________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રસ્તુત આગમ શ્રમણ ભગવાન મહાવીરથી સૂત-ઉત્પન છે અને આ ગ્રંથરૂપે ગણધર દ્વારા કૃત છે તેથી આનું નામ સુતકૃત છે. સૂત્રોવડે આમાં તત્ત્વબોધ કરવામાં આવ્યું છે તેથી આને સૂત્રકત પણ કહે છે, અને આમાં સ્વસમય અને પરસમયની સૂચના કરવામાં આવી છે તેથી આને સૂચાકૃત પણ કહેવાય છે.
જેટલા પણ અંગે છે તેમના અર્થરૂપે પ્રરૂપક ભગવાન મહાવીર છે અને સ્વરૂપે રચયિતા ગણધર છે. તેથી અહીં એવી જિજ્ઞાસા સહેજે ઉત્પન્ન થઈ શકે છે કે પ્રસ્તુત આગમને જ “સૂત્રકૃત ' શા માટે કહ્યું? આની જેમ બીજા બધા અંગોને પણ આ સંજ્ઞા લાગુ પડી શકે છે. આને ઉત્તર એ છે કે પ્રસ્તુત આગમનું નામ અર્થની દષ્ટિએ ત્રીજ જ નામ આધારભૂત છે. કારણ કે પ્રસ્તુત આગમમાં સ્વસમય અને પરસમયની તુલનાત્મક સૂત્રતાના અર્થમાં આચારની સ્થાપના કરવામાં આવી છે. તેથી આને સંબંધ “સૂચનાથી છે. સમવાયાંગ અને નન્દીમાં સ્પષ્ટ નિર્દેશ છે કે “સૂયગડેલું સસમયા સૂઈ જજંતિ પરસમય સૂઈ જજંતિ સસમયા - પરસમયા સૂઈ જંતિ.૧
જે સૂચવે છે તે સૂત્ર કહેવાય છે. આ આગમમાં સૂચનાત્મક તત્વની પ્રમુખતા છે તેથી આનું નામ સૂત્રકૃત છે.
કષાયપાહડમાં આચાર્ય વીરસેને લખ્યું છે કે “સૂત્રમાં અન્ય દાર્શનિકોનું વર્ણન છે. આ આગમની રચનાને મૂળ આધાર આ જ છે. તેથી આનું નામ “સૂત્રકૃત' રાખવામાં આવ્યું છે. સૂત્રકૃતનાં અન્ય વ્યુત્પત્તિકૃત અર્થની. અપેક્ષાએ પ્રસ્તુત અર્થ અધિક સંગત પ્રતીત થાય છે. સુત્તગડ અને બૌદ્ધોનો સુત્તનિપાત આ બને નામ સામ્યની અપેક્ષાએ અધિક સનિકટ છે.
સમવાયાંગમાં સૂત્રકૃતાંગને પરિચય આપતાં લખ્યું છે કે આમાં સ્વમત, પરમત, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આમ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ આદિ તનું વિશ્લેષણ છે. તેમજ નવદીક્ષિત શ્રમણો માટે આચરણીય હિતશિક્ષાને ઉપદેશ છે. ૧૮૦ કિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી માની આમાં ચર્ચા કરવામાં આવી છે. આ પ્રમાણે કુલ ૩૬૩ મતેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સૂત્રકૃતાંગ સૂત્રના બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અને દ્વિતીય શ્રુતસ્કન્દમાં ૭ અધ્યયને છે, ૩૩ ઉદેશનકાળ, ૩૩ સમુદ્રેશનકાળ અને ૩૬ હજાર ૫૮ છે.
નન્દી સૂત્રમાં કહ્યું છે કે સૂત્રકૃતાંગમાં કાલેક, જીવ, અજીવ, સ્વસમય અને પરસમયનું નિર્દેશન કર્યું છે અને ક્રિયાવાદી વગેરે ૩૬૩ પાખંડી મત ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે.
દિગંબર સાહિત્ય-અંગપત્તિ, ધવલા, ધવલા તથા રાજવાર્તિક વગેરેમાં જે સૂત્રકૃતાંગને પરિચય આપવામાં આવ્યું છે તે ઘણા અંશે વેતાંબર સાહિત્યને મળતો આવે છે. દિગબર પરંપરાના પ્રતિકમણ ગ્રન્થત્રયી નામક ગ્રન્થમાં તેવીસાએ સુયડજઝયસુ-૩ પદ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પદની પ્રભાચન્દ્રકૃત વૃત્તિમાં ૨૩ અધ્યયનના નામ આપ્યા છે તે નામે આવશ્યકવૃત્તિના નામોની સાથે મળતાં આવે છે.
પ્રથમ શ્રુતસ્કના પ્રથમ અધ્યયનનું નામ “સમય” છે. તેમાં પરસમયને પરિચય આપીને તેનું નિરસન કરવામાં આવ્યું છે. તેમજ તેમાં પરિગ્રહને બંધ અને હિંસાને વૈરવૃત્તિનું કારણ બતાવતાં પરવાદિયાનો પરિચય આપ્યો છે. આમાં ભૂતવાદ, આત્માતવાદ, એકાત્મવાદ, દેહાત્મવાદ, અકારકવાદ (સાંખ્યવાદ) આત્મસૃષ્ટિવાદ, પંચ સ્કન્ધવાદ, કિયાવાદ, કતૃત્વવાદ, ગૌરાશિક વગેરનો પરિચય આપી તે બધાનું નિરસન કરવામાં આવ્યું છે.
બીજા અધ્યયન “વૈતાલિક' માં પારિવારિક મોહથી નિવૃત્તિ, પરીષહજય, કષાયજ્ય આદિને ઉપદેશ આપે છે અને સૂર્યાસ્ત પછી સાધકને વિહાર કરવાનો નિષેધ કર્યો છે. તેમજ કામ, કેપ, મેહ આદિથી નિવૃત્ત થઈને આત્મભાવમાં રમણ કરવા ઉપર સવિશેષ ભાર મુકયો છે.
૧ સમવાઓ, પઇeણગ સમવાઓ સૂ. ૯૦.
(ખ) નંદી સૂ. ૮૨ ૨ ક્યાયપાહુડ ભા. ૧, પૃ. ૧૩૪ ૩ સૂત્રનું પ્રાકૃતરૂપ સુત્ત અથવા સુદ્દ થાય છે અને કૃતનું પ્રાકૃતરૂપ કડ અથવા થડ થાય છે. આ પ્રમાણે સૂત્રકૃતનું પ્રાકૃતરૂપ “સુદયડ’ થાય છે.
Jain Elon
International
For Private & Personal Use Only
તત્ત્વદર્શન www.jainelibrary.org