________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
થયેલ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે માગધી અને દેશ્ય શબ્દોને આ ભાષામાં મિશ્રણ હોવાથી આ અર્ધમાગધી કહેવાય છે. ભગવાન મહાવીરના શિષ્ય મગધ, મિથિલા, કૌશલ વિ. અનેક પ્રદેશ, વર્ગ તથા જાતિના હતા.
આગળ કહેવાય ગયું છે કે જેનાગમ જ્ઞાનને અક્ષયભંડાર છે. તેમાંનું વિચારગાંભીર્ય મહાસાગરથી પણ વધુ છે. તેમાં એકથી એક ચડિયાતી દિવ્ય અસંખ્ય મણિ-મુકિતકાઓ છુપાયેલી છે. તેમાં માત્ર અધ્યાત્મ અને વૈરાગ્યનેજ ઉપદેશ નથી, પરંતુ ધર્મ, દર્શન, નીતિ, સંસ્કૃતિ, સભ્યતા, ભૂગોળ, ખગોળ, ગણિત, આત્મા, કર્મ, વેશ્યા, ઇતિહાસ, સંગીત, આયુર્વેદ, નાટક વિ. જીવનના પ્રત્યેક પાસાંને સ્પર્શ કરનારા વિચારો યત્ર-તત્ર ભર્યા પડ્યાં છે. તેને મેળવવા માટે જરીક ઉંડાણમાં ડૂબકી લગાડવાની જરૂર છે. માત્ર કિનારે કિનારે ફરવાથી તે અમૂલ્ય રત્નાશિના દર્શન થઈ શકે નહીં.
આચારાંગ અને દશવૈકાલિકમાં શ્રમણજીવનથી સંબંધિત આચારવિચારનું ગંભીરતાથી ચિન્તન કરવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગ, અનુગદ્વાર, પ્રજ્ઞાપના, સ્થાનાંગ, સમવાયાંગ વિ. માં દર્શનિક વિષયેનું ઉંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભગવતીસૂત્ર જીવન અને જગતનું વિશ્લેષણ કરનાર અપૂર્વ ગ્રન્થ છે. ઉપાસદશાંગમાં શ્રાવકસંસ્કૃતિનું સુન્દર નિરૂપણ છે. અન્તકૃદશાંગ અને અનુત્તરૌપપાતિકમાં તેવા મહાન આત્માઓના તપ-જપનું વર્ણન છે કે જેમણે કઠોર સાધનાવડે પોતાના જીવનને તપાવ્યું હતું. પ્રશ્નવ્યાકરણમાં આશ્રવ અને સંવરનું સજીવ ચિત્રણ છે. વિપાકમાં પુણ્યપાપના ફળનું વર્ણન છે. ઉત્તરાધ્યયનમાં અધ્યાત્મ-ચિન્તનનો સ્વર ગૂજે છે. રાજપક્ષીયમાં તર્ક વડે આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. આ પ્રમાણે આગમોમાં સર્વત્ર પ્રેરણાપ્રદ, જીવનસ્પશી, અધ્યાત્મરસથી ભીંજાયેલા સરસ વિચારનો પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે.
આગમ વાચનાઓ શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી આગમની સંકલના માટે પાંચ વાચનાઓ થઈ છે. પહેલી વાચના
વિર નિર્વાણની બીજી શતાબ્દિમાં (વીર નિર્વાણથી ૧૬૦ વર્ષ પછી) પાટલીપુત્રમાં ૧૨ વર્ષને ભયંકર દુકાળ પડ્યો. જેને લીધે શ્રમણ સંઘ છિન્ન-ભિન્ન થઈ ગયે. અનેક બહુશ્રતધર મુનિઓ ક્રૂર કાળના કેળિયા થઈ ગયા. બીજી પણ અનેક વિધ્ર –બાધાઓ અને અન્તરાયોને લીધે સૂત્રના પરાવર્તનમાં અડચણ ઉપસ્થિત થઈ. આગમજ્ઞાનની કડીઓ તૂટીને ખંડિત થઈ ગઈ. દુર્મિક્ષ સમાપ્ત થતાં વિશિષ્ટ આચાર્યો કે જેઓ તે વખતે વિદ્યમાન હતા તેઓ બધા પાટલીપુત્રમાં એકત્ર થયા છે ત્યારે અગિયાર અંગેનું વ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું. બારમા દષ્ટિવાદના એકમાત્ર જ્ઞાતા ભદ્રબાહુસ્વામી તે વખતે નેપાળમાં મહાપ્રાણ-ધ્યાનની સાધના કરી રહ્યા હતા. સંઘની પ્રાર્થનાથી તેમણે બારમા અંગની વાચના આપવાની સ્વીકૃતિ આપી. મુનિ યૂલિભદ્ર દશપૂર્વ સુધી અર્થ સહિત ભણ્યા અને અગિયારમા પૂર્વની વાચના ચાલી રહી હતી તે વખતે રથૂલિભદ્ર મુનિએ સિંહનું રૂપ બનાવી પોતાની બેનને ચમત્કાર દેખાયો જેને લીધે ભદ્રબાહુએ આગળની વાચના આપવાનું બંધ કરી દીધું. ત્યાર પછી સંઘે અને સ્થૂલિભદ્ર અત્યધિક અનુનય-વિનયપૂર્વક પ્રાર્થના કરી જેથી ભદ્રબાહુએ મૂળરૂપે છેલ્લા ચાર પૂર્વોની વાચના આપી, પણ અર્થની દષ્ટિએ નહિ. શાબ્દિક દષ્ટિએ રકૃલિભદ્ર ચૌદપૂવ થયા, પરંતુ અર્થની દષ્ટિએ તે તેઓ દશપૂર્વે જ રહ્યા. ૧. મગધવિસય ભાસાણિબદ્ધ અદ્ધમાગતું, અઠ્ઠારસ દેસી ભાસાણિમય વા અદ્ધમાગતું
-નિશીથચૂણિ ૨. જાઓ અ તમ્મિ સમએ દુક્કલ દોય- દશ્ય વરિસાણિ | સો સહુ સમૂહ ગઓ તઓ જલહિતીસુ છે
તદુવર મે સે પુણરવિ પાડલિપુત્તે સમાગ વિહિયા . સંઘેણ સુયવિસયા ચિતા કિં કર્સ અત્યંતિ છે. જે જલ્સ આસિ પાસે ઉદ્દે સક્યણમાઈ સંઘડિG I તું સર્વ એક્કારય અંગાઈ તહેવ ઠવિયાઈ !
-આચાર્ય હરિભદ્રકૃત ઉપદેશપદ ! ૩. તેણ ચિતિય ભગિણીણ રૂઢિ દરિસેમિ ત્તિ સીહરૂર્વ વિહબૂઇ છે
-આવશ્યકવૃત્તિ પૃ. ૬૯૮ ૪. તિગાલી ૫હણય ૭૪૨ | (ખ) આવશ્યક ચૂણિ ભાગ ૧, પૃ. ૧૮૭
(ગ) પરિશિષ્ટ પર્વ ૯ સર્ગ– આચાર્ય હેમચંદ્ર.
આગમસાર દેહન
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org