________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયદ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
પાંચમા અધ્યયનના આચરત તથા અનગારશ્રુત એમ બે નામ ઉપલબ્ધ થાય છે. નિકિતમાં પણ આ બે નામ પ્રાપ્ત થાય છે. આચારનું સમ્યફ પાલન કરવા માટે સાધકે બહુશ્રુત થવું આવશ્યક છે.
છઠું અધ્યયન “આદ્રકુમારનું છે. નિર્યુકિતકારે આદ્રને આદ્રનામક નગરને રાજકુમાર બતાવેલ છે. તે શ્રેણિકનો પુત્ર અભયકુમારને મિત્ર હતો. કહેવાય છે કે આદ્રપુર અનાર્ય દેશમાં હતું. અભયકુમારે આદ્રકુમારને ધર્મોપકરણ મોકલ્યા હતા જેથી તે અભયકુમારને મળવા માટે રવાના થયો. માર્ગમાં તેને ગોશાલકના અનુયાયી, બૌદ્ધભિક્ષ, વેદવાદી બ્રાહ્મણ, આત્માદ્વૈતવાદી તથા હસ્તીનાપસે મળ્યાં. તેમને શાસ્ત્રાર્થમાં જીતીને તે ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચે. આ ઘટનાનું આમાં સવિરતૃત વર્ણન છે. આદ્રકુમારની દાર્શનિક ચર્ચાઓ ઘણીજ મહત્વપૂર્ણ છે તેની વિગત આમાં આપી છે.
સાતમા અધ્યયનનું નામ “નાલંદીય છે. નાલંદા રાજગૃહ નગરને જ એક વિભાગ હતું. ત્યાં મોટે ભાગે ધનકુબેર લેકે રહેતા હતા. લેપ નામક ગાથા પતિએ ભવનનિર્માણમાંથી બચેલી સામગ્રીથી “સેસદવિયા’ નામની ઉદગશાલા'નું નિર્માણ કર્યું હતું. તે ઉગશાલાના વિશાલકણસ્થ નામના વનખંડના એક ભાગમાં ગણધર ગૌતમની સાથે પાશ્વપત્ય પિઢાલપત્રનો મધુર સંવાદ થયો હતો. અને પેઢાલપુત્ર તેથી પ્રભાવિત થઈ ગણધર ગૌતમથી પ્રતિબંધ પામી ભગવાન મહાવીરની પાસે ચતુર્યામ ધર્મને છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મને સ્વીકાર કરે છે.
આ પ્રમાણે નિરીક્ષણ કરતાં પ્રતીત થાય છે કે સૂત્રકૃતાંગ સૂત્રમાં દાર્શનિક ચર્ચાઓ અત્યન્ત મહત્ત્વપૂર્ણ થઈ છે. તેની સાથોસાથ આધ્યાત્મિક સિદ્ધાંતને જીવનમાં ઢાળવા તથા અન્યમતાનો પરિત્યાગ કરી શુધ શ્રમણાચારનું પાલન કરવાની મહત્ત્વપૂર્ણ પ્રેરણા આપવામાં આવી છે. સાધનાના મહામાર્ગ ઉપર આગળ વધતાં અનેક વિન, ઉપસર્ગ, અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહ ઉપસ્થિત થાય તો પણ સાધક પિતાના માર્ગથી વિચલિત ન થાય. તે યુગની જે દાર્શનિક દષ્ટિ હતી તેની માહિતી પણ પ્રસ્તુત આગમથી પ્રાપ્ત થાય છે તેથી ઐતિહાસિક, દાર્શનિક તથા ધાર્મિક બધી દષ્ટિથી આ આગમ પોતાની એક અનોખી વિશેષતા ધરાવે છે.
૩- સ્થાનાંગ સૂત્ર.
સ્થાનાંગનું દ્વાદશાંગીમાં ત્રીજું સ્થાન છે. આ શબ્દ સ્થાન અને અંગ એમ બે શબ્દના મેળથી નિમિત થયેલ છે. સ્થાન શબ્દ અનેકાથી છે. ઉપદેશમાળામાં સ્થાનને અર્થ “મા” અર્થાત્ પરિમાણ આપે છે. પ્રસ્તુત આગમમાં તોની એકથી દશ સુધીની પરિમાણુ - સંખ્યાનો ઉલ્લેખ છે તેથી તેને સ્થાન કહેલ છે. સ્થાન શબ્દને બીજો અર્થ ઉપયુકત પણ થાય છે. આમાં તને કમથી ઉપયોગી ચુનાવ કર્યો છે તેથી તેને સ્થાન કહેલ છે. સ્થાન શબ્દનો ત્રીજો અર્થ વિશ્રાન્તિસ્થળ પણ છે અને અંગને સામાન્ય અર્થ વિભાગ છે. આમાં સંખ્યાક્રમથી જીવ, પુદ્ગલ આદિની સ્થાપના કરવામાં આવી છે તેથી આનું નામ સ્થાનાંગ અથવા ઠાણાંગ છે.
સ્થાનાંગ તથા સમવાયાંગ આ બનને આગમોમાં વિષયને પ્રધાનતા આપવામાં આવી નથી. પરંતુ સંખ્યાને પ્રધાનતા આપવામાં આવી છે. જીવ પુગલ આદિનું વિસ્તારથી વિશ્લેષણ નહિ કરતાં સંખ્યાની દષ્ટિએ સંકલન કરવામાં આવ્યું છે. આ એક પ્રકારે શબ્દકોષની શલીએ રચાયું છે તેથી સ્મરણ રાખવાની દૃષ્ટિએ ઘણું જ ઉપયોગી છે. આવી શૈલી માત્ર જૈન પરંપરામાં જ નહિ પરંતુ વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ પ્રાપ્ત થાય છે. મહાભારતના વનપર્વ અધ્યાય ૧૩૪માં પણ પ્રસ્તુત શૈલીમાં જ વિચારો સંગ્રહિત કરવામાં આવ્યા છે અને બૌદ્ધગ્રંથ અંગુત્તરનિકાય, પુગલપજજતિ, મહાવ્યુત્પત્તિ તથા ધર્મ સંગ્રહમાં પણ પ્રસ્તુત શૈલી દષ્ટિગોચર થાય છે.
જેનાગમમાં ત્રણ પ્રકારના સ્થવિરો બતાવ્યા છે તેમાં શ્રુતસ્થવિર માટે “ઠાણસમવાયધરે આ વિશેષણ બતાવ્યું છે. આ ઉપરથી ઠાણાંગ - સમવાયાંગનું કેટલું મહત્ત્વ છે તે સહેજે સમજી શકાય છે.
આગમસાર દેહન Jain Education International
For Private & Personal Use Only
૧૭૭ www.jainelibrary.org