SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે. કહે:-“જે ભાઈ નાગર! તું તેવીશ વર્ષને યુવાન છે. હું જોઈ રહ્યો છું કે, તારામાં વિનય અને વૈરાગ્ય અને ગુણો પ્રબળ છે. છતાં સંસારમાં રહીને ય મોક્ષસાધના થઈ શકે છે, હાં કે?? નાગરદાસ પિતાના ગુરુનું મનોમંથન સમજી ગયા હતા. તેમણે કહ્યું – “ગુરુદેવ! સંસારપક્ષે મારી બધી ફરજ હું બજાવી ચૂક્યો છું. રજા પણ લઈને કચ્છશો તે મારાં જનેતાતુલ્ય ભાભી અહીં આવીને આપની સમક્ષમાં રજા આપશે. બીજા કુટુંબીજને પણ આપશે. દીક્ષા વિના પિતાનો મોક્ષ અટકતો નથી. પણ ગુરુદેવ! મેક્ષમાર્ગનો ધરી થી ચાલુ રાખવામાં જેમ શ્રાવક-શ્રાવિકાઓ રૂપી હાથ–પગ જરૂરી છે, તેમ એ શ્રાવક-શ્રાવિકાઓનાં મસ્તક હાયરૂપી સાધુ-સાધ્વીઓ પણ જરૂરી છે જ ને !” ગુરુદેવે પુલક્તિ હૈયે શિષ્યના મસ્તક પર હાથ મૂક્યું. નાગરદાસના અંતરથી વાણી સરી પડી. “પિયાલે મને પાયે રે, સદ્ગુરુએ શાન કરી.” ૫ શ્રધ્ધા, પરિપકવતા અને સાધુદીક્ષા જૈન આગમ ‘ઉત્તરાધ્યયન’ સૂત્રમાં કહ્યું છે. “ગન્ન સવwદ સદધા પરમ દુઠ્ઠ.” માનવતા જૈન ધર્મને પાવે છે. માનવતા પામ્યા વિના ધર્મશ્રવણ પચતું નથી. ધર્મશ્રવણ પામ્યા પછી શ્રદ્ધા ન હોય તે નકામું. નાગરભાઇની ધર્મશ્રદ્ધા દિન-પ્રતિદિન દઢ, દઢતર અને દઢતમ બન્ચે જતી હતી. ગુરુદેવ તથા ગુરુદેવના ગુરુભાઈ શિનાં રસ મેળામાં સમય સુખે સુખે વીત્યે જતો હતો. વતનમાંથી મેંઘીબા અને મોંઘીબાના સાથી સમરતબેન કચ્છમાં આવી ગયા હતા. પાઠશાળા ખેલાઈ ગઈ હતી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની જ્ઞાનપરબ ચાલતી હતી. પંડિતજી ઉમ્મરમાં નાના પણ વ્યાકરણ સાહિત્યમાં એકકા હતા. કચ્છ જેવા પછાત ગણાતા પ્રદેશમાં ઠેર-ઠેર સાચી જિજ્ઞાસા જણાઈ રહેતી હતી. જો કે ઉદાત્તધમાં લોકો હતા, તેમ ચીલેચીલે ચાલનારા રૂઢીચુસ્તો પણ હતા. સ્થાનકવાસી હતા તેમ દેરાવાસી પણ હતા. રામાણી આ વતનમાં જન્મેલા ગુરુ દેવચંદ્રજી આ બધાના શ્રધ્ધાપાત્ર હતા. તેમને જેનો જ નહીં, જેનેતરે પણ ચાહતા. કારણ “સમયા, સમજો રો” તે મુજબ સમદષ્ટિરૂપ સાધુતા તેમને સહજ વરી ચૂકેલી. એકદા ગુરુદેવ સાથે વિહરતાં-વિહરતાં સમાઘોઘા સંઘસમુદાય આવ્યો હતો. કચ્છના ભાવિકજન-ભાઈ-બેનની ઘોઘા કચ્છ કંઠીમાંનું ગામ છે. વેજમ જેવા શ્રાવિકા માતાનું એ ગામ. તેમના સુપુત્ર વીરજીભાઈ અને ડુંગરશીભાઈ જેવા રામ-ભરતની બાંધવ જેડીનું એ ગામ. એકદા સમાઘોઘાના સ્થાનકમાં મેદની જામી હતી. સ્થાનકનું મકાન સાંકડું બની ગયું હતું. ગુરુદેવના શ્રીમુખેથી વીતરાગ વાણી કરી રહી હતી દઢધમી ભાઈ-બેનની આંખ અને કાન એ ગુરુપ્રતિભા અને ગુરુવાણી પર મંડાઈ ગયા હતા. તેવામાં વચ્ચે અચાનક એક ભાઈ ઊભા થઈ બોલ્યા- “ગુરુદેવ! અધવચ્ચે પૂછવાની ઈચ્છા થઈ છે, પૂછું!” એ ભાઈ ખોજા ગૃહસ્થ હતા. ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા. ગુરુદેવની વાણીના રસિયા હતા. પણ આજે સૌને અચંબ થયો. મોટા ભાગના શ્રોતાજને એથી અકળાઈ ગયા–“આણે રંગમાં ભંગ પાડી દીધે, કેવી મીઠી-મધુરી સુધા વરસી રહી હતી !” પૂ. દેવચંદ્રજી મહારાજ શાન્તિથી વધાપૂછે, ખુશીથી પૂછો. જરાય સંકેચ રાખશે મા.” આ દશ્ય નાગરના હૃદયને પૂરો કબજે લઈ લીધે, પણ એને થયું-“આમાં વકતા ગુરુદેવની મહત્તા તે વધી છે, પણ આ શ્રોતાએ ઠીક કર્યું ન કહેવાય.” હજુ મનને આ વિચાર કાંઈક સાકાર લે તે પહેલાં તે અચંબા સાથે નીચેનો અવાજ કાને અથડાયે- “હે ગુરુમહારાજા કહે, અમારા કૃષ્ણ ભગવાનને તમારા જૈન શાસ્ત્રએ કઈ નરકમાં નાખ્યા છે?” ડીવાર તે શ્રોતાવર્ગમાં આ પ્રશ્ન સનસનાટી મચાવી દીધી. સમયજ્ઞ ગુરુમહારાજ સમજી ગયા. તેમણે પૂછનારને સામેથી પ્રેમ સહિત પૂછયું- “આ તમે કયાંકથી જાણી લીધું લાગે છે ખરું ને !” થોથવાતાં, થોથવાતાં સ્થાનિક એક ધારી લેખાતા શ્રાવક સામે આંગળી ચીંધી. એ ખજાભાઈ બોલ્યા :-“આ. . .ભાઈએ અમારા ભગવાન ત્રીજી નરકે છે, એમ મને ટોણો મારીને કહ્યું વિશ્વસતિની ઝાંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy