________________
પથ ગ્રદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમવાયાંગમાં દ્રવ્યની દષ્ટિએ જીવ, પાલ, ધર્મ, અધર્મ, આકાશ આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્ષેત્રની દષ્ટિએ લેક, અલેક, સિદ્ધશિલા આદિનું વર્ણન કર્યું છે. કાળની દષ્ટિએ સમય, આવલિકા, મુહૂર્ત આદિથી માંડીને પાપમ, સાગરોપમ, ઉત્સપિણિી, અવસર્પિણી અને પુગલ પરાવર્તન તેમજ ચાર ગતિના જીવોની સ્થિતિ વગેરે પર ચિંતન કરવામાં આવ્યું છે. તથા ભાવની દષ્ટિએ જ્ઞાન, દર્શન, વિય આદિ જીવના ભાવોનું વર્ણન છે તેમજ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ અજીવ ભાવેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
સમવાયાંગના પ્રથમ સમવાયમાં જીવ, અજીવ, આદિ તત્વોનું પ્રતિપાદન કરતાં બતાવ્યું છે કે સંગ્રહાયની દષ્ટિએ આત્મા, લેક, ધર્મ, અધર્મ આદિ એક - એક છે. ત્યાર પછી એક લાખ જનની લંબાઈ પહોળાઈવાળા જંબૂઢીપ, સર્વાર્થસિદ્ધ વિમાન, એક સાગરની સ્થિતિવાળા નારકી તેમજ દેવાદિનું વિવરણ આપ્યું છે.
બીજા સમવાયમાં બે પ્રકારના દંડ- અર્થદંડ, અનર્થદંડ, બે પ્રકારના બંધ- રાગબન્ધ, ષબન્ય. આ પ્રમાણે બે બે વસ્તુઓનો ઉલ્લેખ છે.
ત્રીજા સમવાયમાં ત્રણ દંડ – મન, વચન અને કાયા, ત્રણ શલ્ય, ત્રણ ગરવ, ત્રણ પ્રકારની વિરાધના આદિનું વર્ણન છે.
ચેથા સમવાયમાં ચાર કષાય, ચાર ધ્યાન, ચા૨ વિકથા, ચાર સંજ્ઞા, ચાર બંધ, ચાર પલ્યોપમ તથા ચાર સાગરોપમ આયુષ્યવાળા નારકી અને દેવોને ઉલેખ છે.
પાંચમા સમવાયમાં પાંચ ક્રિયા, પાંચ મહાવ્રત, પાંચ કામગુણ, પાંચ આસ્રવ, પાંચ સંવર, પાંચ સમિતિ, પાંચ અસ્તિકાય આદિનું નિરૂપણ છે.
છઠા સમવાયમાં છ વેશ્યા, ષડજીવનીકાય, છ બાહ્યતપ, છ આયંકર તપ આદિનો ઉલ્લેખ છે. પ્રસ્તુત સમવાયને અને બતાવ્યું છે કે સ્વયંભૂ, સ્વયંભૂષણ, શેષ, સુઘોષ આદિ ૨૦ દેવોના વિમાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬ સાગરોપમની છે. આ દેવ ૬ માસના અન્તરે બાહ્ય તથા આભ્યન્તર શ્વાસોચ્છવાસ લે છે. તેમને ૬ હજાર વર્ષ વીત્યા પછી આહારની ઈચ્છા જાગૃત થાય છે.
સાતમા સમવાયમાં સાત પ્રકારના ભયસ્થાન, સાત સમુદ્રઘાત આદિનું વર્ણન છે ભગવાન મહાવીરનું શરીર સાત ૨નિ (મુંઢા હાથ) પ્રમાણ ઊંચું હતું વિગેરે.
આઠમાં સમવાયમાં આઠ મદ્રસ્થાન, આઠ પ્રવચન – માતા, આઠ સમયમાં કેવળી સમુદ્રવાત, ભગવાન પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધરોનો ઉલેખ છે.
નવમા સમવાયમાં નવ બ્રહ્મચર્યશપ્તિ. આચારાંગના પ્રથમ શ્રતસ્કન્યના નવ અધ્યયનનો નામનિર્દેશ કરવામાં આવેલ છે. ભગવાન પાર્શ્વનાથના શરીરની ઊંચાઈ નવરત્નિ (મૂઢ હાથ) પ્રમાણ હતી. વિગેરે.
દસમા સમવાયમાં જ્ઞાનવૃદ્ધિ માટે અનુકૂળ એવા મૃગશિર, આદ્ર, પુષ્ય, પૂર્વા ફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, મૂળ, આલેષા, હસ્ત અને ચિત્રા આ ૧૦ નક્ષત્રનો ઉલલેખ કરવામાં આવે છે. વગેરે.
અગિયારમાં સમવાયમાં અગિયાર ઉપાસક પડિમાઓ તેમજ અન્ય અનેક વસ્તુઓનું વર્ણન છે. બારમાં રમવાયમાં બાર ભિક્ષુ પડિમાં ઉપરાંત અન્ય અનેક બાબતને ઉલેખ છે. તેરમાં સમવાયમાં નાશ પામેલા પ્રાણાયુપૂર્વની ૧૩ વસ્તુ અને ૧૩ પ્રકારના ચિકિત્સાસ્થાનોનું વિશ્લેષણ છે ચૌદમાં સમવાયમાં ૧૪ ભૂતગ્રામ, ૧૪ પૂર્વ, ભગવાન મહાવીરના ૧૪ હજાર શ્રમણ આદિનું વર્ણન છે. પંદરમા સમવાયમાં વિલુપ્ત થયેલ વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુઓ તથા અન્ય વિષયનું વિશ્લેષણ છે. સેળમાં સમવાયમાં આત્મપ્રવાદ પૂર્વની સેળ વસ્તુઓનું વર્ણન છે. સત્તરમા સમવાયમાં સત્તર પ્રકારના મરણ તથા સંયમનું વર્ણન છે. અઢારમાં સમવાયમાં શ્રમણોના અઢાર સ્થાનો ઉલ્લેખ છે. ઓગણીસમાં સમવાયમાં ૧૯ તીર્થકરે ગૃહવાસમાં રહી પછી દીક્ષિત થયાનું બતાવ્યું છે.
૧૮૨ Jain Education International
For Private & Personal Use Only
તવદર્શન www.jainelibrary.org