________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથા
એક તવ અનંત ભાગોમાં વિભકત થઈ શકે છે અને દ્રવ્યની અપેક્ષાએ અનંત ભાગ એક તત્ત્વમાં સમાઈ શકે છે. આ અભેદ અને ભેદની વ્યાખ્યા પ્રસ્તુત આગમમાં જોઈ શકાય છે.
૪ – સમવાયાંગ સમવાયાંગનું દ્વાદશાંગીમાં ચોથું સ્થાન છે. સમવાયાંગની વૃત્તિમાં લખ્યું છે કે આમાં છવ, અજીવ વગેરે પદાર્થ - તને પરિચછેદ અથવા સમવતાર છે તેથી પ્રસ્તુત આગમનું નામ સમવાય અથવા સમવાઓ છે. દિગંબર ગ્રન્થ ગમ્મસારના અભિમતાનુસાર આમાં જીવાદિ પદાર્થોને સાદશ્ય સામાન્યથી નિર્ણય લેવામાં આવ્યો છે તેથી આનું નામ સમવાય પડયું છે. જે
નંદી સૂત્રમાં સમવાયાંગની વિષયસૂચિ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. (૧) જીવ, અજીવ, લોક, અલેક તથા સ્વસમય, પરસમયને સમવતાર. (૨) એકથી લઈને સો સુધીની સંખ્યાને વિકાસ. (૩) દ્વાદશાંગી ગણિપિટકને પરિચય.
સમવાયાંગમાં સમવાયની જે વિષય-સચિ આપવામાં આવી છે તે આ પ્રમાણે છે(૧) જીવ, અજીવ, લોક, અલેક, સ્વસમય અને પરસમયને સમવતાર. (૨) એકથી સે સંખ્યા સુધી વિકાસ. (૩) દ્વાદશાંગી ગણિપિટકનું વર્ણન. (૪) આહાર (૫) ઉચ્છવાસ (૬).લેશ્યા (૭) આવાસ (૮) ઉપપાત (૯) અવન (૧૦) અવગાહ (૧૧) વેદના (૧૨) વિધાન (૧૩) ઉપગ (૧૪) વેગ (૧૫) ઈન્દ્રિય (૧૬) કષાય (૧૭) નિ (૧૮) કુલકર (૧) તીર્થ કર (૨૦) ગણધર (૨૧) ચક્રવર્તી (૨૨) બલદેવ-વાસુદેવ.
બન્ને વિષય-સૂચીઓનું અધ્યયન કરવાથી આ હકીકત સ્પષ્ટ પરિજ્ઞાત થાય છે કે નંદીની સૂચિ સંક્ષિપ્ત છે અને સમવાયાંગની વિસ્તૃત છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત સૂચિની જેમ આગમ પણ સંક્ષિપ્ત અને વિસ્તૃત બની જાય છે. નંદી અને સમવાયાંગમાં એકસો સુધી એકોત્તેરિકા વૃદ્ધિ થાય છે એ સ્પષ્ટ નિર્દેશ છે. પરંતુ તેમાં અનેકોરિકા વૃદ્ધિનો ઉલ્લેખ થયો નથી. નંદીચૂર્ણિ, નંદી હરિભદ્રીય વૃત્તિ, નંદીમલયગિરિવૃત્તિ આ ત્રણેમાં પણ અને કારિકા વૃદ્ધિનો કેઈ નિર્દેશ નથી. સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે અને કેરિકા વૃદ્ધિનો ઉલ્લેખ કર્યો છે, તેમના અભિમતાનુસાર સો સુધી એકારિકા વૃદ્ધિ થાય છે અને ત્યાર પછી અને કેરિકા વૃદ્ધિ થાય છે. આથી એમ પરિજ્ઞાત થાય છે કે સમવાયાંગના વિવરણના આધારે વૃત્તિકારે આ ઉલ્લેખ કર્યો નથી પરંતુ સમવાયાંગમાં જે પાઠ મળે છે તેને આધારે તેમણે આ વર્ણન કરેલ છે.
૧ સમિતિ - સમક અત્યાધિકમેન અયનય: - પરિછેદો જીવાજીવાદિ - વિવિધ પદાર્થસાસ્ય યન્સિસૌ સશવાય:, સમવયન્તિ વા . સમવસરનિ સમિતિ નાનાવિધા આત્માદ ભાવા અભિધેયતયા યસ્મિનસી સમવાય ઈતિ.
- સમવાયવૃત્તિ, પત્ર ૧ ૨ “સ - સંગ્રહેણ સાદશ્યસામાન અવેયતે જ્ઞાયને જીવાદિપદાર્થ દ્રવ્યકાલભાવનામાશ્રિત્ય સરિમન્નિતિ સમવાયાંગમ
- ગમ્મદસાર, જીવકાર્ડ જીવપ્રબોધિની ટીકા, ગા. ૩૫૬ ૩ સે કિ તું સમવાએ? સમવાએ ણં જીવા સમાસિજતિ, અજીવા સમાસિજર્જતિ જીવાજીવા સમાસિજર્જતિ. સસમએ સયાસિજજઈ, પરસમએ
સમાસિજજઈ, સસમય - પરસમએ સમાસિજજઈ. લોએ સમાસિજઈ, લોએ સમાસિજજઈ, લેયાએ સમાસિજજઈ, સમવાએણે એગાઈયાણે એગુનારિયાંણે હાણસયું - નિવઠ્ઠયાણું ભાવાનું પર્વણા આઘવિજજઈ, દુવાલસવિહરસ ય ગણિપિડરિસ પલ્લયુગે માસિજજઈ.
- નન્દી સૂ. ૮૩ જ સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર ૯૨ ૫ ચ શબ્દસ્ય ચાન્યત્ર સમ્બન્ધાદેકોરરિકા અનેકોત્તેરિકા ચ, તત્ર શાં વાવડેકોરરિકા પરતેડનેકોરિકેતિ - સમવાયાંગ વૃત્તિ, પત્ર ૧૦૫.
૧૮૦ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only
Private & Personal Use Only