________________
તેય દેવ વિઘa° ૫. નાનયતજી મહારાજ જન્મશતાલિદ સ્મતિથી
લાંબુ રણ અને અમુક વખતે જ ઉતરાતું હોવાને કારણે કચ્છનાં સાધ્વીઓ આ પહેલાં પ્રાયઃ કચ્છમાં જ રહેતાં. હવે તેઓ કાઠિયાવાડ-ગુજરાતમાં અવર-જવર કરવા લાગ્યા છે. આમેય કચ્છ, ભારત આઝાદ થયા બાદ પ્રથમ મધ્યસ્થ સાથે “ક' વર્ગના રાજ્યરૂપે જોડાયેલું, પણ પછી મુંબઈ રાજ્ય અને હવે ગુજરાત રાજ્ય સાથે જોડાઈ સૌરાષ્ટ્ર વિભાગના જિ૯લાઓ સાથે કચ્છ જિલારૂપે સામેલ છે. કચ્છમાં થોડા તેરાપંથી ઘરે ખરાં, બાકીના જેમાં દેરાવાસી–સ્થાનકવાસી જ પ્રાયઃ છે. દેરાવાસીઓમાં અચળગચ્છ, તપગચ્છ અને પાયચળગચ્છ છે. સ્થાનકવાસીઓમાં છ કેટી–આઠ કેટી છે. પણ આ આઠ કેટી સ્થાનકવાસી જૈને ગુજરાતના દરિયાપુરી એટલે કે ધર્મસિંહજી મહારાજના પંખિયાના નથી; પણ ધર્મદાસજી મહારાજની પરંપરાના છે. કહેવાય છે કે શાસ્ત્રોમાં છ કેટીને ઉલેખ હોવા છતાં કયાંકથી આઠ કટીવાળી પુસ્તિકા મળી આવવાથી સામાયિક–પ્રતિક્રમણમાં તે વિધિ ચલાવેલ અને એ પ્રચલિત રહી છે. છ કટીવાળા સાથે આજે પણ આઠ કોટીવાળાઓને સંઘ સંબંધ મઠ અને મજબૂત છે.
શિષ્ય નાનચંદ્રજી મુનિની દીક્ષા બાદ તેઓનું પ્રથમ ચોમાસું માંડવીમાં થયું. માંડવી, ભૂજ, અંજાર, મુંદ્રા વગેરે કચછના શહેરે છે. એ જમાનામાં માંડવી બંદરનો મહિમા વિશેષ હતો. કચ્છની સ્થાનિક પ્રજા જેમ દેશના જુદા જુદા ભાગે તથા દેશાંતરમાં આજીવિકા અર્થે જતી, તેમ ગુજરાતના વણિક વ્યાપારીઓ કચ્છમાં પણ
એટલું જ નહિ, પરંતુ સ્થાયી થયા હતા. તેમની વસતિ પ્રાયઃ શહેરો અને કસબામાં હતી. તેઓ ગુજરાતમાંથી આવેલા તેથી ગુજજર કહેવાતા. માંડવીમાં તે કાળે ગુજજરની વસતિ ચિક્કાર હતી. તેઓ અતિશય ભાવુક હતા. કરછમાં અને તેમાંય ખાસ કરીને માંડવીમાં તેઓની હાક વાગતી. સ્થાનકવાસી જૈનધર્મની કરછમાં અને ખાસ કરીને માંડવીમાં પ્રબળતા હતી.
આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે મુનિશ્રી નાનચંદ્રજીએ હવે “જ્ઞાનચંદ્ર મહામુનિ બનવાની દિશામાં પગરણ માંડી દીધા હતા. સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યે તેમણે અભ્યાસી કાઢયા હતા, પરંતુ તેમનામાં વિદ્વતા ઉપરાંત બીજુ ઘણું ય હતું. સ્વરચિત કાવ્યને તેમને મહાવરે વચ્ચે જતો હતો, તેવામાં કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં એક-એક પ્રસંગ બને.
બે વિરલ પ્રસંગે તે જમાનામાં દેશમાં સ્વરાજયની દિશામાં શાંત રાજકીય હિલચાલો ચાલુ થયેલી. બંગાળમાં રાજા રામમોહનરાયે ધર્મના માધ્યમથી સમાજ સુધારાનો આરંભ કરેલો. મહારાષ્ટ્રમાં તો તે પહેલાં જ બે-ત્રણ સૈકાથી રાજકારણ ધર્મથી પ્રભાવિત થયું હતું. સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીને રામાયણના ભરતની જેમ માત્ર રાજય-વહીવટદાર બનાવી દીધા હતા. રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ વગેરે ધર્મથી પ્રભાવિત રહેવા જોઈએ. એ ભારતને કેઠે પડેલી ચીજ રહી છે. મધ્યયુગે એમાં આવરણ આવેલું ખરું, પણ સન ૧૮૮૫ માં અલબેલી મુંબઈનગરીમાં દાદાભાઈ નવરજીને હાથે રાષ્ટ્રીય મહાસભાનો પાયે રોપાઈ ચુકેલો. એ રાજકીય સંસ્થા હોવા છતાં શાન્તિમય ઢબે, હિન્દ સ્વરાજય મેળવવા શાન્તિમય સાધનોની સાથેસાથ સાધનશુદ્ધિના આગ્રહવાળી હતી. તેનાં સેળ અધિવેશને ભરાઈ ચૂકેલાં. સન ૧૯૦૧માં સત્તરમું અધિવેશન હતું, તે વખતે ગાંધીજી પિતાની તબિયતના કારણે ભારત આવેલા. દક્ષિણ આફ્રિકા માટે આ પહેલાં સામુદાયિક અહિંસક ચળવળ તેઓ ખુદ કરી ચૂકેલા. આ બધા વાયુમંડલથી કચ્છ કેમ બાકાત રહી શકે?
માંડવીમાં એક જંગી જાહેર સભા હતી. ત્યાંના જેનજેનેતર, જાહેર સમાજના આગેવાનોએ મુનિ નાનચંદ્રજીનું વ્યાખ્યાન રાખેલું. જેન સાધુ માટે અને તેમાંય કચ્છ જેવા પછાત લેખાતા પ્રદેશમાં વ્યાખ્યાનને આ પહેલા જ પ્રસંગ હતો. વડીલ ગુરુભાઈ પાસેથી આ સુશિષ્ય રજા મેળવી ચૂકેલા, પણ શ્રાવક આગેવાનને ખબર પડતાં જ તેમણે મુનિ નાનચંદ્રજીને ટકયા અને રોક્યા–“કઈ પણ જૈન સાધુએ કચ્છમાં આ રીતે જાહેરમાં કદી વ્યાખ્યાન આપ્યું નથી. તમે નવા અને યુવાન સાધુ છે, માટે ન જશે.” એમણે તે ના કહેવડાવી પણ દીધી. નાનચંદ્રજી મુનિએ શ્રાવકજીને સવિનય પણ રોકડું પરખાવી દીધું.-“જુઓ, તમે ધેરી અને ભાવનાશાળી આગેવાન શ્રાવક છે. શાસ્ત્રમાં શ્રાવક-શ્રાવિકાઓને
વિશ્વસંતની ઝાંખી Jalin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org