________________
પુત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જ મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. જેમકે- (૧) ખજૂર ઉપરથી મૃદુ પરંતુ અંદરથી કઠોર (૨) બદામ ઉપરથી કઠોર પણ અંદરથી કમળ (૩) સેપારીઅંદર અને બહાર બને બાજુથી કઠોર (૪) દ્રાક્ષ-ઉપર અને અંદર બંને તરફ મૃદુ. તેવી રીતે ચાર પ્રકારના પુરુષોનું સ્વરૂપ બતાવ્યું છે. (૧) રૂપવાન પરંતુ ગુણહીન (૨) ગુણવાન પરંતુ રૂ૫હીને (૩) રૂપ અને ગુણ બનેથી હીન (૪) રૂપ અને ગુણ બન્નેથી સંપન્ન. ચાર પ્રકારના કુંભ છે. (૧) અમૃતનો ઘડો અને વિષનું ઢાંકણું (૨) વિષને ઘડે અને અમૃતનું ઢાંકણું (૩) વિષનો ઘડો અને વિષનું ઢાંકણું (૪) અમૃત ઘડે અને અમૃતનું ઢાંકણું.
પાંચમા સ્થાને પાંચ વાતોને પ્રકાશિત કરી છે. જેમકે-જીવના પાંચ પ્રકાર–એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય. વિષય પાંચ-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. ઈન્દ્રિયે પાંચ-શ્રોત, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શન. અજીવના પાંચ પ્રકાર-ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાળ.
- છઠા સ્થાનમાં છવાદિ પદાર્થોની છ સંખ્યાનું વર્ણન છે. જેમકે–પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. વેશ્યા છ-કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલ.
સાતમા સ્થાનમાં સાતનું વર્ણન છે. જીવન સાત પ્રકાર-સૂમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય, ભય સાત છે-ઈલેકભય, પરાકભય, આદાનભય, આકસિમકભય, અપયશભય, આજીવિકાભય, મરણુભય વગેરે.
આઠમા સ્થાનમાં આત્માના આઠ પ્રકાર-દ્રવ્ય, કષાય, રોગ, ઉપગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. આઠ પ્રકારના મદ-જાતિ, કુળ, બળ, રૂપ, લાભ, તપ, શ્રત, ઐશ્વર્ય. આઠ સમિતિ છે-ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણું સમિતિ આદાન નિક્ષેપણ સમિતિ, પરિસ્થાપના સમિતિ, મન સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ.
નવમા સ્થાનમાં નવની સંખ્યાનું વર્ણન છે. જેમકે નવ તત્વ, ચક્રવર્તીની નવનિધિઓ, પુણ્યના નવ પ્રકાર વગેરે.
દસમા સ્થાનમાં દશની સંખ્યાનું વર્ણન છે જેમકે-ધર્મના દશ પ્રકાર-ક્ષમા, નિર્લોભતા, આર્જવ, માવ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. દશ પ્રકારના સુખ-શરીરનું આરોગ્ય, દીઘાયુષ્ય, આઢયતા-સંપન્નતા, શબ્દ તથા રૂપનું કામસુખ, ઈષ્ટગંધ, રસ અને સ્પર્શરૂપ ભોગસુખ, સંતોષ, આવશ્યક્તાની પૂર્તિ, સુખગ, નિષ્ક્રમણ, નિરાબાધ સુખ-મોક્ષ. દશ પ્રકારે કેની ઉત્પત્તિના કારણે. દશ આશ્ચર્ય વગેરે.
આ પ્રમાણે જોયું કે પ્રસ્તુત આગમમાં સ્વસમય, પરસમય તથા સ્વ-પરસમય બનેની સ્થાપના કરી છે. સંગ્રહનયની દષ્ટિએ જયાં જીવમાં એકતાનું પ્રતિપાદન કર્યું છે ત્યાં વ્યવહારનયની દષ્ટિએ તેમનું જુદાપણું બતાવ્યું છે. સંગ્રહનય અનુસાર ચૈતન્યગુણની અપેક્ષાએ જીવ એક છે. વ્યવહારનયની દષ્ટિએ પ્રત્યેક જીવ અલગ–અલગ છે. જેમકેજ્ઞાન અને દર્શનની દષ્ટિએ અને બે ભાગમાં વિભકત કરી શકાય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની દષ્ટિએ ત્રણ ભાગોમાં વિભકત કરી શકાય છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરવાની દષ્ટિએ ચાર ભાગોમાં, પારિણુમિક આદિ પાંચ ભાવોની દષ્ટિએ પાંચ ભાગોમાં વિભકત કરી શકાય છે. સંસારમાં સંક્રમણના સમયને પૂર્વ - ૫ ઉદ4 - અ આ છ દિશાઓમાં ગમન કરવાની દષ્ટિએ છ ભાગોમાં વિભકત કરી શકાય છે. સ્વાદ અસ્તિ, સ્વાદ નાસ્તિ, સ્વાદ અસ્તિનાસ્તિ, સ્યાદ્ અવકતવ્ય સ્વાદુ અતિ અવકતવ્ય, સ્વાદ નાસ્તિ અવકતવ્ય સ્વાદ અસ્તિનાસ્તિ અવકતવ્ય-આ પ્રમાણે સપ્તભંગીની દષ્ટિએ તે સાત ભાગમાં વિભકત કરી શકાય છે. આઠ કર્મોની દૃષ્ટિએ તેને આઠ ભાગોમાં, નવ પદાર્થ (તત્તવ)માં પરિણમન કરવાની ક્ષમતાની અપેક્ષાએ તેને નવ ભાગમાં વિભકત કરી શકાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયની દષ્ટિએ તે દશ ભાગોમાં વિભક્ત કરી શકાય છે.'
આ પ્રમાણે સ્થાનાંગમાં પુદંગલ વગેરેની એકત્વ તથા બેથી દશ સુધીની પર્યાનું વર્ણન છે. પર્યાની અપેક્ષાએ ૧ કપાય પાહુડ ભા. ૧, પૃ. ૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
૧૭૯ www.jainelibrary.org