________________
પૂજ્ય ગુરુદેવ કુરિવય પં. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથરે.
પિતાના સ્વરૂપમાં જ ભેગે લઈને ચાલે છે. તમને તમારા અમરત્વમાં શંકા આવતી હોય તો તે શંકા કરનારને પિતાને પૂછી જુઓ અને કઈ શાંત ક્ષણમાં એ શંકા ભાંગી જશે. બધી ફિલસૂફી આપણને એટલું જ શીખવે છે કે, બાહ્ય દશ્ય કરતાં અંતરની સૃષ્ટિ અનંતગુણ અધિક સત્ય છે. ખરી રીતે જોવા જઈએ તે મનુષ્યને બહારની સૃષ્ટિનું કશું જ જ્ઞાન નથી. તમને અત્યારે બહારની સૃષ્ટિનું જે કાંઈ જ્ઞાન છે તે માત્ર તમારા અંતઃકરણનું નિવેદન અથવા Report છે. એટલે કે તમારા અંતઃકરણે બહારની સૃષ્ટિમાંથી જે કાંઈ સંસ્કારે impressions અને રૂપે pictures and forms સિવાય તમે અન્ય કશું જ જોતા નથી. આ વાતને ઉદાહરણથી જરા અધિક સ્પષ્ટ કરીએ.
આ સામે વૃક્ષ છે. હું તેને જોઉં છું પરંતુ હું માનું છું તેમ હું વૃક્ષને પિતાને જોતો નથી, પરંતુ એ વૃક્ષનું જે ચિત્ર મારી ચક્ષુને કેન્દ્ર ઉપર ચડયું છે, તે ચિત્રને હું જોઉં છું. અર્થાત્ મારા પિતાને સીધે સંબંધ બાહ્ય વૃક્ષ સાથે નથી પણ માત્ર એ વૃક્ષના મારી આંખમાં પડેલા આંતરચિત્ર સાથે છે; એથી આગળ વધીને જેવા જાઉં છું તે જણાય છે કે, હું એ ચિત્રને-પિતાને પણ તે નથી, પરંતુ મારા ચક્ષુ ઉપર એ ચિત્ર પડવાથી તે સ્થાન ઉપર આવેલા જ્ઞાનતંતુઓના જે આંદોલને Vibratory motion ઉપસ્થિત થાય છે, અને તે ક્ષેભમાં જે અમુક પ્રકારને અર્થ રહ્યો છે તેને જ હું જોઉં છું. આથી મારું વૃક્ષનું જ્ઞાન બે એજન્સીઓ અથવા આડતીઆઓ દ્વારા મારા અંતઃકરણને મળે છે. આટલું સમજ્યા પછી કેણુ કહી શકશે કે આપણે બાહ્ય વિશ્વ સાથે આંતરવિધ કરતાં અધિક સંબંધ રાખીએ છીએ? જ્ઞાનીજનેને નિર્ણય એ જ છે કે સર્વ કાંઈ અંતરમાં છે, બહાર નથી, અને “મૃત્યુ છે જ નહીં. એ પુરાવા માટે પણ આપણે અંતરમાં દષ્ટિ કરવી જોઈએ.
છતાં ઘણા કાળની જૂની ટેવથી આપણે “મૃત્યુને ભયની દૃષ્ટિથી સ્વીકાર્યા વિના રહી શક્તા જ નથી એ નવાઈની વાત છે. એ જૂની ટેવ કાઢી નાખી તેના સ્થાને નવી ટેવ દાખલ કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં મનને “મૃત્યુ નથી” એ નિર્ણય ઉપર સ્થિર કરવું જરા કઠિન જણાય છે. પરંતુ એ વાતના પુરાવા ઉપર મન જેમ જેમ વિચાર, ચિંતન, મનન કયે જશે તેમ તેમ એ નિશ્ચય અધિક અધિક ઊંડો ઊતરતે જશે.
તમે ગમે તેવી ગાંડી કલ્પના કરે તે પણ તમે પોતે તદ્દન મરી ગયા છે એવું તમે કદી જ કલ્પી શકવા સમર્થ બનશે નહિ. કદાચ તમને આ વાતની શંકા થતી હોય તે તમે અત્યારે જ આગળ વાંચવું બંધ રાખીને મરી ગયાની કલ્પના કરી જુ. કદાચ તમને તમારું શરીર નિશ્ચન્ટ, સ્થિર શબની જેમ પડેલું કલ્પનામાં દેખાશે, પરંતુ તમે પોતે-અભિમાની, જીવાત્મા અથવા જેને તમે “હું” કહો છો તે તે એ કલ્પનામાં પણ નિરંતર દષ્ટાપદે જે ને તેવો સ્થિર જ રહેશે. દેહની પડખે ઉભા રહીને દેહને મરેલું કલ્પનાની ચક્ષએ જોયા કરશે. પરંતુ “હ” તેને પિતાને “હ 'પણાથી ભ્રષ્ટ કદી જ કપી શકશે નહિ. જે વાત કલ્પનામાં પણ નથી આવતી, તે વારતવમાં ક્યાંથી હોઈ શકે? અને આપણે આત્મા પિતાના સંબંધે મૃત્યુની કલ્પના કરવા માટે ના પાડે છે એ તમે જાણો છો? કારણ એ જ છે કે જે સ્થિતિ તેના સ્વરૂપમાં ત્રણે કાળમાં છે જ નહિ, તે સ્થિતિ પિતામાં હવાની દરખાસ્ત પણ તે સંઘરતા નથી. મૃત્યુની સૂચના પણ તે સ્વીકારવાની ચોકખી ના કહે છે. શરીરથી, મનથી, મનની સર્વ સ્થિતિઓથી, બુદ્ધિથી, તર્કથી અને ભવ્યમાં ભવ્ય પ્રતિભાનાં દિવ્ય રણોથી પણ આત્મા ઉપરી ભાગમાં બિરાજે છે. એ સર્વ કદાચ હોય કે ન હોય, ક્ષણમાં તે આવે કે ક્ષણ પછી તે જય, તે કશાની દરકાર રાખ્યા વિના આત્મા પિતાનું જીવન સળંગ, કમબદ્ધ, શૃંખલાબદ્ધ અવિચ્છિન્નપણે ભોગવ્યે જાય છે. મુરર્ષોમાં અને ગાઢ નિદ્રામાં પણ તેને ઉપગ અવ્યકતપણે ચાલુ જ રહે છે. અને જેને આપણે “મૃત્યુ” કહીએ છીએ તેની પછી પણ પ્રકારફેરથી – અવસ્થાંતરે તે (આત્મા) કાયમ જ રહે છે.
અમે ઉપર કહી ગયા તેમ “મૃત્યુ જેવું કાંઈ જ આત્મા સંબંધ નથી. એના પુરાવા માટે આપણને બુદ્ધિની દલીલેની જરૂર નથી, કેમકે જ્ઞાનીજનોને એવો નિશ્ચય છે કે તર્ક અથવા બાહ્ય મનના વ્યાપારે સત્યના અન્વેષણમાં ઉપયોગી નથી. કદાચ આ વાકય તમને ભારે પડતું જણાશે અને બુદ્ધિના વ્યાપારથી સત્યાન્વેષણ સંબધે ઓછી કિંમત આંકેલી ભાસશે. પરંતુ એ શબ્દો અમે વિચારીને જ લખ્યા છે. અમે તર્ક, બુદ્ધિ આદિને તેની વ્યાજબી કિંમતે રવીકારવા તૈિયાર છીએ, પરંતુ વર્તમાન જમાને બુદ્ધિને પ્રભુરૂપે પૂજે છે અને બુદ્ધિવાદ Rationalism ને જ સર્વસ્વ ગણે છે. તે સાથે અમે મળતા નથી. જેઓ બુદ્ધિના પ્રદેશ ઉપર નવા જ પ્રવેશ પામેલા છે તેઓ કદાચ તેના પ્રખર તેજમાં અંજાઈ વિરાગ્ય અને મૃત્યુ
[૧ર૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org