીસમાં સમવાયમાં મહા મોહનીય કર્મબંધના ૩૦ કારણે બતાવ્યા છે.
એકત્રીસમા સમવાયમાં સિદ્ધોના ૩૧ ગુણોનું વર્ણન છે. બત્રીસમા સમવાયમાં ૩૨ સંગ્રહ અને ૩૨ ઈન્દ્ર વગેરે બતાવ્યા છે. તેત્રીસમા સમવાયમાં ૩૩ પ્રકારની આશાતના, ચોત્રીસમામાં ૩૪ અતિશય, પાંત્રીસમામાં તીર્થકરની વાણીના ૩૫ અતિશય બતાવ્યા છે. છવ્વીસમામાં ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનો, સાડત્રીસમામાં ભ, કુંથુનાથના ૩૭ ગણું અને ૩૭ ગણધર, આડત્રી સમામાં ભ. પાર્શ્વનાથની ૩૮ હજાર શ્રમણિયે, ઓગણચાલીસમામાં ભ, નમિનાથના ૩૯૦૦ અવધિજ્ઞાની, ચાલીસમામાં ભ. અરિષ્ટનેમિની ૪૦ હજાર શ્રમણએ બતાવેલ છે.
એકતાલીસમા સમવાયમાં ભ. નમિનાથની ૪૧ હજાર શ્રમણુએ, બેંતાલીસમામાં નામકર્મના ૪૨ ભેદ અને ભ. મહાવીર ૪૨ વર્ષથી કંઈક અધિક સમય સુધી શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ, બુધ્ધ, મુકત થયા. તેંતાલીસમામાં કવિપાકના ૪૩ અધ્યયન, ચુમાલીસમામાં ઋષિભાષિતના ૪૪ અધ્યયન, પીસ્તાલીસમામાં માનવક્ષેત્ર, સીમંતક નરકાવાસ, ઉડુ વિમાન અને સિધ્ધશિલા આ ચ૨ ને ૭પ લાખ યોજન વિસ્તારવાળાં બતાવ્યાં છે. છેતાલીસમામાં બ્રાહ્મીલિપિના ૪૬ માતૃકાક્ષર, સુડતાલીસમામાં સ્થવિર અગ્નિભૂતિના ૪૭ વર્ષ સુધી ગૃહવાસમાં રહેવાનું વર્ણન છે. અડતાલીસમામાં ભ. ધર્મનાથના ૪૮ ગણ અને ૪૮ ગણધર, ઓગણપચાસમામાં તેઈન્દ્રિય જીવોની ઇ૯ અહોરાત્રની સ્થિતિ, પચાસમા સમવાયમાં ભ, મુનિસુવ્રતની ૫૦ હજાર શ્રમણી હતી વિ. નું વર્ણન કરેલ છે.
એકાવનમાં સમવાયમાં નવ બ્રહ્મચર્ય અધ્યયનના ૫૧ ઉદ્દેશકાળ, બાવનમામાં મેહનીય કર્મના પર નામે બતાવ્યા છે. તેપનમામાં ભ૦ મહાવીરના ૫૩ સાધુ એક વર્ષની દીક્ષા પછી અનુત્તર વિમાનમાં ગયા તેનું વર્ણન છે. ચોપનમામાં ભારત અને ઇરવતમાં અનુક્રમે ૫૪–૫૭ ઉત્તમ પુરુ થયા તથા ભ. અરિષ્ટનેમિ ૫૪ રાત્રિ સુધી મર્થ રહ્યા તથા ભ અનંતનાથને ૫૪ ગણ અને ૫૭ ગણધર હતા. પંચાવનમામાં ભગવતી મહિલ પપ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી સિદ્ધ થયા. છપનમામાં ભ. વિમલના પ૬ ગણ તથા પ૬ ગણધરો હતા. સત્તા વનમામાં મલિભગવતીના પ૭ સે મનઃ પર્યાવજ્ઞાની હતા. અઠાવનમામાં જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ અને અનંતરાય આ પાંચ કર્મોની ૫૮ ઉત્તર પ્રકૃતિઓ બતાવી છે. ઓગણસાઠમામાં ચન્દ્ર સંવત્સરની એક છત પ૯ અહોરાત્રિની હોય છે. સાઠમાં સમવાયમાં સૂર્યનું ૬૦ મુહૂર્ત સુધી એક મંડળમાં રહેવાનો ઉલ્લેખ છે.
એકસઠમા સમવાયમાં એક યુગના ૬૧ માસ બતાવ્યા છે. બાસઠમામાં ભ. વાસુપૂજયના ૬૨ ગણુ અને ૬૨ ગણધર બતાવ્યા છે. ત્રેસઠમામાં ભ. ઝષભદેવે ૬૩ લાખ પૂર્વ સુધી રાજ્યસિંહાસન પર રહ્યા પછી દીક્ષા લીધી
આગમસાર દેહન
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org