________________
, પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે. પૂજ્ય દેવ કવિધ નાના ====== =
જઈ બુદ્ધિ એ જ સર્વસ્વ છે એમ ભલે માની લે, પરંતુ જેઓએ બુદ્ધિની ઉપયોગિતાને વિચાર કર્યો છે, એવા મહાજને તે એવા નિર્ણય ઉપર આવ્યા છે કે આધ્યાત્મિક સત્યો સંબંધે તેનું કાર્ય બહુ જૂજ અને મહત્ત્વ વિનાનું છે. અમારા પૂર્વ મહાપુરુષોને જ આવો નિર્ણય છે એમ નથી, પરંતુ આ જમાનાના મહાબુદ્ધિમાને પણ એ જ નિર્ણયને રવીકારે છે. દાખલા તરીકે વર્તમાન યુગની બુદ્ધિના શિખરરૂપ મહાવિદ્વાન કાંટ-Kant શું કહે છે તે સાંભળોઃ તે કહે છે'The only use of philosophy of pure reason, is a negative one instead of discovering truth, its modest function is to guard against error.“
' અર્થાત- “વિશુદ્ધ બુદ્ધિવાદ ઉપર રચાયેલા તવજ્ઞાનને ઉપગ માત્ર નિષેધાત્મક છે. સત્યના શોધનમાં જાવાને બદલે તેનું કર્તવ્ય માત્ર ભૂલની સામે રક્ષણ કરવાનું છે.”
અમે પોતે આ મત સાથે અડધા મળતા છીએ. ભૂલની સામે રક્ષણ કરવાની શકિતને પણ અમે કાંઈ જ શરત વિના એકાંતપણે સ્વીકારી શકીએ તેમ નથી. આ સ્થાને બુદ્ધિનું શું કાર્ય છે એ સંબંધી નિબંધ લખવા અમે બેઠા નથી. એના કાર્યનો અને ઉપયોગિતાને પ્રદેશ કર્યો છે, એ જુદે જ વિષય છે; અને તે સાથે કહેવા દે કે તે બહુ રસપ્રદ વિષય છે, પરંતુ અમને લાગે છે કે અમે વિષયાંતરમાં ઉતરી પડ્યા છીએ. છતાં એ જોખમ ખેડયા પછી પણ જે અમે એટલું તમારા મન ઉપર અંકિત કરી શકયા હેઈએ કે મૃત્યુ નથી” એ સિદ્ધાંતને પુરા બુદ્ધિમાંથી નહિ પણ હૃદયના ઉચ્ચ અંશમાંથી જ મળી શકે તેમ છે, તે અમારું વિષયાંતરમાં ઉતરવાનું જોખમ અમે સફળ થયું લેખીશું.
તમારા અરે, પ્રત્યેક વ્યકિતના હદયના અંતરતમ પ્રદેશમાં આત્મા, પરમાત્મા અને વિશ્વ સંબંધી સત્યેનું જ્ઞાન સુપ્ત અવસ્થામાં પડેલું છે. એ જ્ઞાન તેના માલિકની–તેના સ્વામીની રાહ જોઈ રહેલું છે. તમે ત્યાં દષ્ટિ સ્થાપે અને તમને ત્યાં દિવ્યાક્ષરે લખેલું માલુમ પડશે કે તમારું ખરું સ્વરૂપ–તમારું વાસ્તવિક “હ” જેને અગ્નિ બાળી શકતો નથી, જળ ડુબાડી શકતું નથી, વાયુ ઘસડી જઈ શકતો નથી, પૃથ્વી આવરણ કરી શકતી નથી, એવું આત્મતત્ત્વ, અમર, અજન્મ, શાશ્વત, અજેય, આનંદ સ્વરૂપ, મંગળ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ અંતરમાં બિરાજી રહ્યું છે. જ્યારે માનસ-ચક્ષુ અંતરમાં વળે છે ત્યારે ત્યાં તે જુએ છે કે “હું” અવિનાશી છું. તમે કહેશે કે આ પુરા કાંઈ પ્રગસિધ્ધ, પ્રત્યક્ષ કે કાયદાની દષ્ટિએ સાચો ઠરી શકતું નથી. પરંતુ તમે આધ્યાત્મિક સત્ય માટે સ્થૂલ પુરાવો માગે તે ક્યાંથી મળે? ભૌતિક પદાર્થોના સંબંધમાં ભૌતિક પુરાવો ચાલી શકે અને કઈ વાતને સિદ્ધ કરી શકે. પરંતુ આંતરિક વિષય સંબંધે એ ભૂમિકા ઉપર પુરા નિરર્થક અને નિષ્ફળ છે. આથી જે પ્રદેશમાં જે હોવું વાસ્તવિક છે તે પ્રદેશમાં તેની શોધ કરવી ઉપયુક્ત છે.
આત્માને પિતાના સંબંધે પિતાને જ બોલવા દે અને જ્યારે તમે વચમાંથી સ્થૂળ શરીરની, બુદ્ધિની, તર્કની, અવિશ્વાસન–અશ્રધ્ધાની ડબલ કાઢી નાખશે ત્યારે આત્માનું પિતાનું દિવ્ય સંગીત ગૂંજી ઊઠશે. તે શું બેલશે?
મૃત્યુ છે જ નહિ, કઈ કાળે હતું જ નહિ. અત્યારે પણ નથી. હવે પછી પણ નહિ જ હોય. જીવન સિવાય અન્ય કશું જ નથી અને તે જીવન પણ અનાદિ અને અંતરહિત કાલત્રયવ્યાપી છે. આત્માનું ગાન આવી મતલબનું છે. તમારે તે સંગીત સાંભળવું હોય તે શાંતિમાં પ્રવેશે. એ નિઃસ્તબ્ધ આંતરશાંતિના પ્રદેશમાં પ્રવેશ્યા વિના એ સંગીતના દિવ્ય આંદલને તમારા આતુર કર્ણમાં પહોંચી શકે તેમ નથી. એ સંગીત સાંભળ્યા પછી મૃત્યુનું મૃત્યુ થાય છે. જે કઈ કાળે હતું જ નહિ, પરંતુ માત્ર બ્રાન્તિવડે જ અસ્તિત્વ ભોગવતું આવતું હતું, તે કહેવાતું મૃત્યુ અળપાઈ જાય છે. જ્ઞાનરૂપી સૂર્ય મધ્યાહનકાળ થતાં અજ્ઞાનરૂપી પડછાયે મૂળ પદાર્થમાં સમાઈ જાય છે. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવતાં તમે હસીને બેલી ઊઠશો કે, “જે કોઈ કાળે હતું જ નહિ તેનાથી હું નકામે ડર હતો.” પછી તમને અનુભવથી, ઉપગપૂર્વક, ભાનપૂર્વક, રૂઢિપણે સમજાશે કે મૃત્યુ છે જ નહિ. શાશ્વત, અનંત, નિરંતર જીવન વિના બીજું કશું જ કઈ કાળે કઈ સ્થાને છે જ નહિ.
Jain [128]nterational
તવદર્શન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only