________________
E
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નાગરભાઈએ જવાબ આપે- “મુરબ્બીઓ ! આપની વાત સેળ વાલ અને એક રતિની. ભાભી મારે મન પ્રથમથી જ જનેતા છે. આજે જનેતા ભાવમાં કળશ ચઢી ગયો છે.” આ સાંભળી સૌ રાજી-રાજી થઈ ગયા. નાગરભાઈએ આગળ ચલાવ્યું - અને તેથી જ મને આ પ્રસંગે પૂ. ઉમેદચંદ્રજી મહારાજ તથા હરખચંદ્રજી મહારાજની કાવ્ય શૈલીમાંની વેદાંત કથા યાદ આવે છે.
એક રાજવી સાત માળિયા મહેલને પહેલે માળે ઊભે છે. સાથે દિવાન પણ છે. રાજવી મહેલમાં સલામતી માનતો હતે. જાણે કદી મરવું પડે તેમ નથી, તેમ જાણતો હતો તેવામાં એકદા મહેલની પાસે વહેતી નદીમાં અચાનક જોરદાર પૂર આવ્યું. જોતજોતામાં તો તે એક મજલા લગી પહોંચી ગયું. બચવા માટે રાજવી બીજે માળે ગયે. ત્યાં બીજે માળ પણ પાણી પહોંચી વળતું જણાયું. એમ એક પછી એક ચઢતાં તે સાતમે માળે ગયો. છતાં પાણી તે પાછળ ને પાછળ જ હતું. રાજવી અને પ્રધાન બન્ને ગભરાયા. ક્યાં જવું? ત્યાં સામે નજર નાખે છે તે સદભાગ્યે સામેથી એક હોડી (નૈકા) આવતી જણાઈ. જરા આશ્વાસન મળ્યું. રાજવીએ કહ્યું – “હવે આપણે આ સામે આવતી હોડીમાં જ ભૂસકો મારીએ. બચવાને બીજો કોઈ ઉપાય નથી.” હેડી નજીક આવી અને બન્ને જણાએ હોડીમાં ભૂસકો માર્યો અને પાર ઊતરી ગયા. આ કથાનો સાર એ છે કે ભવસાગરમાં ડુબતાં ગળકાં ખાતાં માનવને ધર્મરૂપી હોડી જ બચાવી શકે છે. હવે મને આ વાત બરાબર સમજાઈ ગઈ છે. તે મને હવે આ તક મળી છે કે કેમ મુકી દેવાય? હકીકતમાં પ્રતિપળે ત્રિવિધ તાપપ્રવાહથી ઉછળતા સંસારરૂપી મહાસાગરમાં એક માત્ર ધર્મ જ સાચું શરણ છે. ઠાણાંગ સત્રમાં કહ્યું છે- “માબાપનું ઋણ ચામડી ઊતરડી તેના જેડ બનાવી આપવાથી ઊતરે નહીં, તે જ અણુ તેમને ધર્મ પમાડતાં પળવારમાં છૂટી જાય.”
શ્રી નાગરભાઇની ઉપર મુજબની વાત સાંભળી જે બોધ દેવા આવ્યા હતા, તેઓ જ બોધ પામી ગયાં. મોંઘીબાએ કહ્યું-“બસ, મારે એ જ જોઈએ છે. બીજુ કશું જેતું નથી.” જે રેકી રાખે તેમ હતા, તેમણે જ પલાણ માંડવાની પ્રેરણા આપી. નાગરભાઈના દિલમાં જનેતા - પ્રેરણાએ નવચેતના જગાડી. સુદામડા જઈને ભાવિ પત્નીને ચૂંદડી ઓઢાડી બેન બનાવી દીધાં. લોકો કહેવા લાગી ગયા હતા- “હવે નાગર સંસારમાં નહીં રહી શકે. એને તે દીક્ષાની રઢ લાગી છે. જનારને રોકનાર કેણુ છે? ધન્ય છે એ નાગરને !
ત્રણ બાજુના ખેંચાણમાંથી ગુરુ કેવા હોય? એ નાગરદાસે સારી પેઠે વાંચ્યું હતું. વાંચ્યું જ નહી, હૈયે લૂંટયું હતું. “ગુરૂ લોભી, શિષ્ય લાલચુ, દેનો ખેલે દાવ; દ હબે બાપડે, “ઠ પત્થરકી નાવ અહીં શિખ્ય ચેલમછઠશા વૈરાગ્યરંગે રંગાયા હતા. પણ એવા ગુરુ કયાં? તે વખતે એક જ સ્થાનકવાસી સંપ્રદાયમાં બાવીસ ટેળા અથવા બત્રીશ સંપ્રદાયે રચાઈ ગયા હતા. જે ધર્મ પ્રાણ લંકાશાહે જૈન ધર્મ ઉપાસ્ય સાધુ સંસ્થાની શિથિલતા દૂર કરવા રણશીંગુ ફૂંકી મડદામાં પ્રાણ સિંચેલા તે જ સંસ્થામાં અવનો સડો પેસી જવા પામ્યો હતો. નાગરભાઈએ પિતાના જ સંપ્રદાયના એક સાધુજીને મોઢે મુહપત્તિ છતાં ડચ, ડચ કરી ભેંસને દોરી જતા નજરે જોયા હતા, જંતર-મંતર, દોરા ધાગા અને મેલી વિદ્યાથી પામર અનુયાયીઓને વધુ પામર બનાવતા પરખ્યા હતાં. આથી તેમનું મન આવી સાધુસંસ્થાથી સંતોષ પામતું ન હતું. મનમાં આદર્શ સાધુ જીવનના અનેક સંક૯પ ઊઠતા હતા.... પરંતુ સાધુ થયા પહેલાં એ આદર્શો સિદ્ધ કેમ કરી શકાય? ગમે તે ભોગે પણ પોતે જ તૈયાર થવું જોઈએ.
આવી ધારણાથી સાધુસંસ્થા તરફ તેમની ધૃણ નહીં, ઊલટું ઊંડી સહાનુભૂતિ જાગી હતી. ભાવનગર આવ્યા પછી પોતે પૂજ્ય ઉમેદચંદ્રજી મહારાજના સમાગમમાં આવેલા. તે વખતે તેમની કહેણી અને કાવ્યઝમક પિતાને આકષી ચૂકી હતી, ઊંડે ઊંડે રહેતું હતું કે, “કઈ વીતરાગ વાણીના રહસ્યવેત્તા અને સરળ, સીધા-સાદા સાધુપુરુષ મળે તે કેવું સારું?”
જેમ છીપે મહીં ફાડ્યું હોય અને સ્વાતિ નક્ષત્રનો મેહુલિયે વરસે કે તરત સાચું મોતી પાકે છે; તેમ નાગર ભાઈના વૈરાગ્યે હોં ફાડયું હતું. શ્રદ્ધા મેઘ જામતો જતો હતો તેવામાં જ લીંબડીના સ્થા. જૈન પોપટભાઈ હંસરાજભાઈ વિશ્વસંતની ઝાંખી
www.jaineli Sary.org
Jain Education International
For Private & Personal Use Only