SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મળી ગયા અને વાતચીત સાંભળ્યા પછી હાકલા કર્યો.- ઊઠ નાગર! તાશ જેવા ચાગ્ય ચેલાને ઘડી શકે તેવા સુચાગ્ય ગુરુ દેખાડું.” નાગરના આત્મા નાચી ઊઠયા. પોપટભાઈની નિખાલસતા અને ઇમાનદારીથી નાગરભાઇ અજાણુ ન હતા. ભાભીના આશિષ લઈ ભાવનગરથી અન્ને ઉપડી ગયા. ઊંટ જ્યારે કચ્છના રણમાંથી પસાર થતા હતેા, તે વેળા નાગરના મનમાં થતું હતુ− કેવી સૂકી અને વેરાન છતાં વિશાળ ધરતી છે?'' કહેવાય છે રણુ છતાં ય જાણે ચેમેર ગાદી બિછાવી હેાય તેવી લાગતી હતી. પગપાળા મુસાફરો વહેલી સવારે સહેલાઇથી પસાર થતા હતા પણ ન મળે ઝાડ અને ન મળે પાણી. ત્યાં તે રણની કાંધી દેખાણી. લીલુછમ ઘાસ ચરતાં ખડતલ જાનવરો દેખાયાં અને પડછ કાચી માનવી જણાયા. પ્રદેશ નવા, ભાષા નવી પણ ભાવ જાણે જુગ જુગ જૂના હતા. વાગડ ગયા, કડી આવી, ઠેરઠેર એક જ નાદ સંભળાતા હતા-ગુરુ દેવચન્દ્રજી મહારાજ પાસે પહોંચા છે ને ! પધારે, પધારે!” મીઠી મહેમાનગતિ ચાખતા અને અમીભરી આંખેાવાળાં માનવીના વિદ્યાયમાન ઝીલતા નાગરભાઈ મુરબ્બી પાપટભાઇની સાથે કંઠીમાં બિરાજમાન ગુરુ દેવચંદ્રજી મહારાજના ચરણામાં પહોંચી ગયા. પૂર્વીના ઋણાનુમ ધે, તેઓના દર્શન થતાં જ એમના અંતરમાંથી કાવ્યસરિતા ફૂટી નીકળી. “ આ અંતરઘટમાં આનદજલ ઉભરાયે, સાગરનું પાણી ગાગરમાં ન સમાયે.” ૪ ગુરુ ચરણે ગુરુ ગોવિંદ દાનાં ખડે, કિસકા લાગૂ પાય; બલિહારી ગુરુદેવકી, જિન્હેં ગાવિંદ દિયા બતાય. ગુરુહ્મા ગુરુવિષ્ણુ - ગુરુદેવા મહેશ્વરઃ । ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।। * * આ બન્ને શ્લાક નાગરે રટી કાઢ્યા હતા. પૂ. દેવચંદ્રજી મહારાજ પાસે આવતાવેંત તેવા ગુરુજીવનની ઝાંખી થઈ ચૂકી હતી. સામાન્ય રીતે ગુરુએ યુવાન ચેલેા મળે ત્યારે રાજી-રાજી યઈ જાય છે. આ ગુરુદેવ રાજી થવાને બદલે મ ંથનમાં પડેલા જણાતા. એ ગુરુદેવની સાથે ખીજા પણ ગુરુભાઈએ અને શિષ્યા હતા. તે પૈકીના એક યુવાન મુનિ જેનું નામ મેણસી સ્વામી હતું. જેણે તાજી જ દીક્ષા લીધી હતી. એમની દીક્ષા અંગે સાંભળેલુ કે દીક્ષાના વરઘેાડા મેારખીમાં નીકળ્યેા હતા તે પ્રસ ંગે પુત્રવિયેાગની લાગણીમાં માતાને આંસુ આવ્યાં. સહાનુભૂતિમાં પુત્રને ય આવી ગયાં. આ જોઇને મારખીના જાડેજા શ્રી વાઘજી ઠાકારના કાઇએ કાન ભભેરેલા -“આ જૈન સાધુએ ભાવનાશાળી જુવાનિયાઓને આવેગમાં લાવી મૂડી દે છે. તેના નિશાસા આપણને લાગવાના.” જોગાનજોગ તે વરસ કાંઇક નબળું ચામાસુ જતાં રાજાને વહેમ જડમેશલાક થયે. ગુરુદેવ દેવચંદ્રજી જેવા પવિત્ર સાધુને તેમણે કશુ ન કહ્યું, પણ મનમાં ગાંઠ વાળી લીધી –“ મારખી રાજ્યમાં સન્યાસ કોઇને આપવા જ નહીં દઉં.' ' દીક્ષા પછી મેાણુસી મહારાજ તેા એર ખીલ્યા હતા. તેમનાં સંસારપક્ષનાં માતા ખુશ ખુશ થયાં, પણ રાજાએ તે ગાંઠ વાળી તે વાળી. એક ખીજા શિષ્ય હતા, ખૂખ ભણ્યા હતા. રૂપ-રૂપના ભંડાર. નામ પણ પ્રેમચંદજી રખાયુ હતુ, પરંતુ આવા યુવાન સાધુઓને વિકાસમાર્ગે જવાની પૂરી છૂટ આપવા છતાં, સ્વૈચ્છિક નિયંત્રણની સચમતપની ગાંઠે બાંધવા, એ કામ સહેલું ન હતુ. છતાંય, “પરમ વિશુધ્ધતર પ્રેમની, લાગી જેને લગની ખરી.” એવા ગુરુ દેવચંદ્રજી, એ પ્રધાને સમાનભાવે આકષી રહ્યા હતા. ગુરુભાઈએ અને નિજ – શિષ્યા સૌને સાચવતા. ગુરુને જોવા એ નાગરદાસને મન અનેરા લહાવા હતા અને એ એને અહીં સહેજે મળતા. એકદા ગુરુ દેવચંદ્રજી મહારાજ ૪ Jain Education International For Private Personal Use Only જીવન ઝંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy