________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કહેવાય છે. અમુક વ્યકિતએ અથવા પ્રાણીએ મારા સંબંધીને માર્યો છે અથવા મારશે એમ વિચારી જે માણસ તેમને મારવાની પ્રવૃત્તિ કરે છે તે હિંસાદંડને અધિકારી છે.
મૃગ વગેરેને મારવાની દષ્ટિએ બાણાદિ અસ્ત્ર છોડતાં અકસ્માતથી તેને ન લાગતાં અન્ય પક્ષી વગેરેને લાગે અને તેને વધ થઈ જાય તો તે અકસ્માત દંડ છે.
દષ્ટિની વિપરીતતાને લીધે મિત્રને શત્રુ સમજી તેને મારી નાંખવો તે દષ્ટિવિપર્યાસ દંડ કહેવાય છે.
પિતાને માટે અથવા પોતાના પરિજને માટે અસત્ય બોલવું, બેલાવવું અથવા બોલનારનું સમર્થન કરવું તે મૃષાપ્રત્યયદંડ છે. તેવી જ રીતે તસ્કરકૃત (ચેરી) કરવું, કરાવવું અને કરનારનું અનુમોદન કરવું તે અદત્તાદાનપ્રત્યયદંડ છે. નિરંતર ચિંતામાં ડૂખ્યા રહેવું, અપ્રસન્ન, ભયભીત તથા સંકલ્પ-વિકલ્પમાં ડૂખ્યા રહેવું તે અધ્યાત્મપ્રત્યયદંડ છે.
જાતિ, કુળ, બળ, રૂપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય, પ્રજ્ઞા વગેરેના મદથી પિતાને મહાન તથા બીજાને હીન સમજવા તે માનપ્રત્યયદંડ છે.
પિતાના મિત્રોને અથવા નજીકમાં રહેનારા પરિજનને નાના એવા અપરાધનો મોટો ભારે દંડ આપ તે મિત્રદોષપ્રત્યયદંડ કહેવાય છે. માયાયુકત અનર્થકારી પ્રવૃત્તિ કરવી તે માયાપ્રત્યયદંડ દે પ્રવૃત્તિમાં પડી જનાર લેભપ્રત્યયદંડના ભાગીદાર બને છે.
જેઓ ધીરજથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જિતેન્દ્રિય છે, અપરિગ્રહી છે, સમિતિ-ગુપ્તિના ધારક છે તેમની પ્રવૃત્તિ ધર્મ હતક હેવાથી તે ધર્મક્રિયાસ્થાન કહેવાય છે. આ ક્રિયાથાન આચરણીય છે. બાકીના જે ક્રિયા સ્થાનો છે તે હિંસાપૂર્ણ હોવાથી અનાચરણીય - ત્યાજ્ય છે.
બીજા અધ્યયનનું નામ “આહાર પરિજ્ઞા” છે. આ અધ્યયનમાં આહાર સંબંધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
નવના આહાર વિષે કહ્યું છે કે તેનો આહાર ઓદન, કુમાષ, ત્રસ એવં સ્થાવર પ્રાણીઓ છે. પરંતુ આમાં દેવ તથા નારકીના આહારની ચર્ચા કરી નથી. નિર્યુકિત અને વૃત્તિમાં જ આહાર, રોમઆહાર અને પ્રક્ષેપ આહાર એમ આહારના ત્રણ પ્રકાર બતાવ્યા છે તૈજસ તથા કાર્મણ શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તેને એજ આહાર કહેવાય છે. અન્ય આચાર્યને એ મત છે કે જ્યાં સુધી ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ તેમજ દ્રવ્યમનનું નિમાં થયું ન હોય ત્યાં સુધી માત્ર શરીર પિંડ દ્વારા જે આહાર ગ્રહણ કરાય છે તે એજ આહાર છે. રૂંવાટી દ્વારા ગ્રહીત આહાર રેમ છે. દેવમાં અને નારકી માં રોમાહાર તથા એજ આહાર હોય છે પરંતુ કવલાહાર (પ્રક્ષિપ્ત આહાર) નથી હોતો. જે આહારના પુગલેને શરીરમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તે પ્રક્ષેપ આહાર કહેવાય છે. કેટલાક ગ્રન્થોમાં તેને કવલાહાર પણ કહેલ છે.
વનસ્પતિ મુખ્યત્વે બે પ્રકારની છે. (૧) પૃથ્વીયેનિક (૨) વૃક્ષોનિક. કેટલીક વનસ્પતિઓ ઉદકોનિક પણ છે. આથી શ્રમણોને સંયમપૂર્વક આહાર ગ્રહણ કરવા માટે પ્રેરણા કરવામાં આવી છે.
ચેથા અધ્યયનનું નામ “પ્રત્યાખ્યાન ક્રિયા છે. પ્રત્યાખ્યાનને અર્થ છે-મૂલગુણ તથા ઉત્તરગુણોના આચરણમાં બાધક એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. પ્રસ્તુત અધ્યયનમાં પ્રત્યાખ્યાન કિયા પાપરહિત હોવાથી આત્મશુદ્ધિમાં મહાન સહાયક રૂપ બતાવી છે. જે આત્મા છકાયના જીવોને વધ કરવાનો પરિત્યાગ કરતો નથી તે તેમની સાથે મિત્રવતુ
ી શકતા નથી. તેની ભાવના સદા સર્વદા સાવદ્યાનુષ્ઠાનરૂપ રહે છે. જેમ કે એક હત્યારાના અન્તમાંનસમાં એ વિચાર ઉત્પન્ન થશે કે મારે અમુક વ્યક્તિની હત્યા કરવી છે પરંતુ અત્યારે થોડો વખત આરામ કરી લઉં પછી
જ્યારે વખત મળશે ત્યારે તેનું કામ પતાવી દઈશ. હવે તે હત્યારાના મનમાં સૂતાં, બેસતાં, ચાલતાં, અન્ય કંઈ પણ કામ કરતાં હત્યાની જ ભાવના રહે છે અને તે પ્રતિક્ષણ કર્મબંધન કરતે જ રહે છે. તેવી જ રીતે જેણે હિંસાના પ્રત્યાખ્યાન કર્યા નથી તે છકાય જીવનિકાય પ્રત્યે હિંસક ભાવના રાખવાને કારણે નિરન્તર કર્મબંધન કરતો રહે છે. તેથી સાધકને મર્યાદિત જીવન બનાવવા માટે પ્રત્યાખ્યાનરૂપ કિયાની આવશ્યકતા રહે છે, તે વિષે સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું છે.
૧૭૬ Jain Education International
તત્ત્વદર્શન www.jainelibrary.org
For Private & Personal Use Only