________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છે.” ગુરુદેવે આખીય વાત સિફતથી સમજાવી દીધી અને સૌને હૈયે સાંસરી ઉતરાવી દીધી. નાગરને એક અજોડ પાઠ મળ્યા. અનેકાન્તવાદ અને અહિંસાના અનિવાર્ય સબંધનું રચનાત્મક અને મૂર્તિમંત ચિત્ર ખડું થયું. “થવા ચવા ધર્મસ્ય હાનિર્ભવતિ મારત ”વાળા અને ગીતાàાકે! પૂરેપૂરા સમજાઇ ગયા. તેમનું અંતઃકરણ નાચવા લાગ્યું. વાહ ગુરુદેવ! વાહ ગુરુદેવ ! કમાલ કરી નાખી.
આ પ્રશ્નોત્તર વખતે નાગરભાઇના દિલમાં ઉપર મુજબ પૂ. ગુરુદેવ પ્રત્યે અહેાભાવ જાગી ઊઠયેા અને મનેામન પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં ગુરુદેવની વાણીના પ્રવાહ સંભળાયે જાણે જૈન સમાજને સંભળાવતાં હાય તેમ વદ્યા“પાતાળમાં વિષ્ણુ પાઢે છે. એ પાતાળને જો રત્નપ્રભાઢિ પૃથ્વી-ભૂમિ સાથે સરખાવીએ તે ‘નરક’ની ઘૃણા નહિ થાય, પણ કર્મના અવિચળ કાનૂનના ફળરૂપે જણાશે. તીર્થંકર થયા પહેલાં કોઈ પણ તીર્થંકરને શુભ કર્માંના સ ંચયે સ્વર્ગમાં અને અશુભ કર્મોના સંચયે નરકમાં જવા વિના છૂટકે નથી. ત્રીજે પૂર્વજન્મે જે તીર્થંકર કર્મ બંધાયું ત્યારથી જ તે હેમાળે ૐ” એ ભગવતી જૈન સૂત્રાનુસાર તીર્થંકર બની ચૂકયા હાઈ આજે પણ તીર્થંકર જ છે. આ દૃષ્ટિએ વૈકિ ધર્મના ભગવાન કૃષ્ણ, જૈન ધર્મના ભગવાન જ નહીં, તીર્થંકર ભગવાન પણ છે.”
પેાતાના ગુરુ દેવચંદ્રજી : મહારાજના આવા ગુણા જોઇ-જોઈને પ્રમેાઢતા નાગરદાસ હુવે દીક્ષા લેવા ઉતાવળા થતા જાય છે. ગુરુદેવ પણ યાગ્ય શિષ્ય જોઇ ક્રીક્ષામાં સંમત થઇ ગયા. ગુરુ-શિષ્યની સંમતિના સાનામાં ભાભી મેાંધીખા, અન્ય કુટુબીજને અને સફળ શ્રી સઘની સુગંધ ભળી ગઇ.
'દ્ર
સતી તારલ અને સંત જેસલની સમાધિથી મશહૂર થયેલા અજાર ગામે, કચ્છમાં નાગરભાઇની દીક્ષા લેાકસમસ્તના ઉત્સાહે, રંગે-ચ ંગે થઇ. તે હતેા સંવત ૧૯૫૭ના ફાગણ શુદ્ધ ત્રીજ ને ગુરુવારને શુભ દિવસ. તે દિવસથી કચ્છ અંજારના ઇતિહાસનું નવું પાનું આરંભાયુ. ગુરુદેવ દેવચંદ્રજી મહારાજે નવીક્ષિતનું શુભ નામ નાનચંદ્રજી મુનિ” રાખ્યું. નાનચંદ્રજી મુનિની જ્ઞાનજયતિ પ્રતિપળે વધવા લાગી. પૂ. ગુરુદેવ, ગુરુના ગુરુભાઇએ અને પેાતાના મેટા ગુરુભાઈએ!ની શુભેચ્છાઓ મેળવી “નાનચંદ્ર મુનિ”એ “જ્ઞાનચંદ્ર મહામુનિ” અનવાની દિશામાં કૂચકદમ આદરી દીધા.
કચ્છ–સૌરાષ્ટ્રની પાર્શ્વભૂમિકા
કચ્છનાં ભૂગે:ળ–ઇતિહાસ જાણવા જેવાં છે. ભૂગોળ-ઇતિહાસની અસર માનવસમાજ પર નાનીસૂની હાતી નથી. કચ્છ આમ તેા ગુજરાતને જ ભાગ છે, પણ સૈારાષ્ટ્રમાંના રજવાડાની જેમ તેનુ ય સ્વતંત્ર રાજ્ય હતું. ત્યાંના રાજા રાવ કહેવાતા. ત્યાંના રાજાએ અને ભાયાતોને સબંધ વિશેષ કરીને સૌરાષ્ટ્ર સાથે હતેા. ઢા॰ ત॰ જામનગર, મારખી વગેરે. તેમાંય મેરખી તે તેમનુ ભાયાતી રાજ્ય; તેથી મારખી-કચ્છના સંબંધો ઘણા ઘનિષ્ઠ હતા. સૌશષ્ટ્રના રાજાઓ કરતાં ય ત્યાંના રાજાઓને બ્રિટિશ અમલ દરમિયાન પણ વિશેષ હકક હતાં તેથી જ જેમ જામનગર રાજ્યની માફક દરિયા પરના કર કચ્છ લઈ શકતું, તેમ તે પેાતાના સિકકે પણ પડાવી થતુ અને ચલાવી શકતુ. કચ્છમાં પાંચિયાં, કેરી તાંબિયા એ સિકકાની જાતા હતી. અરખી સમુદ્ર સાથે જોડાયેલુ કચ્છ, બેટ સમું બની ગયેલુ. ચામાસું વીત્યા પછી તેના ફરતા કેટલાક ભાગે ઉઘાડા થતા. જ્યાં લગી ડીસા-કંડલા રેલ્વે ખની ન હતી ત્યાં લગી સૈારાષ્ટ્ર મારફત થાડો તેના રણુભાગ ખુલ્લા રહેતાં જવાતુ-અવાતુ હતુ. હવે તે ગુજરાત દ્વારા દરેક માસમ પગપાળ ખુલ્લી રહે છે. સિંધ, રાજસ્થાન, ગુજરાત અને સૈારાષ્ટ્રના તેને સીમાડાએ છે. આમ હાઇ ત્યાંના રાજાએ અને ભાયાતાને હ ંમેશાં લડવા તૈયાર રહેવુ પડતું. આમપ્રજાને ખેતી પર નિર્વાહ હતા, પણ વરસાદ અનિયમિત અને આછો થતા તેથી દરિયાપાર દેશ-પરદેશમાં મેટા પ્રજાભાગ આજીવિકાથે જતેા. આમ હાઇને ત્યાંની પ્રજામાં સાહસ અને એકનિષ્ઠા ચુસ્તતાની સાથેાસાથ ઉમેરાયાં હતા. સામાન્ય રીતે મુખ્ય વસતિ ત્યાં એશવાળ વાણિયાની હતી. તેઓ સિંધ, રાજસ્થાન અને ગુજરાત ત્રણે પ્રદેશની મિશ્ર થયેલી ભાષા ખેલે છે, જે કચ્છી ભાષા તરીકે એળખાય છે.
Jain Education International
'
For Private Personal Use Only
જીવન ઝાંખી www.jamelibrary.org