________________
પૂણ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ત્રીજા “ઉપસર્ગ” નામના અધ્યયનમાં અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહનું વર્ણન કરી પ્રતિકૂળ પરીષહની અપેક્ષા અનુકૂળ પરીષહ વધારે ભયાવહ છે એમ બતાવ્યું છે. તેમજ ત્યાં તે યુગની વિભિન્ન માન્યતાઓનો પરિચય આપીને કહ્યું છે કે કેટલાક સાધકે જળવડે, કેટલાક આહાર ગ્રહણ કરવા વડે તેમજ કેટલાક આહાર ન ગ્રહણ કરવા વડે મુક્તિ માને છે. આસિલ દ્વીપાયન આદિ ઋષિ પાણી ગ્રહણ કરવા વડે તેમજ વનસ્પતિને આહાર કરવા વડે સિદ્ધિ માને છે. અધ્યયનના અને ગુલામસેવા તથા ઉપસર્ગ સહન કરવાની ખાસ ભલામણ કરી છે.
સ્ત્રી - ૫રિજ્ઞા નામક ચોથા અધ્યયનમાં સ્ત્રી સંબંધી પરીષહાને સહન કરવાનો ઉપદેશ આપે છે. પ્રસ્તુત અધ્યયનમાં સ્ત્રીઓની જે નિજા કરવામાં આવી છે તે એકાંગી છે. વસ્તુતઃ શ્રમણના પથભ્રષ્ટ થવાનું મૂળ કારણ તેની વાસના છે. સ્ત્રી જેવી રીતે વાસનાને ઉત્તેજિત કરવામાં નિમિત્ત બની શકે છે તેવી રીતે પુરુષ પણ બની શકે છે. તેથી શ્રમણ તથા શ્રમણીઓએ સતત સાવધાન રહેવું જોઈએ.
પાંચમા અધ્યયનનું નામ નરકવિભકિત છે. આના બે ઉદ્દેશકે છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૭ ગાથાઓ છે અને બીજા ઉદ્દેશકમાં ૨૫ ગાથાઓ છે. નરકમાં અને કેવા કેવા પ્રકારના ભયંકર કષ્ટ ભોગવવા પડે છે તે આમાં વિશદ રૂપથી બતાવ્યું છે. જે હિંસક છે, અસત્યભાષી છે, ચેર છે, લુંટારા છે, મહાપરિગ્રહી છે, અસદાચારી - દુરાચારી છે તેમને આવા પ્રકારના નરકાવાસમાં જન્મ ગ્રહણ કરવા પડે છે. તેથી સાધકેએ તે બધા દોષથી બચવું જોઈએ.
જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે પરંપરાઓમાં નરકનું વર્ણન છે. યોગસૂત્રના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભાગવતમાં ૨૮ નરક બતાવ્યા છે. બૌદ્ધગ્રન્થ સુત્તનિપાતના કેકાલિય” નામના સૂત્રમાં ન પ્રસ્તુત અધ્યયનના વર્ણનની સાથે ઘણુંખરું મળતું આવે છે. અભિધર્મ કેષમાં આઠ નરકોના નામ આપ્યા છે તેના વર્ણનની સાથે શબ્દો પણ ઘણું સમાન મળતા આવે છે.
“વીરસ્વતિ “ નામના છઠા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ વિવિધ ઉપમાઓ આપીને કરવામાં આવી છે. આ મહાવીરની સ્તુતિ સૌથી પ્રાચીન છે. આમાં ભગવાન મહાવીરના ગુણેનું હૃદયગ્રાહી વર્ણન છે. આમાં મહાવીરને હાથીઓમાં ઐરાવત, મૃગમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં ગરૂડની ઉપમા આપી લેકમાં સર્વોત્તમ પુરુષ બતાવ્યા છે.
- સાતમું અધ્યયન કુશીલ સંબંધી છે. આ અધ્યયનમાં ૩૦ ગાથાઓ છે. કુશીલનો અર્થ અનુપયુકત તથા અનુચિત વ્યવહારવાળે થાય છે. જે સાધક અસંયમી છે, જેમને આચાર વિશુદ્ધ નથી, તેમને પરિચય પ્રસ્તુત અધ્યયનમાં આપ્યો છે. ચૂર્ણિકારે શૈવૃતિક સંપ્રદાય, ચંડીદેવતા સંપ્રદાય, વારિભદ્રક સંપ્રદાય, અગ્નિહોત્રવાદી તથા જલશચવાદી સંપ્રદાયને આમાં ગણાવ્યા છે. વૃત્તિકારે પણ તેમની માન્યતાઓ પર પ્રકાશ પાડયો છે. પ્રસ્તુત અધ્યયનમાં ત્રણ પ્રકારના કુશીલોની પણ ચર્ચા કરવામાં આવી છે. (૧) આહારસંપજજણ-આહારમાં મધુરતા પેદા કરનાર નમક આદિના ત્યાગથી મોક્ષ માનનારા (૨) સીઓગસેવણ - શીતલ જલના સેવનથી મોક્ષ માનનારા (૩) હુએણ – હોમથી મોક્ષ માનનારા. શાસ્ત્રકારે અનેક દષ્ટાને આપીને આ મતનું ખંડન કર્યું છે; અને બતાવ્યું છે કે રાગ, દ્વેષ, કામ, કે અને લેભનો અન્ત કરનારા જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
આઠમું અધ્યયન વીર્ય સંબંધિત છે. નિયંતિકારે વીર્યને અર્થ સામર્થ્ય, પરાક્રમ, બળ તથા શક્તિ કર્યો છે. વિર્ય અનેક પ્રકારનું બતાવ્યું છે. સૂત્રકારે અકર્મવીર્ય – પંડિતવીર્ય અને કર્મવીર્ય – બાળવાર્ય એમ બે પ્રકારના વીર્યનું નિરૂપણ કર્યું છે. અહીં કર્મ શબ્દ પ્રમાદ તથા અશીલને સૂચક છે અને અકર્મ શબ્દ અપ્રમાદ અને સંયમને નિર્દેશક છે. જે લોકે પ્રાણીઓના વિનાશ માટે શસ્ત્રવિદ્યાનું અધ્યયન કરે છે અને પ્રાણીઓની હિંસા માટે મંત્રાદિકને અભ્યાસ કરે છે તે બધું કર્મવીર્ય છે. અકર્મવીર્યમાં સંયમની પ્રધાનતા હોય છે. સંયમસાધનામાં જેમ – જેમ વિકાસ થાય છે તેમ તેમ અક્ષયસુખની ઉપલબ્ધિ થાય છે.
નવમા અધ્યયનનું નામ “ધર્મ ” છે. નિર્યુકિતકારે કુળધર્મ, નગરધર્મ, ગ્રામધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘધર્મ, પાખંડધર્મ, કૃતધર્મ, ચારિત્રધર્મ, ગૃહસ્થધર્મ, પદાર્થધર્મ આદિ વિવિધ પ્રકારે ધર્મ શબ્દનો પ્રયેાગ કર્યો છે. પરંતુ
આગમસાર દોહન Jain Education International
૧૭૩. www.jainelibrary.org
For Private & Personal Use Only