________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનયજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
અધ્યક્ષતામાં ફરી શ્રમણ સંઘ વલભીપુર-વળા માં એકત્ર થયે હતે. દેવદ્ધિગણિ ૧૧ અંગ અને ૧ પૂર્વથી કંઈક અધિક કૃતના જ્ઞાતા હતા. સ્મૃતિની દુર્બળતા, પુનરાવર્તનની ન્યૂનતા અને ધર્મને હાસ અને પરંપરાની સાંકળ તૂટી જવી વિ. કારણોથી કૃત સાહિત્યનો અધિકાંશ ભાગ નષ્ટ થઈ ગયો હતે. છતાં વિસ્મૃત શ્રતને સંકલિત તથા સંગ્રહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા. દેવદ્ધિગણિએ પિતાની પ્રખર પ્રતિભા વડે તેને સંકલિત કરી પુસ્તકારૂઢ કર્યો. પહેલાં જે માથુરી અને વલભી વાચનાઓ થઈ હતી. તે બન્ને વાચનાઓને સમન્વય કરી તેમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જયાં મતભેદ પડે ત્યાં માથુરી વાચનાને મૂળમાં સ્થાન આપી વલભી વાચનાના પાઠેને પાઠાન્તરમાં સ્થાન આપ્યું. આ જ કારણે આગામેની વ્યાખ્યા જેમાં કરવામાં આવી તે ગ્રન્થમાં જ્યાં ત્યાં “નાગાર્જુનીયાસ્તુ પઠન્તિ” એવાં પ્રકારનો નિર્દેશ મળે છે.
આગમોને પુસ્તકારૂઢ કરતી વખતે દેવદ્ધિગણિએ કેટલીક મુખ્ય વાત ધ્યાનમાં રાખી હતી. જે જે જગ્યાએ સમાન પાઠે આવ્યા છે ત્યાં તેમની પુનરાવૃત્તિ નહિ કરતાં તે પાઠ માટે વિશેષ ગ્રન્થ અથવા સ્થળનો નિર્દેશ કર્યો છે. જેમકે જહા ઉવવાઈએ” “જહા પણJવણ એ’. એક જ આગમમાં એક વાત અનેક વખત આવી ત્યાં “જાવ” શબ્દનો પ્રયોગ કરી તેને અન્તિમ શબ્દ સૂચવી દીધે. જેમકે “નાગકુમારા જાવ વિહરતિ” “તેણે કાલેણું જાવ પરિસા ણિગ્ગયા” આ સિવાય ભગવાન મહાવીર પછી બનેલી કેટલીક મુખ્ય-મુખ્ય ઘટનાઓને પણ આગમમાં સ્થાન આપ્યું. આ વાચના વલ્લભીપુરમાં હોવાને લીધે “વલભી” વાચના કહેવાઈ. ત્યાર પછી આગની બીજી કેઇ સર્વમાન્ય વાચના થઈ નથી. વીરપ્રભુની દસમી શતાબ્દિ પછી પૂર્વજ્ઞાનની પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. આગમ વિચ્છેદને કેમ
વેતામ્બર માન્યતાનુસાર વીરનિર્વાણના ૧૭૦ વર્ષ પછી ભદ્રબાહુ સ્વર્ગવાસી થયા. અર્થની દષ્ટિએ છેલ્લા ચાર પૂર્વે તેમની સાથે જ નષ્ટ થયા. દિગમ્બર માન્યતાનુસાર ભદ્રબાહુને સ્વર્ગવાસ વીરનિર્વાણના ૧૬૨ વર્ષ પછી થયે હતે.
વીરનિવણ સં. ૨૧૬ માં યૂલિભદ્ર સ્વર્ગવાસી થયા. તેઓ શાબ્દિક દષ્ટિએ અતિમ ચાર પૂર્વના પણ જ્ઞાતા હતા. તે ચાર પૂર્વે પણ તેમની સાથેજ સં. ૨૧૬ માં નષ્ટ થઈ ગયા. આર્ય વજસ્વામી સુધી દસ પૂર્વેની પરંપરા ચાલી. તેઓ વીરનિર્વાણ પપ૧ (વિ. સં. ૧૦૧) માં સ્વર્ગે સિધાવ્યા ત્યારે દસમું પૂર્વ પણ વિનષ્ટ થયું. દુર્બલિકા પુષ્યમિત્ર ૯ પૃના જ્ઞાતા હતા. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૬૦૪ (વિ.સં. ૧૩૪)માં થયો. તેમની સાથે જ નવમું પૂર્વ પણ વિચ્છેદ ગયું.
આ પ્રમાણે પૂને વિચ્છેદ કમ દેવગિણિ ક્ષમાશ્રમણ સુધી ચાલતે રહ્યો. દેવદ્ધિગણિ પિતે એકપૂર્વથી વધુ શ્રુતના જ્ઞાતા હતા. આગમ સાહિત્યને ઘણો મોટો ભાગ લુપ્ત થયેલ હોવા છતાં આગમને કેટલેક મલિક ભાગ આજે પણ સુરક્ષિત છે. પરંતુ દિગંબર પરંપરાની આ ધારણું નથી. વેતાંબર સમાજ માને છે કે આગમ સંકલન કરતી વખતે તેના મૌલિક રૂપમાં કેટલેક ફેર અવશ્ય થયો છે. ઉત્તરવત ઘટનાઓ અને વિચારણાઓને તેમાં સમાવેશ કરવામાં આવ્યા છે, જેનું સ્પષ્ટ પ્રમાણુ સ્થાનાંગમાં સાત નિન્દવ અને નવ ગણને ઉલ્લેખ છે. વર્તમાનમાં પ્રશ્નવ્યાકરણનું મૌલિક વિષય-વર્ણન પણ ઉપલબ્ધ નથી તથાપિ અંગસાહિત્યનો મોટો ભાગ મૌલિક છે. ભાષાની દ્રષ્ટિએ આ આગમ પ્રાચીન સિદ્ધ થઈ ચુક્યા છે. આચારાંગ પ્રથમ કૃતસકલ્પની ભાષાને ભાષા-શાસ્ત્રીઓ પચ્ચીસસો વર્ષ પહેલાંની માને છે.
પ્રશ્ન થાય છે કે વૈદિક વાડમયની જેમ જૈન આગમ સાહિત્ય પૂર્ણરૂપથી ઉપલબ્ધ કેમ થતો નથી? તે વિચ્છેદ શા કારણે થયે? તેનું મૂળ કારણ એ છે કે દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણની પૂર્વે આગમ સાહિત્ય વ્યવસ્થિતરૂપથી લખાયે નહતો. દેવગિણિ પૂર્વે જે આગમ વાચનાઓ થઈ તેમાં આગમના લેખન સંબંધી કશું પ્રમાણ મળતું નથી. તે શ્રતિરૂપેજ ચાલતા રહ્યાં. પ્રતિભાસંપન્ન યોગ્ય શિષ્યના અભાવમાં ગુરુએ તે જ્ઞાન શિષ્યને બતાવ્યું નહિ જેથી શ્રત સાહિત્ય ધીમે ધીમે વિસ્મૃત થતું ગયું.
૧. વલહિપુરમ્મિ નાયરે દેવડિઢપમુહેણ સમણાંઘણ | પુત્થઇ આગમુ લિહિઓ નવઅસીઆઓ વીરાઓ .
આગમસાર દોહન
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org