________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અભિમત છે કે કેટલાક લોકો પ્રરતુત અધ્યયનને “સંકલિકા' નામથી સંબોધે છે. આના પ્રથમ પાનું અન્તિમ વચન અને બીજા પદ્યનું આદિ વચન શ્રૃંખલાની (સાંકળની) જેમ જોડાયેલ છે તેથી આનું નામ સંકલિકા અથવા શૃંખલા છે. આ અધ્યયનમાં ચમક નામના અલંકારને પ્રયોગ થયે છે તેથી આનું નામ “ધમકીય' છે એમ વૃત્તિકારનું કથન છે. પ્રસ્તુત અધ્યયનમાં વિવેકની દુર્લભતા, સંયમના શ્રેષ્ઠ પરિણામ, સંયમમાર્ગની જીવનપદ્ધતિ વગેરેનું નિરૂપણ છે.
- સોળમા અધ્યયનનું નામ “ગાથા છે. નિર્યુકિતકારે ગાથાને અર્થ એ કર્યો છે કે જેનું મધુરતાથી ગાન કરી શકાય. જેમાં અર્થની બહુલતા હોય અથવા છન્દ વડે જેની યોજના કરવામાં આવી હોય તે ગાથા છે. આમાં સાધુના માહણ, શ્રમણ, ભિકખુ અને નિગ્રન્થ આ ચાર નામ આપી તેની વ્યાખ્યા કરી છે.
બીજુ શ્રુતસ્કંધ બીજા શ્રતસ્કન્દના સાત અધ્યયન છે. ભદ્રબાહુએ નિર્યુકિતમાં આ સાત અધ્યયનેને મહા અધ્યયન કહ્યા છે. વૃત્તિકારની દષ્ટિએ પ્રથમ શ્રતસ્કન્દમાં જે વાતે સંક્ષેપમાં કહેવામાં આવી છે તે જ વાતને વિસ્તાર આ અધ્યયનમાં હોવાથી આને મહા અધ્યયન કહેલ છે.
આનું પ્રથમ અધ્યયન પુંડરીક છે. પુંડરીકનો અર્થ છે સો પાંખડીવાળું શ્રેષ્ઠ વેત કમળ. જેમકે એક વિશાળ પુષ્કરણી છે તેમાં ચારે તરફ સુન્દર કમળના ફૂલો ખીલી રહ્યાં છે. તે કમળાની વચ્ચે એક પંડરીક કમળ ખીલ્યું છે. એટલામાં ત્યાં પૂર્વ દિશામાંથી એક વ્યકિત આવે છે. તેણે પુંડરીક કમળને જોઈ કહ્યું-હું કુશળ, પંડિત, મેધાવી અને માર્ગને જાણકાર છું તેથી આ ઉત્તમ કમળને હું પ્રાપ્ત કરીને બહાર લાવીશ. તે પુષ્કરણીમાં ઉતર્યો અને કાદવમાં ખંચી ગયે, ન તો તે પુંડરીકને મેળવી શકો કે ન તે પાછો કિનારે આવી શકયે. એ જ પ્રમાણે પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણથી ત્રણ વ્યકિતઓ આવી, પરંતુ પુંડરીકને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કાદવમાં ફસાઈ ગઈ. તે વખતે એક નિસ્પૃહ સંયમી શ્રમણ ત્યાં આવ્યો. તેણે ચારે વ્યકિતઓને કાદવમાં ફસાયેલી જે વિચારવા લાગ્ય–આ લેકે અકુશળ અને અમેધાવી છે. કયાંય આ રીતે કમળ મેળવી શકાતું હશે ? તે શ્રમણ પુકરણીને તીરે ઊભો રહી પુકારવા લાગ્ય-એ કમળ! મારી પાસે ચા આવ, અને જોતાંવેંત અને પુકાતાં જ તે કમળ તેના હાથમાં આવી ગયું.
- પ્રસ્તુત રૂપકનો સાર એ છે કે આ સંસાર તે પુષ્કરણી સમાન છે. તેમાં કર્મરૂપી પાણી અને વિષયભેગરૂપી કાદવ ભરેલાં છે. અનેક જનપદ ચારે બાજુ ખીલતાં કમળ જેવા છે. મધ્યમાં જે પુંડરીક કમળ ખીલ્યું હતું તે રાજા સમાન છે. પુષ્કરણીમાં પ્રવેશ કરનારા ચારે પુરુષ તજજીવ ત૨છરીરવાદી, પંચભૂતવાદી ઈવ૨કારણવાદી અને નિયતિવાદી છે. કુશળ શ્રમણ એ ધર્મ છે, કિનારે ધર્મતીર્થરૂપ છે અને શ્રમણુદ્વારા કથિત શબ્દ ધર્મકથા સમાન છે અને પંડરીક કમળનું ઊઠવું–બહાર આવવું તે નિર્વાણ સમાન છે. જે સાધક અનાસકત, નિસ્પૃહ તથા અહિંસાદિ મહાવ્રતને જીવનમાં મૂર્તસ્વરૂપ આપે છે, તેમનું સમ્યક પરિપાલન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. - બીજા અધ્યયનનું નામ ક્રિયાસ્થાન છે. ક્રિયાસ્થાનને અર્થ છે પ્રવૃત્તિનું નિમિત્ત. પ્રવૃત્તિઓના અનેક કારણે હોય છે. પ્રસ્તુત અધ્યયનમાં તે પ્રવૃત્તિનિમિત્ત ક્રિયા સ્થાન ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડે છે. ક્રિયાસ્થાનના બે પ્રકાર છે. (૧) અધર્મક્રિયાસ્થાન અને (૨) ધર્મક્રિયાસ્થાન. અધર્મક્રિયાસ્થાનના અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસમાત દંડ, દષ્ટિવિપર્યા દંડ, મૃષાપ્રત્યયદંડ, અદત્તાદાનપ્રત્યયદંડ, અધ્યાત્મપ્રત્યયદંડ, માનપ્રત્યયદંડ, મિત્રદેષપ્રત્યયદંડ, માયાપ્રત્યયદંડ, લેભપ્રત્યયદંડ એમ બાર પ્રકાર છે, અને ધર્મક્રિયાથાનમાં ધમહેતુ પ્રવૃત્તિ બતાવી છે.
હિંસાદિ પ્રવૃત્તિ જે કઈ પ્રજનવશ કરવામાં આવે છે તે અર્થદંડ કહેવાય છે. આમાં સ્વયં માટે, સ્વજન વિ. માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસાને સમાવેશ થાય છે.
કોઈ પણ પ્રયજન વગર માત્ર પ્રકૃતિવશ અથવા મનોરંજનની દષ્ટિએ કરવામાં આવતી હિંસાને અનર્થદંડ ૧ તજજીવ તછરીરવાદ તથા પંચભૂતવાદ બન્નેમાં અન્તર છે કે પહેલાના મતે શરીર અને જીવ એક જ છે જ્યારે બીજાના મતે જીવની ઉત્પત્તિ
પાંચ ભૂતના સમ્મિાણથી થાય છે. તેઓ પાંચ ભૂત સિવાય છઠો જીવ છે એમ માને છે. આગમસાર દેહન
૧૭૫
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org