________________
પૂણ્ય ગુરૂદૈવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
અહીં પ્રશ્ન એ થાય છે કે નીસૂત્રમાં જે સમવાયાંગનો પરિચય આપવામાં આવે છે, તે પરિચયથી વર્તમાનમાં ઉપલબ્ધ સમવાયાંગ શું ભિન્ન છે? બીજો પ્રશ્ન એ છે કે વર્તમાનમાં જે સમવાયાંગ છે તે દેવદ્ધિગણિક્ષમાશ્રમણની વાચના છે ? જો એમ હોય તો સમવાયાંગના અને વિવરણમાં અંતરનું કારણ શું છે?
ઉત્તરમાં નિવેદન એ છે કે નન્દીમાં સમવાયાંગનું જે વિવરણ છે તેમાં અન્તિમ વર્ણન દ્વાદશાંગીનું છે. પરંતુ વર્તમાનમાં જે સમવાયાંગ છે તેમાં દ્વાદશાંગીથી આગળ અનેક વિષયે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તેથી નન્દીગત સમવાયાંગના વિવરણથી આ આકારની દષ્ટિએ તદ્દન ભિન્ન છે. બીજા પ્રશ્નને નિર્ણાયકરૂપથી ઉત્તર આપવો કઠણ છે; તથાપિ એમ કહી શકાય છે કે આગમની વાચનાઓ
ચાર્ય અભયદેવસૂરિએ સમવાયાંગની અડદ વાચનાને ઉલેખ પિતાની વૃતિમાં કર્યો છે. આથી એ અનુમાન સહેજે કરી શકાય છે કે નન્દીમાં જે સમવાયાંગને પરિચય આપ્યો છે તે લઘુવચનાની દષ્ટિએ આપે હવે જોઈએ.
સમવાયાંગના પરિવર્ધિત પાકોરના સંબંધમાં વિએ બે અનુમાને કર્યા છે. તે અનુમાન ક્યાં સુધી સત્ય છે તે નિશ્ચિતરૂપથી કહી શકાતું નથી.
(૧) વર્તમાન ઉપલબ્ધ સમવાયાંગ દેવદ્ધિગણીની વાચનાથી પૃથક છે. (૨) અથવા દ્વાદશાંગી પછીના અશે દેવદ્ધિગણીના સંકલન પછી આમાં ઉમેરવામાં આવ્યા છે.
જે પ્રરતુત સમવાયાંગ પૃથક વાચનને હોય તો આ સંબંધમાં કંઈ ને કંઈ અનુશ્રુતિ અવશ્ય મળવી જોઈતી હતી. જેમ તિબ્બરંડ ગ્રંથ માથુરી વાચનાને છે તેમ. પરંતુ સમવાયાંગના સંબંધમાં એવી કઈ અનુકૃતિ નથી તેથી પહેલે અનુમાન બરાબર નથી.
બીજા અનુમાનના સંબંધમાં નિવેદન છે કે ભગવતી સૂત્રમાં કુલકર અને તીર્થકર આદિના પૂર્ણ વિવરણ માટે સમવાયાંગના અન્તિમ ભાગને જોવાનું સૂચન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે સ્થાનાંગ સૂત્રમાં પણ બલદેવ-વાસુદેવના પૂર્ણ વિવરણ માટે સમવાયાંગના અન્તિમ ભાગને અવકનાર્થ સૂચન કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સમવાયાંગમાં જે પરિશિષ્ટ ભાગ છે તે દેવગિણી ક્ષમાશ્રમણના વખતમાંજ જોડવામાં આવ્યો છે. આ એક અન્વેષણનો વિષય છે કે દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ કે જે આગના સંકલનકર્તા છે, તેમણે સમવાયાંગ અને નન્દીમાં સમવાયાંગનું વિવરણ બે પ્રકારે શા માટે કર્યું હશે?
પૂર્વ પૃષ્ઠોમાં અમે વિભિન્ન વાચનાઓના સંબંધમાં પ્રકાશ પાડયો છે. અનેક વાચનાઓ થયેલ હોવાથી અનેક વાચના-તર પણ પ્રાપ્ત થાય છે. એવા સંભવ છે કે આ વાચનાન્તર વ્યાખ્યાંશ અથવા પરિશિષ્ટ ઉમેરવાથી થયા હોય. વિદ્વાનોએ એવી કલ્પના કરી છે કે સમવાયાંગમાં દ્વાદશાંગીનો ઉત્તરવતી જે ભાગ છે તે તેનું પરિશિષ્ટ છે. પરિશિષ્ટનું વિવરણ નદીની સૂચિમાં આપ્યું નથી. સમવાયાંગના પરિશિષ્ટ ભાગમાં ૧૧ પદેને જે સંક્ષેપ છે તે કઈ દષ્ટિએ આમાં સંલગ્ન કરેલ છે તે પણ વિદ્વાન પાઠકે માટે વિચારણીય પ્રશ્ન છે.
સમવાયાંગને વર્તમાનમાં ઉપલબ્ધ પાઠ ૧૬૬૭ શ્લેક પરિમાણ છે. આમાં સંખ્યાના કમથી પૃથ્વી, આકાશ અને પાતાળ આ ત્રણે લોકેના જીવાદિ સમસ્ત તત્ત્વોના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દષ્ટિએ એકથી લઈને કેટાનકોટિ
ચય આપ્યો છે. તેમજ આમાં આધ્યાત્મિક તવ. તીર્થકર, ગણધર, ચક્રવર્તી અને વાસુદેવોથી સંબંધિત વર્ણનની સાથે ભૂગોળ-ખગળ આદિ સામગ્રી સંકલિત કરવામાં આવી છે. સ્થાનાંગની જેમ સમવાયાંગમાં પણ સંખ્યાના ક્રમથી વર્ણન છે. કોઈ કઈ સ્થળે તે શૈલી મૂકીને ભેદભેદનું વર્ણન પણ કર્યું છે.
૧ ભગવતીસૂત્ર શ. ૫, ઉ. ૫ ૨ સ્થાનાંગ ૯ - ૧૯ - ૨૦ ૩ અંગસુત્તાણિ ભા. ૧, ભૂમિકા પૃ. ૪૦-૪૪
આગમસાર દેહન Jain Education International
For Private & Personal Use Only
૧૮૧ www.jainelibrary.org