SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મીજી વાચના આગમસકલના ખીજે પ્રયાસ ઈ.સ. પૂર્વે ખીજી શતાબ્દિની મધ્યમાં થયા હતા. સમ્રાટ ખારવેલ જૈનધર્મના પરમ ઉપાસક હતા. તેમના સુપ્રસિદ્ધ ‘હાથીગુફા' નામના અભિલેખથી આ વાત સિદ્ધ થઈ ચુકી છે કે તેમણે ઉડીસાના કુમારી પર્વત ઉપર જૈનમુનિએના એક સધ ખેલાબ્યા હતા અને મૌર્યકાળમાં જે અંગ ભુલાઈ ગયા હતા. તેમને પુનરાદ્ધાર કરાવ્યેા હતેા. ‘હિમવત થેરાવેલી' નામનાં સંસ્કૃત પ્રાકૃત મિશ્રિત પઢાવલીમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે મહારાજા ખારવેલે પ્રવચનના ઉદ્ધાર કરાવ્યેા હતેા.ર ત્રીજી વાચના આગમાને સકલિત કરવાના ત્રીજો પ્રયાસ વીર નિર્વાણુ ૮૨૭ થી ૮૪૦ ની મધ્યમાં થયા હતા. તે વખતે ખાર વર્ષના ભયંકર દુષ્કાળથી શ્રમણેાને ભિક્ષા મળવી અત્યન્ત કઠણ થઈ હતી. આથી શ્રમણુસંઘની સ્થિતિ અત્યન્ત ગંભીર થઈ જવાથી વિશુદ્ધ આહારની અન્વેષણા – ગવેષણા માટે યુવક મુનિ દૂર – દેશામાં ચાલ્યા ગયા. અનેક વૃધ્ધ અને મહુશ્રુત મુનિ ભિક્ષા ન મળવાથી આયુષ્ય પૂર્ણ કરી ગયા. ક્ષુધાપરીષહથી સત્રસ્ત બનેલા મુનિએ અધ્યયન, અધ્યાપન, ધારણા અને પુનરાવર્તન કેવી રીતે કરી શકે? આથી બધા કાર્યો થભી ગયા. શનૈઃ શનૈઃ શ્રુતને હ્રાસ થવા લાગ્યા. અતિશયવાળું શ્રુત નષ્ટ થઈ ગયું. અંગ અને ઉપાંગ સાહિત્યને પણ અર્થની ષ્ટિએ ઘણા મેટો ભાગ નષ્ટ થઈ ગયે.. દુર્ભિક્ષકાળ સમાપ્ત થતાં શ્રમણુસઘ મથુરામાં સ્ક્રન્તિલાચાર્યના નેતૃત્વમાં એકત્રિત થયેા. જે જે શ્રમણેાને જેટલેા જેટલે અશ યાદ રહ્યો તેનું અનુસ ંધાન કરી કાલિક શ્રુત અને પૂર્વગત શ્રુતના કેટલાક અંશનું સંકલન થયું. આ વાચના મથુરામાં સંપન્ન થઇ હાવાને કારણે ‘ માથુરી ’વ!ચનાના રૂપમાં પ્રખ્યાત થઈ. તે સંકલન થયેલા શ્રુતના અર્થની વ્યાખ્યા આચાર્ય કન્દ્રિલે આપી હતી તેથી તે અનુયાગને ‘સ્કર્જિલી’ વાચના પણ કહેવાય છે. નન્દીસૂત્રની ચૂર્ણ અને વ્રુત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે દુર્ભિક્ષને લીધે કિંચિત્ માત્ર પણ શ્રુતજ્ઞાન વિનષ્ટ નથી થયા, પરન્તુ માત્ર આચાર્ય સ્ક્રન્તિલને છેડી શેષ અનુયાગધર મુનિએ સ્વર્ગવાસી થઇ ચૂકયા હતા. તેથી આચાર્યં સ્ક્રન્તિલે પુનઃ અનુયાગનું પ્રવર્તન કર્યું જેથી પ્રસ્તુત વાચનાને માથુરી વાચના કહેવામાં આવી અને સંપૂર્ણ અનુયાગ સ્ક્રન્તિલાચાના નામથી પ્રસિદ્ધ થયેા.૩ ચેાથી વાચના જે સમયે ઉત્તરપ્રદેશ અને મધ્યભારતમાં વિચરણ કરનારા શ્રમણેાનુ સમ્મેલન મથુરામાં થયું હતુ તેજ વખતે દક્ષિણ અને પશ્ચિમમાં વિચરણ કરનારા શ્રમણેાનું એક સમ્મેલન વીરનિર્વાણુ સં. ૮૨૭ થી ૮૪૦માં વલ્લભીપુર–વળા (સૌરાષ્ટ્ર)માં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં થયું હતું. ત્યાં જે શ્રમણે! એકત્ર થયા હતા તેમને પણ શ્રુતને ઘણુંા ભાગ વિસ્તૃત થઈ ગયા હતા. જે કઇ પણ તેમના સ્મરણમાં રહ્યું હતુ તેનેજ સંકલિત કરવામાં આવ્યું. આ વાચના વલભી વાચના’ અથવા ‘નાગાર્જુનીય વાચના'ના નામથી ખેલાય છે. પાંચમી વાચના વીનિર્વાણની દસમી શતાબ્દી (૯૮૦ થી ૯૯૩ ઈ. સ. ૪૫૪ થી ૪૬૬)માં દેવગિણિ ક્ષમાશ્રમણની ૧. જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઓરિસ્સા રિસર્ચ સેાસાયટી ભા. ૧૩, પૂ. ૩૩૬. ૨. જૈન સાહિત્યનો બૃહદ ઇતિહાસ ભા. ૧, પૃ. ૮૨ ૩. આવશ્યક ચૂર્ણિ (ક) નંદી ચૂર્ણ વ્યૂ. ૮. (ખ) નંદી ગાથા ૩૩, મલયગિરિવૃત્તિ પુ. ૫૧. ૪. કાહાવલી. (ખ) જિનવચન ચ દુષ્પમકાલવશાત્ ઉચ્છિન્ન પ્રાયમિતિ મત્વા ભગવદ્મિર્ભાગાર્જુન સ્કેન્દિલાચાર્ય પ્રભુતિભિ: પુસ્તકે ન્યસ્તમ. ૧૫૬ Jain Education International For Private Personal Use Only -યોગશાસ્ત્ર પ્ર. ૩, પૃ. ૨૦૭ તત્ત્વદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy